Controversy/ ક્ષત્રિય આંદોલનના નામે ક્ષત્રિય મહિલાઓ પાસે લાખો રૂપિયાની ઉઘરાણી કોણે કરી?

ગુજરાતમાં ભાજપના રાજકોટના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય આંદોલન થયું હતું. આ આંદોલનના નામે ક્ષત્રિય મહિલાઓ પાસેથી લાખો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હોવાના સમાચાર આવી રહ્યા છે.

Top Stories Gujarat Rajkot
Beginners guide to 34 ક્ષત્રિય આંદોલનના નામે ક્ષત્રિય મહિલાઓ પાસે લાખો રૂપિયાની ઉઘરાણી કોણે કરી?

રાજકોટઃ ગુજરાતમાં ભાજપના રાજકોટના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય આંદોલન થયું હતું. આ આંદોલનના નામે ક્ષત્રિય મહિલાઓ પાસેથી લાખો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હોવાના સમાચાર આવી રહ્યા છે.

ક્ષત્રિય આંદોલનમાં મહિલાઓને જોતરનારા પદ્મિની બા સામે જ હવે આરોપો મૂકવામાં આવી રહ્યા છે. તેમણે આ માટે સમાજની મહિલાઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ક્ષત્રિય આંદોલન પેટે 800 જેટલી ક્ષત્રિય મહિલાઓ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા હોવાના આરોપો કરવામાં આવી રહ્યા છે.

ક્ષત્રિય સમાજની મહિલાઓ પાસેથી આંદોલનના નામે વ્યક્તિ દીઠ હજારથી પણ વધુ રકમ પેટે લાખો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. આ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા તેનું શું થયું, આ રકમનો ખર્ચ ક્યાં થયો, આ લાખો રૂપિયા ક્યાં ગયા તેવા સંદેશાઓ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના વોટ્સએપમાં વાઇરલ થયા છે.

ક્ષત્રિય આંદોલનને વેગ આપવા સંકલન સમિતિની રચના કરવામાં આવી હતી અને તેના મહિલા ગ્રુપમાં સંદેશો વાઇરલ થયો હતો કે રાજકોટના વતની પદ્મિનીબાએ આંદોલન પેટે સમાજની મહિલાઓ પાસે હજારથી વધુ રકમ પડાવી નવ લાખથી વધુ રકમ ભેગી કરી લીધી છે. તેની સાથે આ રીતે ક્ષત્રિયોના નામે ચરી ખાતે મહિલાથી દૂર રહેવું તેવા સંદેશા પણ વોટ્સએપમાં ફરતાં થયા છે.

આ પ્રકારના સંદેશાઓ વાઇરલ થતાં પદ્મિનીબાએ સાઇબર ક્રાઇમમાં અરજી આપી આ બાબતને વખોડી કાઢી હતી. પદ્મિનીબાએ જણાવ્યું હતું કે સમાજમાં મને ખોટી રીતે બદનામ કરવા માટે આ પ્રકારના સંદેશાઓ વાઇરલ કરવામાં આવી રહ્યા છે.  તેમણે આવો મેસેજ વાઇરલ કરનારી વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહીની પણ માંગ કરી હતી. સાઇબર ક્રાઇમ વિભાગના પીઆઈએ જણાવ્યું હતું કે આ અંગે ઓનલાઇન અરજી મળી છે. હવે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

આમ ક્ષત્રિય આંદોલનમાં મહિલાઓને સક્રિય કરનારા પદ્મિનીબા પોતે જ સવાલોના ઘેરામાં મૂકાયા છે. સમાજના લાખો રૂપિયા લીધા હોવાનો આક્ષેપ તેમની સામે કરાયો છે. તેના પગલે આ આંદોલનમાં ક્ષત્રિયોના સ્વાભિમાન માટે રૂપિયા આપીને જોડાયેલી મહિલાઓ જાણે છેતરાયાની લાગણી અનુભવી રહી છે. તેમના લીધે આ બધાનો જવાબ પણ તેમણે આગામી સમયમાં આપવો પડી શકે તેમ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો:સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….