IPL 2024/ શુભમન ગિલને પહેલા મળી હાર, પછી મેચ બાદ IPL કાઉન્સિલે આપી કડક સજા

ચેન્નાઈ સામેની મેચ બાદ ભારતીય બેટ્સમેન શુભમન ગિલને IPL કાઉન્સિલે સજા ફટકારી છે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટનને પહેલા હાર મળી અને પછી તેને બેવડો ફટકો પડ્યો. તેના પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે.

Top Stories Sports
YouTube Thumbnail 2024 03 27T134006.421 શુભમન ગિલને પહેલા મળી હાર, પછી મેચ બાદ IPL કાઉન્સિલે આપી કડક સજા

IPL 2024 Shubman Gill Fined: IPL 2024 પહેલા જ ગુજરાત ટાઇટન્સ ટીમ મુશ્કેલીઓથી ઘેરાયેલી છે. હવે પ્રથમ મેચમાં જીત બાદ થોડો ઉત્સાહ પાછો ફર્યો હતો પરંતુ ટીમને ચેન્નાઈ સામે ખરાબ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. આટલું જ નહીં મેચ બાદ ટીમના યુવા કેપ્ટન શુભમન ગિલને પણ સજા ફટકારવામાં આવી હતી. આઈપીએલ કાઉન્સિલ દ્વારા IPL આચાર સંહિતા હેઠળ ગિલને દોષી ઠેરવવામાં આવ્યો હતો અને દંડ ફટકારવામાં આવ્યો હતો. આનાથી ગિલ પરનું દબાણ બમણું વધી ગયું હશે. પહેલા હાર અને હવે આ સજા ટીમની મુશ્કેલીઓ વધારી શકે છે.

જણાવી દઈએ કે શુભમન ગિલને ધીમી ઓવર રેટ માટે આ સજા મળી છે. તેને મેચ ફીમાંથી 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વર્તમાન IPLમાં આ પ્રકારનો આ પહેલો મામલો છે અને શુભમન ધીમા ઓવર રેટ માટે દોષિત ઠરેલો પહેલો કેપ્ટન છે. મંગળવારે ચેપોકમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ દરમિયાન ધીમી ઓવર રેટથી બોલિંગ કરવા બદલ તેને આ સજા મળી હતી.

IPLએ આ અંગે પોતાના નિવેદનમાં કહ્યું, ‘ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને ધીમી ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. IPL 2024ની 7મી મેચ દરમિયાન ચેપોકમાં રમાયેલી મેચ માટે આ દંડ લગાવવામાં આવ્યો છે. આ મામલામાં ટીમની આ પહેલી સજા છે, તેથી આઈપીએલ આચાર સંહિતા હેઠળ ગિલ પર 12 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.

શુભમન માટે કેપ્ટન તરીકે પ્રથમ સીઝન

શુભમન ગિલ વિશ્વની સૌથી મોટી લીગમાં પ્રથમ વખત કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેની શરૂઆત શાનદાર રહી હતી. પ્રથમ મેચમાં જ તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે જીત મેળવી હતી. પરંતુ બીજી મેચમાં CSK સામે તેનું બેટ કામ કરી શક્યું ન હતું. અહીં, બેટિંગ સિવાય, તે કેપ્ટનશિપમાં પણ શ્રેષ્ઠતા બતાવી શક્યો નહીં અને તેની ટીમ હારી ગઈ. મેચ બાદ આ દંડ તેમના માટે બેવડી મુસીબત લઈને આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે તે 31મી માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે કેવા મનોબળ સાથે ઉતરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે

આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે

આ પણ વાંચોઃ પત્ની ઘરે પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો મને સલાહ આપતા હતાઃ નીતિન પટેલ

આ પણ વાંચોઃ ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત