Not Set/ જીગ્નેશ મેવાણી બાદ JNUના વિદ્યાર્થી સંઘના નેતા ખાલિદને પણ મળી જીવથી મારી નાખવાની ધમકી

નવી દિલ્હી, ગુજરાતના દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ગેંગસ્ટર રવિ પુજારી દ્વારા જીવથી મારી નાખવાની ધમકી મળી હોવાના આરોપો સામે આવ્યા હતા, ત્યારે હવે જવાહરલાલ નહેરુ યુનિવર્સીટીમાં વિદ્યાર્થી સંઘના નેતા ઉમર ખાલિદને પણ જીવથી મારી નાખવાની ધમકી મળી રહી છે. વિદ્યાર્થી સંઘના નેતાએ પોતાને મળી રહેલી ધમકીઓ અંગે જાણકરી આપતા કહ્યું, “ધમકી આપવાવાળાએ […]

Top Stories India Trending
maxresdefault 6 જીગ્નેશ મેવાણી બાદ JNUના વિદ્યાર્થી સંઘના નેતા ખાલિદને પણ મળી જીવથી મારી નાખવાની ધમકી

નવી દિલ્હી,

ગુજરાતના દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ગેંગસ્ટર રવિ પુજારી દ્વારા જીવથી મારી નાખવાની ધમકી મળી હોવાના આરોપો સામે આવ્યા હતા, ત્યારે હવે જવાહરલાલ નહેરુ યુનિવર્સીટીમાં વિદ્યાર્થી સંઘના નેતા ઉમર ખાલિદને પણ જીવથી મારી નાખવાની ધમકી મળી રહી છે.

03 1514920006 ap7 30 2017 000019b જીગ્નેશ મેવાણી બાદ JNUના વિદ્યાર્થી સંઘના નેતા ખાલિદને પણ મળી જીવથી મારી નાખવાની ધમકી

વિદ્યાર્થી સંઘના નેતાએ પોતાને મળી રહેલી ધમકીઓ અંગે જાણકરી આપતા કહ્યું, “ધમકી આપવાવાળાએ પોતાની ઓળખ ફરાર રહેલા ગેંગસ્ટર રવિ પુજારી બતાવી છે”.

ઉમર ખાલિદે શુક્રવારના રોજ દિલ્હી પોલીસનો સંપર્ક કરીને પોતાને ધમકી મળતી હોવાની ફરિયાદ નોધાવી છે, તેમજ તેઓએ ટ્વીટ કરીને પોલીસ સામે સુરક્ષા માટે માંગ પણ કરી છે. પોલીસ અધિકારીએ આ અંગે જણાવ્યું, “તેઓ આ મામલા અંગે તપાસ કરી રહ્યા છે.

ખાલિદે દલિત નેતા જીગ્નેશ મેવાણીને મળેલી ધમકીઓ અંગે પણ ટ્વીટ કર્યું છે. તેઓએ જણાવ્યું, “છેલ્લા ત્રણ દિવસોમાં મેવાણીને ત્રણ વાર જીવથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે જે વ્યક્તિએ મેવાણીને ધમકી આપી છે તેઓએ એ પણ બતાવ્યું છે કે, તેઓની યાદીમાં મારું નામ પણ શામેલ છે.

“પત્રકાર, કાર્યકર્તાઓ અને જે કોઈ પણ સરકાર વિરુધ બોલે છે તેઓને ધમકી આપવામાં આવી રહી છે, આ એક નિયમ બની ગયો છે”.

આ ઉપરાંત ખાલિદે વધુ એક ટ્વીટ કરતા કહ્યું, “મને અને મેવાણીને મળી રહેલી જીવથી મારવાની ધમકીઓના મામલે હું એ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોધાવી છે”.

ધમકી આપનાર વ્યક્તિએ મને કહ્યું છે કે, “હું તેઓની હિટ લિસ્ટમાં છું. મેં પોલીસ સામે સુરક્ષા માટે માંગ કરી છે. વધુમાં હું એ જણાવ્યું, “આ વ્યક્તિએ મને ફેબ્રુઆરી, ૨૦૧૬માં પણ જીવથી મારી નાખવાની ધમકી આપી હતી.

મહત્વનું છે કે, વર્ષ ૨૦૧૬માં ઉમર ખાલિદના પિતા સૈયદ કાસિમ ઇલ્યાસ રસૂલે પોલીસમાં ફરિયાદ નોધાવી હતી કે, “તેઓને એક કોલ આવ્યો હતો, જેમાં સામેવાળા વ્યક્તિએ કહ્યું, તેઓનો પુત્ર આ દેશ નહિ છોડે તો તેને જીવથી મારી નાખવામાં આવશે”.

આ કોલ એ સમયે આવ્યો હતો જયારે ઉમર ખાલિદ, કનૈયા કુમાર અને આનિરબાન ભટ્ટાચાર્ય દ્વારા અફજલ ગુરુને આપવામાં આવેલી ફાંસી વિરુધ JNUમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, ત્યારબાદ આ વિધાથી નેતાઓ વિરુધ દેશદ્રોહના આરોપો લાગ્યા હતા અને પોલીસ તેમની શોધખોળ કરી રહી હતી.