Not Set/ દેશ માટે ૧૭ ગોલ્ડ મેડલ જીતનારા ઇન્ટરનેશનલ બોક્સર પ્લેયર વેંચે છે આઈસક્રીમ, વાંચો દયનીય સ્ટોરી

દિલ્લી દેશ માટે મેડલ જીતવા માટે ખેલાડી પોતાનો પરસેવો પાડી દેતા હોય છે. રાત-દિન અથાક પ્રયત્નો કરીને તેઓ દેશને મેડલ અપાવે છે. પરંતુ આ ખેલાડીઓનું સમ્માન થોડા સમય માટેનું જ હોય છે. હાલ માં જ સમાચાર આવ્યા હતા કે ગુરુગ્રામમાં સ્ટેટ લેવલ હોકી પ્લેયર ચા વહેચીને પરિવારનું  ગુજરાન ચલાવે  છે. હરિયાણાના કોઈ પણ બોકસર્સ એવા […]

Top Stories India Trending
748740 boxer dinesh kumar kulfi twitter ani દેશ માટે ૧૭ ગોલ્ડ મેડલ જીતનારા ઇન્ટરનેશનલ બોક્સર પ્લેયર વેંચે છે આઈસક્રીમ, વાંચો દયનીય સ્ટોરી

દિલ્લી

દેશ માટે મેડલ જીતવા માટે ખેલાડી પોતાનો પરસેવો પાડી દેતા હોય છે. રાત-દિન અથાક પ્રયત્નો કરીને તેઓ દેશને મેડલ અપાવે છે. પરંતુ આ ખેલાડીઓનું સમ્માન થોડા સમય માટેનું જ હોય છે.

હાલ માં જ સમાચાર આવ્યા હતા કે ગુરુગ્રામમાં સ્ટેટ લેવલ હોકી પ્લેયર ચા વહેચીને પરિવારનું  ગુજરાન ચલાવે  છે.

હરિયાણાના કોઈ પણ બોકસર્સ એવા નથી કે જે લોકોએ દેશનું નામ રોશન ન કર્યું હોય. ભારતના એક એવા પણ ખેલાડી છે જેમને આજે આઈસક્રીમ વહેચીને ગુજરાન ચલાવવું પડે છે. આ ખેલાડીએ એક નહી પરંતુ ૧૭ ગોલ્ડ મેડલ ભારતને અપાવ્યા છે.

ઇન્ટરનેશનલ બોકસર દિનેશ કુમાર તેમનું ગુજરાન ચલાવવા માટે એક નાનકડી આઈસક્રીમની લારી લઈને ઉભા રહે છે. દેશ માટે ૧૭ ગોલ્ડ મેડલ જીત્યા હોવા છતાં આજે તેમને આ રીતે ગુજરાન ચલાવવાનો વારો આવ્યો છે.

તમને જણાવી દઈએ કે દિનેશ કુમારે ભારત માટે ૧૭ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૫ બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

છેલ્લા ઘણા સમયથી તેઓ સરકારની મદદની રાહ જોઈ રહ્યા છે. દિનેશકુમારના પિતાએ તેમને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં રમવા માટે લોન લીધી હતી. આ લોનને ચુકવવા માટે દિનેશ કુમારને આઈસક્રીમ વેંચીને રૂપિયા ભેગા કરવા પડે છે તેવી પરિસ્થિતિ ઉભી થઇ ગઈ છે. દિનેશકુમારના પિતા પણ તેમની સાથે આઈસક્રીમ વેંચે છે.

ન્યુઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે માતા પિતાએ હું ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમી શકું તે માટે લોન લીધી હતી. એ લોનને ચુકવવા માટે હું અને માતા પિતા અને અમે બંને સાથે આઈસક્રીમ વેંચીએ છીએ.

ગયા વર્ષે અને આ વર્ષે મેં સરકાર સાથે મદદ માંગી હતી. હું ઇરછું છુ કે સરકાર મને નોકરી આપે જેના લીધે મારી મદદ થાય.

ઉલ્લેખનીય છે કે દિનેશ કુમારની આઈસક્રીમ વેંચતો ફોટો સોશ્યલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે. લોન ચુકવવા માટે પોતાના સપનાને તિલાંજલિ આપીને તેઓ પિતા સાથે આઈસક્રીમ વેંચે છે.

આજે પણ દેશમાં ઘણા એવા ખેલાડીઓ છે કે જેમની સફળતા અને  દેશ માટે લાવેલા મેડલ સામે આંખ આડા કાન કરી દેવામાં આવ્યા છે.