આજ કાલ સિંગાપુરની દુનિયાભરમાં ચર્ચા જોવા મળી રહી છે, કારણ કે તાજેતરમાં જ પીએમ મોદીએ સિંગાપુરના પ્રવાસે ગયા હતા. આ ઉપરાંત સિંગાપુરની ચર્ચાનું મુખ્ય કારણ ૧૨ જૂને અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન વચ્ચે થનારી હાઈ પ્રોફાઈલ બેઠક પણ છે.
આ ઐતિહાસિક બેઠક માટે ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યોઈ છે, સાથે સાથે સુરક્ષાના પણ પુખ્તા બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
જો કે દુનિયાભરમાં ચાલી રહેલી આ ચર્ચાઓ વચ્ચે સિંગાપુરમાં લિટલ ઇન્ડિયા વસે છે. એક તબક્કે આ વાતથી તમે અજાણ હોઈ શકો છો, પરંતુ આ એક સત્ય છે.
સિંગાપુરમાં એક વિસ્તારને છે જેણે લિટલ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં એક માર્કેટ આવેલું છે જ્યાં ૩૦૦ જેટલી ભારતીયોની દુકાનો છે. આ વિસ્તારમાં લાજપત નગર જેવો નજારો જોવા મળે છે.
લિટલ ઇન્ડિયા સિંગાપુરમાં નદી કિનારા પર સ્થિત છે. આ વિસ્તારમાં એક મંદિર પણ છે અને ભારતની જેમ જ દુકાનો સજાવેલી જોવા મળે છે. આ જે માર્કેટ છે જેને ટેક્કા માર્કેટના નામથી જાણવામાં આવે છે.
મહત્વનું છે કે, ૧૨ જૂનના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉનની ઐતિહાસિક બેઠક થવાની છે, આ પહેલા તેઓ રવિવારે સિંગાપુર પંહોચી ચુક્યા છે. સિંગાપુરના સેન્ટોસા દ્વીપ પર સ્થિત ફાઈવ સ્ટાર કૈપેલા હોટલમાં બંને નેતાઓ મુલાકાત કરવાના છે.