જૂનાગઢ/ માનસિક રીતે બીમાર વ્યક્તિના પેટમાંથી નિકળી -કુલ્ફીની સળી, મહેંદીના કોન અને… 

માનસિક બીમાર યુવકને પેટમાં અસહ્ય દુ:ખાવો ઉપડતાં તેને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ત્યાં તેને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. પેટની સ્થિતિને વધુ સારી રીતે સમજવા માટે સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં પેટમાં પથરી અને

Top Stories Gujarat Others
Untitled.png 123 7 માનસિક રીતે બીમાર વ્યક્તિના પેટમાંથી નિકળી -કુલ્ફીની સળી, મહેંદીના કોન અને... 

વેરાવળ તાલુકાના માલોંધા ગામના એક માનસિક બીમાર યુવકને પેટમાં અસહ્ય દુ:ખાવો ઉપડતાં તેને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ત્યાં તેને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. પેટની સ્થિતિને વધુ સારી રીતે સમજવા માટે સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં પેટમાં પથરી અને અન્ય વસ્તુઓ જોતા તેને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યો હતો. ઓપરેશન બાદ માનસિક બીમાર યુવકના પેટમાંથી 62 લાકડાની લાકડીઓ, 2 મેંદીના કોન અને 15 પ્લાસ્ટિકના સ્ટ્રો બહાર કાઢવામાં આવ્યા હતા. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબ અને તેમની ટીમની 2 કલાકની મહેનત બાદ સફળ સર્જરી કરીને માનસિક યુવકને રજા આપવામાં આવી હતી.

દર્દી પેટમાં અસહ્ય દુખાવાથી પરેશાન હતો, સીટી સ્કેનમાં બહાર આવી માહિતી
મળતી માહિતી મુજબ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સર્જન ડો.મિનેશ સિંદલે જણાવ્યું હતું કે 24/7/2022 ના રોજ વેરાવળ તાલુકાના માલોંધા ગામના અરજણભાઈ ભીખાભાઈ ચાંડપા (40) અસહ્ય પેટમાં દુખાવો ઉપડતા સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. પીડા આ યુવક માનસિક રીતે અશક્ત હોવાથી તેની સારવાર મુશ્કેલ હતી. પરંતુ તેની અને તેના પરિવારજનોની સમજાવટ બાદ યુવકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી સીટી સ્કેન રિપોર્ટ આપવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે યુવકને પેટ અને આંતરડામાં ગાંઠ છે અને તેને ઓપરેશન માટે કહેવામાં આવ્યું હતું અને બાદમાં સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.નયના લકુમ અને આરએમઓ જી.ટી.સોલંકીના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવવામાં આવી હતી.બાદમાં 27/7/2022 ના રોજ ઓપરેશન કરવાનું નક્કી કર્યું.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એમ.એસ. સર્જન ડો.મિનેષ સિંધલે જણાવ્યું હતું કે, તો૨૪/૭/૨૦૨૨ના રોજ વેરાવળ તાલુકાના મલોંઢા ગામેથી અરજણભાઇ ભીખાભાઇ ચાંડપા(ઉ.વ.૪૦)ને પેટમાં અસહ્ય દુઃખાવો હોવાથી સિવિલ હોસ્પિટલમાં બતાવવા માટે આવ્યા હતા. યુવાન માનસિક અસ્વસ્થ

હોવાથી સારવાર કરવી કઠીન હતી. પરંતુ તેમને સાથે તેમની સાથેના સગાને સમજાવી યુવાનને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી સીટી સ્કેન રીપોર્ટ કરવામાં આવ્યો હતો. આ રીપોર્ટમાં યુવાનના જઠર અને આંતરડામાં કાંણુ પડ્યુ હોવાથી માલુમ પડતા તેમને ઓપરેશન માટે જણાવ્યું હતું અને બાદમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.નયના લકુમ અને આરએમઓ જી.ટી.સોલંકીના માર્ગદર્શન મુજબ એક ટીમ તૈયાર કરી હતી. બાદમાં તા.૨૭/૭/૨૦૨૨ના ઓપરેશનનું નક્કી થયું હતું. ઓપરેશન કરતી વખતે ધ્યાનમાં આવ્યું કે, યુવાનના પેટમાં ઘણા અખાદ્ય પદાર્થ છે. જેવા કે, કુલ્ફીની સળી, પ્લાસ્ટીકની સ્ટ્રો અને મહેંદીના કોન સહિતની વસ્તુઓ જોવા મળતા તેમને જઠરમાંથી નીકાળી ટાંકા લઇ જઠર બંધ કરી સફળ સર્જરી કરવામાં આવી હતી.

j1 માનસિક રીતે બીમાર વ્યક્તિના પેટમાંથી નિકળી -કુલ્ફીની સળી, મહેંદીના કોન અને... 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૨ કલાકની મહેનત બાદ સફળ સર્જરી થઇ હતી. બાદમાં સ્વસ્થ્ય થતા હોસ્પિટલમાંથી પણ રજા આપી દેવામાં આવી હતી. સામાન્ય રીતે આવી વસ્તુ પેટમાં હોવાથી માણસને અસહ્ય દુઃખાવો થતો હોય છે. પરંતુ યુવાન માનસિક અસ્વસ્થ હોવાને કારણે કોઇને કહી શકતો નહીં. અને જે વસ્તુ હાથમાં આવે તેમને ચાવ્યા વગર જ ઉતારી જતો હતો. આથી આ વસ્તુ પેટમાં જઠરમાં ભેગી થઇ ગઇ હતી. જેના કારણે તેમને અસહ્ય દુઃખાવો થતો હશે. પરંતુ હોસ્પિટલમાં તબીબોની ટીમે પણ મહેનત કરી યુવાનને નવું જીવન આપ્યું છે.

કુલ્ફીની સળી, મહેંદીના કોન પેટમાં લાંબા સમયથી હતા – ડોક્ટર

માનસિક યુવાનના પેટમાં જે ૬૨ લાકડાની સળી, ૨ મહેંદીના કોન અને ૧૫ પ્લાસ્ટીકની સ્ટ્રો નીકાળવામાં આવી હતી. તે જોતા ડોક્ટરે જણાવ્યું હતું કે, આ બધી વસ્તુઓ છેલ્લા ૨ થી ૩ વર્ષથી કે વધુ સમયથી તેના પેટમાં હોવી જોઇયે. કારણ કે, તે બધી વસ્તુ એકદમ કાંટ લાગી ગઇ હોય તેવી રીતે જામી ગઇ હતી.

ખાનગી હોસ્પિટલમાં આ સર્જરી લાખો રૂપિયામાં થાય

પેટના જઠરમાંથી જે વસ્તુઓ કાઢીને ઓપરેશન કરવામાં આવ્યું છે. તે જોતા તો આ સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવવામાં આવે તો લાખો રૂપિયાનો ખર્ચ થઇ શકે છે. પરંતુ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વિના મૂલ્યે કરવામાં આવતા પરિવારે ડોક્ટર અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

તેમના સગાને ઇશારાની ખબર પડી ગઇ હતી

માનસિક યુવાન બોલી કે સાંભળી શક્તો ન હતો. આથી તેમને પેટમાં અસહ્ય દુઃખાવો છે તે કોઇને કંઇ ન શક્તો હતો. પરંતુ પરિવારના સગામાં એક ભાઇ તેમના ઇશારા સમજતા હોય આથી તેમને યુવાનના પેટમાં દુઃખાવો હોવાથી જાણ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

રાજકોટ/ ઢોર સાથે બેફામ બનેલા ઢોરમાલિક, રખડતા ઢોર પકડવા વાળા કર્મચારીઓ પર કેમિકલ હુમલો