Not Set/ શું આપ હવામાં ટેક્સીની મજા માંણવા માંગો છો? તો આવી રહી છે આપની Wonder Car

વિશ્વભરમાં રોડ રસ્તા પર દોડતી કારની સંખ્યામાં દિવસેને દિવસે વધારો નોંધાઇ રહ્યો છે. આપણે બધા એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે ટેક્સીનો ઉપયોગ કરીએ છીએ. આ જ કારણ છે કે દુનિયાભરમાં ટેક્સીઓમાં વધારો જોવા મળ્યો છે. જેના કારણે દુનિયાભરમાં ટ્રાફિકની સમસ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેને પહોચી વળવા માટે બ્રિટેનની એક ટેક્સી સર્વિસ […]

Top Stories Tech & Auto
6D શું આપ હવામાં ટેક્સીની મજા માંણવા માંગો છો? તો આવી રહી છે આપની Wonder Car

વિશ્વભરમાં રોડ રસ્તા પર દોડતી કારની સંખ્યામાં દિવસેને દિવસે વધારો નોંધાઇ રહ્યો છે. આપણે બધા એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે ટેક્સીનો ઉપયોગ કરીએ છીએ. આ જ કારણ છે કે દુનિયાભરમાં ટેક્સીઓમાં વધારો જોવા મળ્યો છે. જેના કારણે દુનિયાભરમાં ટ્રાફિકની સમસ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેને પહોચી વળવા માટે બ્રિટેનની એક ટેક્સી સર્વિસ આગળ આવી છે. આપને જણાવી દઇએ કે, ઈગ્લેન્ડની એક કંપની 2022 સુધીમાં ઉડતી ટેક્સી શરૂ કરવા જઇ રહી છે. જેને લઇને કંપની ઘણી ઉત્સાહિત છે.

cw news 051019 antelope શું આપ હવામાં ટેક્સીની મજા માંણવા માંગો છો? તો આવી રહી છે આપની Wonder Car

બ્રિટેનની કંપનીનો દાવો છે કે આ ઉડતી ટેક્સીમાં એક પાયલોટ સિવાય ચાર લોકો સફર કરી શકશે. કંપની આ કામ 2016થી શરૂ કરી ચુકી છે, જેના માટે કંપની 28 એયરોસ્પેસ અને ટેકનીકલ એક્સપર્ટને નૌકરી પણ આપી ચુકી છે. કંપનીમાં એયરબસ, બોઇંગ, રોલ્સ રોયસ, માર્ટિન ડેટપૈક, જનરલ ઇલેક્ટ્રીકનાં લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટેક્સી બેટરીથી ચાલશે જેની કુલ ઝડપ 320 કિમી પ્રતિ કલાકની રહેશે.

All electric flying car takes off for 5 88239257 ver1.0 1280 720 શું આપ હવામાં ટેક્સીની મજા માંણવા માંગો છો? તો આવી રહી છે આપની Wonder Car

સૌથી મજેદાર વાત તો એ છે કે, આ ટેક્સીને ઉડાન ભરવા માટે કોઇ રનવેની જરૂર રહેશે નહી. એયરબસ અને ઉબેર જેવી કંપની પણ આ પ્રકારની ઉડતી ટેક્સીનાં પ્રોજેક્ટમાં કામ કરી રહી છે. આ કંપનીને સીધી એયરબસ અને ઉબેર જેવી કંપનીઓ સાથે કોમ્પિટિશન રહે તેવી પૂરી સંભાવનાઓ છે. આપ સમજી શકો છો કે કેવી રીતે દુનિયાભરની કંપનીઓ ભવિષ્યની શોધમાં આગળ વધી રહી છે.

20 New Volvo Flying Car 2020 Model Release Date શું આપ હવામાં ટેક્સીની મજા માંણવા માંગો છો? તો આવી રહી છે આપની Wonder Car

કોઇ પણ વિચાર સૌ પહેલા હસીનાં પાત્ર બનતુ હોય છે પરંતુ જ્યારે તે વિચાર પરિપૂર્ણ થાય છે ત્યારે હસતા ચહેરા ચોંકી જાય છે. દુનિયામાં ઘણી એવી શોધ થઇ ગઇ છે કે જેને જોયા બાદ આ ન થઇ શકે કે તે ન થઇ શકે કહેવુ હવે ખોટુ સાબિત થઇ શકે છે.