Not Set/ બોલ ટેમ્પરિંગ વિવાદના લીધે બેન થયેલા આ ખેલાડી ક્રિકેટ છોડીને બનશે યોગગુરુ

દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન સામે આવેલા બોલ ટેમ્પરિંગના વિવાદને લીધે ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટિવન સ્મિથ, ડેવિડ વોર્નર અને ઓપનર બેટ્સમેન કેમરૂન બેન્ક્રોફટને  સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયન ખેલાડી કેમરૂન બેન્ક્રોફટે શુક્રવારે કહ્યું કે તેઓ બોલ ટેમ્પરિંગ વિવાદને લીધે સંપૂર્ણ રીતે બદલાઈ ગયા છે. હાલ તેઓ યોગગુરુ બનવા માટે ક્રિકેટ છોડવાનું વિચારી રહ્યા છે. સ્મિથે ગઈ […]

Top Stories Trending Sports
tem બોલ ટેમ્પરિંગ વિવાદના લીધે બેન થયેલા આ ખેલાડી ક્રિકેટ છોડીને બનશે યોગગુરુ

દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન સામે આવેલા બોલ ટેમ્પરિંગના વિવાદને લીધે ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટિવન સ્મિથ, ડેવિડ વોર્નર અને ઓપનર બેટ્સમેન કેમરૂન બેન્ક્રોફટને  સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ઓસ્ટ્રેલિયન ખેલાડી કેમરૂન બેન્ક્રોફટે શુક્રવારે કહ્યું કે તેઓ બોલ ટેમ્પરિંગ વિવાદને લીધે સંપૂર્ણ રીતે બદલાઈ ગયા છે. હાલ તેઓ યોગગુરુ બનવા માટે ક્રિકેટ છોડવાનું વિચારી રહ્યા છે.

Image result for cameron-bancroft

સ્મિથે ગઈ કાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જયારે કેમરૂન બેન્ક્રોફટે પોતાનો પ્રતિબંધનો સમયગાળો પૂરો થાય તેના અઠવાડિયા પહેલા મૌન તોડ્યું હતું.

કેમરૂન બેન્ક્રોફટે પોતે જાતે પત્ર લખ્યો છે. જેમાં તેમણે તે વિવાદથી લઈને અત્યાર સુધીના સફરનો ઉલ્લેખ કર્યો છે.

આ પત્ર વેસ્ટ ઓસ્ટ્રેલીયાના ન્યુઝ પેપરમાં છાપવામાં આવ્યો છે. પત્રમાં તેમણે બેનના લીધે તેમની જિંદગી પર કેટલો પ્રભાવ પડ્યો છે તેના વિશે લખ્યું છે.

Cameron Bancroft practises yoga. (Photo by Ryan Pierse/Getty Images)

તેમણે કહ્યું છે કે તેઓ ક્રિકેટથી દૂર થયા તે સમય દરમ્યાન યોગ તેમના જીવનની અભિન્ન અંગ બની ગયું છે. યોગગુરુ બનવા માટે ક્રિકેટને છોડવાનું મન બનાવી લીધું છે.

દક્ષીણ આફ્રિકામાં બોલ ટેમ્પરિંગના વિવાદને લીધે નવ મહિના માટે કેમરૂન બેન્ક્રોફટ પર બેન લગાવવામાં આવી દીધો હતો. ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટિવન સ્મિથ અને  ડેવિડ વોર્નર પર એક વર્ષનો બેન લગાવવામાં આવ્યો હતો.

શું હતો વિવાદ 

દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન કાંગારું ઓપનર બેન્ક્રોફ્ટને મેચ દરમિયાન પોતાના પેન્ટમાંથી કોઈ પીડા રંગની એક વસ્તુ નીકાળતા જોવામાં આવ્યા હતા. જો કે ત્યારબાદ સામે આવેલા વિડીયોમાં જોવામાં આવ્યું હતું કે, બેન્ક્રોફ્ટ બોલ પર કઈક વસ્તું લગાવી રહ્યા છે અને ફરીથી પોતાના ખિસ્સામાં રાખી રહ્યા છે.

વિવાદ બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા નિર્ણાયક કાર્યવાહી કરતા સ્મિથને ટીમના કેપ્ટન પદેથી તેમજ ડેવિડ વોર્નરને વાઈસ-કેપ્ટનના પદેથી હટાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ICC  સ્મિથને એક ટેસ્ટ મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો તેમજ મેચ ફી ના ૧૦૦ % દંડ પણ ફટકાર્યો હતો. જયારે કેમરોન બેન્ક્રોફટને પણ આ વિવાદના બદલે ત્રણ ડિમેરિટ પોઈન્ટ આપ્યા હતા અને મેચ ફીના ૭૫ ટકાનો દંડ ફટકાર્યો હતો.