YouTube/ YouTubeએ ભારતમાંથી 22 લાખથી વધુ વીડિયો હટાવ્યા, શું છે કારણ

યુટ્યુબે ઓક્ટોબર થી ડિસેમ્બર 2023 સુધીની ગાઈડલાઈન્સ એન્ફોર્સમેન્ટનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં યુટ્યુબે વિશ્વના ઘણા દેશોમાંથી અસંખ્ય વીડિયો દૂર કર્યા છે. યુટ્યુબે તેમની……….

Tech & Auto
YouTube Thumbnail 2024 03 27T135759.182 YouTubeએ ભારતમાંથી 22 લાખથી વધુ વીડિયો હટાવ્યા, શું છે કારણ

Technology News: વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબ (YouTube)એ સમગ્ર વિશ્વમાં મોટી કાર્યવાહી કરી છે જેની સૌથી વધુ અસર ભારતમાં જોવા મળી હતી. YouTube તેના પ્લેટફોર્મ પરથી 22.5 લાખથી વધુ વીડિયો દૂર કર્યા હતા. કંપનીએ બ્લોગ પોસ્ટમાં વીડિયોને હટાવ્યા અંગેની માહિતી આપી હતી.

યુટ્યુબે ઓક્ટોબર થી ડિસેમ્બર 2023 સુધીની ગાઈડલાઈન્સ એન્ફોર્સમેન્ટનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં યુટ્યુબે વિશ્વના ઘણા દેશોમાંથી અસંખ્ય વીડિયો દૂર કર્યા છે. યુટ્યુબે તેમની ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરવા બદલ 90 લાખથી વધુ વિડિયો હટાવી મોટી કાર્યવાહી કરી છે. સૌથી વધુ વીડિયો ભારતના છે. યુટ્યુબે ભારતના 22 લાખ 54 હજાર 902 વીડિયો પ્લેટફોર્મ પરથી દૂર કર્યા છે. આ યાદીમાં ભારત પછી બીજો નંબર સિંગાપોરનો છે. જ્યા 12 લાખથી વધુ વીડિયો દૂર કર્યા છે. ત્રીજો દેશ અમેરિકા છે જ્યા 7 લાખથી વધુ હટાવ્યા છે.

યુટ્યુબ દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર 96 ટકા વીડિયોની ઓળખ ઓટોમેટિક ફ્લેગિંગ થકી કરવામાં આવી હતી. એટલે કે AI મશીન દ્વારા વીડિયોના રિવ્યૂ આપવામાં આવ્યા હતા.  યુટ્યુબની ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરનારા વીડ્યોની ઓળખ એક યૂઝરે કરી હતી. 52 લાખ વીડિયોની તપાસ સંસ્થા અને 4 વીડિયોની ઓળખ સરકારી એજન્સીઓ દ્વારા કરવામાં આવી હતી.

જે વીડિયોને દૂર કરવામાં આવ્યા તેના વ્યૂઅર્સ 51.15 ટકા વીડિયોના વ્યૂ ઝીરો હતા. 1.25 ટકા વીડિયો એવા હતા જેને 10 હજારથી વધુ વ્યુઝ મળ્યા હતા.

વીડિયો હટાવવાનું કારણ

યુટ્યુબે વીડિયો હટાવવાનું કારણ જણાવતા કહ્યું કે 39 ટકા વીડિયો ખતરનાક કે હાનિકારક હતા. 32 ટકા વીડિયો સુરક્ષાને લઈ હતા. 7.5 ટકા વીડિયો હિંસક કે અશ્લીલ જોવા મળ્યા હતા. કેટલાક વીડિયો એવા હતા જે યૌન સામગ્રી, ઉત્પીડન, ધમકાવું, હિંસા, ઉગ્રવાદને પ્રોત્સાહન આપવું વગેરે વીડિયોનો પણ સમાવેશ થતો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ કોંગ્રેસ બેઠકમાં આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર થશે ચર્ચા

આ પણ વાંચોઃ કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે

આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે