Not Set/ સ્વામી નિત્યાનંદ/ પૂર્વ શિષ્ય અને કેનેડા નિવાસી સારાહ લેન્દ્રીએ મંતવ્ય ન્યુઝના વિડીયો સોશિયલ મીડિયામાં કર્યા અપલોડ

છેલ્લા કેટલાંય દિવસોથી અમદાવાદના છેવાડે આવેલા સ્વામીઓ નિત્યાનંદના આશ્રમમાં બે યુવતીઓ ગુમ થવાને મામલે વિવાદ ચાલી રહ્યો છે. જે અંગે મંતવ્ય ન્યુઝની ચેનલ દ્વારા એક્સક્લુઝીવ ન્યુઝ અપડેટ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેના પડઘા લોકલ તો પડ્યા છે પંરતુ છેક વિદેશની ધરતી પર પણ પડ્યા છે. સ્વામી નિત્યાનંદના આશ્રમના ગોરખધંધા નો પર્દાફાશ  કરનાર મંતવ્ય ન્યુઝની નોધ […]

Top Stories Ahmedabad Gujarat
સારાહ લેન્દ્રી સ્વામી નિત્યાનંદ/ પૂર્વ શિષ્ય અને કેનેડા નિવાસી સારાહ લેન્દ્રીએ મંતવ્ય ન્યુઝના વિડીયો સોશિયલ મીડિયામાં કર્યા અપલોડ

છેલ્લા કેટલાંય દિવસોથી અમદાવાદના છેવાડે આવેલા સ્વામીઓ નિત્યાનંદના આશ્રમમાં બે યુવતીઓ ગુમ થવાને મામલે વિવાદ ચાલી રહ્યો છે. જે અંગે મંતવ્ય ન્યુઝની ચેનલ દ્વારા એક્સક્લુઝીવ ન્યુઝ અપડેટ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેના પડઘા લોકલ તો પડ્યા છે પંરતુ છેક વિદેશની ધરતી પર પણ પડ્યા છે.

સ્વામી નિત્યાનંદના આશ્રમના ગોરખધંધા નો પર્દાફાશ  કરનાર મંતવ્ય ન્યુઝની નોધ આંતરરાષ્ટ્રીય કક્ષાએ લેવાઈ, સ્વામી નિત્યાનંદ સામે મેદાને પડનાર તેની પૂર્વ શિષ્ય અને કેનેડામાં રહેતી સારાહ લેન્દ્રીએ mantavya ન્યુઝના સમાચારના વિડીયો અપલોડ કર્યા છે. જેને લઈને લાગી રહ્યું છે, માત્ર ભારત જ નહિ વિદેશની ધરતી પર પણ આ બાબાના કરતુતથી લોકો દાઝી ચુક્યા છે.

ચાલો જાણીએ વિવાદિત આશ્રમની અત્યાર સુધી નો ઘટનાક્રમ

અમદાવાદનાં હાથિજણ પાસે આવેલા હરિપુરામાં DPS સ્કૂલ સંકુલમાં, DPS દ્વારા સ્કૂલ કેમ્પસમાં જ ભાડાપટ્ટે આપવામાં આવેલી જગ્યા પર ચાલતા આશ્રમનો વિવાદ વકર્યો છે. અને આશ્રમ અને આશ્રમનાં સાધકો સહિત આશ્રમનાં મુખ્યા નિત્યાનંદ પર આશ્રમમાં રહેતા અને અભ્યાસ માટે મુકવામાં આવેલા બાળકોને લઇને ગંભીર પ્રકારનાં આક્ષેપો કરવામાં આવ્યા હતા. ગંભીર આક્ષેપો કરનાર બીજુ કોઇ નહીં પરંતુ આહીં રહીને આભ્યાસ કરતા બોળકોનાં માતા-પિતા છે. વર્ષો પૂર્વે માતા-પિતાના તમામ 4 સંતાનો આ આશ્રમમાં અભ્યાસ માટે દાખલ કરાવવામાં આવ્યા હતા. મુળ તો આ તમામ બાળકોને નિત્યાનંદ દ્વારા સંચાલિત કર્ણાટકનાં બેંગ્લુરૂનાં આશ્રમમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. સમગ્ર વિવાદ અને મસલો ત્યારે બહાર આવ્યો, જ્યારે બેંગ્લુરૂથી આ બાળકોને કોઇની જાણ વિના જ આમદાવાદ આશ્રમમાં સિફ્ટ કરી દેવામાં આવ્યા.

માતા-પિતા બાળકોને મળવા બેંગ્લુરુથી આવ્યા ત્યારે પહેલીવાર તેમને પોતાનાં બાળકોને મળવા દાવામાં ન આવ્યા, માતા-પિતા થોડા દિવસ પછી પાછા આવ્યા ત્યારે પણ તેમને  મળવા દેવામાં ન આવ્યા, માતા-પિતાનાં બધા જ સંતાનો આ આશ્રમમાં હોઇ માતા-પિતા મજબૂરીવસ ફરી ત્રીજી વખત આમદાવાદનાં નિત્યાનંદ આશ્રમ ખાતે પોતાનાં બાળકોને મળવા આવ્યા, આ વખતા આશ્રમવાળા દ્વારા ખરાબ વર્તન સાથે માતા પિતાને બાળકોને મળવા દેવાની ચોખ્ખા મનાઇ કરી દેવામાં આવી અને વારંવાર મળવા આવવા બદલ આવુ ન કરવા ઘમકાવવામાં પણ આવ્યા. માતા-પિતા દ્વારા આ મામલો પેચીદો લાગતા અમદાવાદ પોલીસની મદદ માંગવામાં આવી હતી. પરંતુ ત્યારે કશું આગળ વધી શક્યું ન હોતું.

માતા પિતા દ્વારા ફરી ચોથી વખત પોતાનાં બાળકોને મળવાના આગ્ર સાથે આશ્રમની મુલાકાત લેવામાં આવી અને લાંબી માથાફૂટ બાદ પોતાનાં બે સગીર બાળકોને માતા-પિતાને સોંપવામાં આવી, તો એક પુખ્તવયની દિકરી સાથે તો મુલાકાત ન જ કરવા દેવામાં આવી. માત-પિતા ફરી પાંચમી વખત બનેં સગીર બાળકો સાથે પોતાની મોટી દિકરીને મળવા માટે આશ્રમ આવ્યા, પૂર્વોત્તર રીતે ફરી માતા-પિતાને પોતાની મોટી દિકરી(સગીર બાળકોની મોટી બહેન)ને મળવા દેવામાં ન આવ્યા.

આ વખતે માતા-પિતા સાથે પૂર્વે આશ્રમ દ્વારા સોંપવામાં આવેલા બે બાળકો પણ હતા. બાળકો દ્વાર આશ્રમ વિશે જે મહિતી આપવામાં આવી હતી, તે જોતા માતા-પિતા દ્વાર આશ્રમ સામે ગંભીર પ્રકારનાં આરોપો લગાવવામાં આવ્યા અને દિકરીઓને ગુમ કરી દેવાનાં, તેના પર શારીરીક શોષણ કરવામાં આવતુ હોવાની આશંકાનાં તેમજ કદાચ પોતાની મોટી પુત્રીઓની હત્યા પણ કરી દેવામાં આવી હોવાનાં આરોપો કરવામાં આવ્યા. સગીર વયનાં બે બાળકો જે આશ્રમ દ્વારા પાછા સોંપવામાં આવ્યા હતા, તે બાળકો દ્વારા આશ્રમમાં પોતાને કેવુ વિચીત્ર પ્રકારનું કામ કરાવવામાં આવે છે અને અડધી રાત્રે ઉંઘમાંથી જગાડી શું શું કરાવવામાં આવે છે. તે જણાવવા સાથે સાથે આશ્રમ દ્વારા બાળકોને ઉપયોગ આશ્રમ માટે ભંડોળ(પૈસા) એકઠા કરવાનું અને સોશિયલ મીડિયાનાં માધ્યમથી નિત્યાનંદનું માર્કેટીંગ કરવામાં કરવા આવતો હોવાની વાત પણ કહેવામાં આવી અને તે બે બાળકો સિવાય આવા જ અન્ય 40 જેટલા બાળકો હોવાનો ખુલાશો પણ આપવામાં આવ્યો. બાળકો દ્વારા માતા-પિતાની આશંકાઓને પુષ્ટી મળતા, માતા-પિતા માટે હવે મામલો હદબારનો ગંભીર થઇ ગયો હતો.

પાંચમી વખત માતા-પિતા દ્વારા આ મામલે માધ્યમોની સાથે ઉજાગર કરવામાં આવ્યો, કારણ કે પહેલા પોલીસ દ્વારા પણ મામલો પતી જશે તેવા દ્રષ્ટીકોણ સાથે વધુ ઘ્યાન આપવામાં ન પણ આવ્યું હોય. પોલીસ પણ આ વખતે(પાંચમી વખત) આશ્રમ પહોંચી. પોલીસને પણ આશ્રમનાં કડવા અનુભવોનો શિકાર થવું પડ્યું. આશ્રમ સત્તાવાળા દ્વારા પોલીસને પણ આશ્રમમાં ખાસી કલાકો સુધી પ્રવેશ કરવા દેવામાં ન આવ્યો. પોલીસની સાથે સાથે બાળકોનો મામલો  હોવાથી ચાઇલ્ડ વાલ્ફેર સોસાયટીનાં સભ્યો પણ આશ્રમ પહોંચી ગયા હતા. પહેલા તો આશ્રમ દ્વારા કોઇને ગણકારવામાં જ ન આવ્યા અને પોલીસ અને માત-પિતા, ચાઇલ્ડ વેલફેરની ટીમ, માધ્યમો સહિતનાં આશ્રમ પ્રવેશ માટે મથતા રહ્યા, મોડી રાત્રે શરૂ થયેલા આ ડ્રામામાં મોડી સવારે પોલીસ અને ચાઇલ્ડ વેલ્ફેરની ટીમને આશ્રમમાં પ્રવેશ આપવામાં આવ્યો. માતા-પિતાને તો પ્રવેશ આપવામાં તો પણ ન જ આવ્યો કે ન તો તેની પુત્રીઓને મળવા દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી માસની શરૂઆતમાં તમામ બાળકોને બેંગ્લુરૂથી અમદાવાદ સિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારથી માતા-પિતા દ્વારા પોતાનાં ચાર સંતાનો પૈકી 3ને મળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. આપને જણાવી દઇએ કે માતા-પિતાનાં 2 સંતાનોમાં એક દિકરો અને એક સગીર દિકરી સહિત બે પુખ્ત વયની દિકરી સામેલ છે. એક દિકરીતો છેલ્લા દોઢ વર્ષથી ક્યાં છે તેની માતા પિતાને જાણજ નથી, આશ્રમ પણ કોઇ જાણકારી આપી રહ્યું નથી. બાકીનાં 3 સંતાનો એક પુખ્તવયની દિકરી અને સગીર દિકરી-દિકરો બેંગ્લુરૂથી સિફ્ટ કરવામાં આવ્યા હતા. અને બે સગીર બાળકોને લાંબી બબાલ બાદ સગીર હોવાથી છોડી દેવામાં આવ્યા કે. માતા-પિતાની ચોથી મુલાકાતમાં પાછા સોંપી દેવામાં આવ્યા હતા. એક પુખ્ત દિકરીને મળવા માટે માતા-પિતા પાંચમી વખત આવ્યા અને પોતાની દિકરીને મળવા દેવામાં ન આવતા સમગ્ર મામલો બહાર આવ્યો.

એ પણ ઉલ્લેખનીય છે કે, માતા-પિતામાં પિતા જનાર્દન પોતે પણ આ સંસ્થામાં નોકરી કરી ચૂક્યા છે અને આશ્રમ માટે વિવિધ પ્રકારનું પ્રોપેગેન્ડા પણ કરી ચૂક્યા છે. પોતાનાં સંતાનોને ભારતીય સંસ્કૃતી અનુસાર સંસ્કાર અને શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે આશ્રમમાં ભરતી કરાવ્યા હતા. જો કે, આશ્રમ સાથે કોઇ વિવાદ થતા પિતા દ્વારા આશ્રમની નોકરી છોડી દેવામાં આવી હતી. (આશ્રમ દ્વારા ભષ્ટાચારનાં આક્ષેપ સાથે તેના હાકી કાઢવામાં આવ્યાનું બાદમાં કહેવામાં આવ્યું હતું)

પોલીસ અને ચાઇલ્ડ વેલ્ફેર જેને લાંબી રાહ બાદ આશ્રમમાં પ્રવેશ કરવા દેવામાં આવ્યો હતો, તેને પોતાની પ્રાથમિક તપાસ કરી અને રિપોર્ટમાં કોઇ વાંધા જનક વસ્તું લાગતી નથી તેથી આશ્રમને ક્લિન ચીટ પણ આપી દીધી હતી. બાદમાં માતા-પિતા અને આશ્રમમાંથી પરત સોંપવામાં આવેલા બે બાળકો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને લઇને ફરી વાર સ્થળ તપાસ કરવામાં આવતા, આશ્રમનું રજીસ્ટ્રેશન નથી, આશ્રમ DPS સ્કૂલનાં કેમ્પસમાં ચાલી રહ્યું છે, CCTVનાં ફૂટેજો, બાળકોનાં પ્રાથમિક નિવેદનો અને બાળકોને જ્યા રાત્રે લઇ જેવામાં આવતા હતા તે પુષ્પક સોસાયટીનાં મકાનની વિગતો જેવા સંલગ્ન પુરાવા સાથે નિત્યાનંદ આશ્રમ સામે FIR નોંધવામાં આવી હતી.

આ દરમિાયાન માતા-પિતા દ્વારા પોતાની આશ્રમમાં હતી તે પુત્રી અને ગાયબ થઇ ગયેલી પુત્રીને મળવા માટેની પ્રક્રિયા માટે માતા-પિતા દ્વારા ગુજરાત હાઇકોર્ટનું શરણ લેવામા આવ્યું અને હાઇકોર્ટમાં હેબીર્યસ કોર્પસ ફાઇલ કરવામાં આવી અને હાઇકોર્ટ દ્વારા હેબીર્યસ કોર્પસની સુનાવણી બાદ પોલીસને નોટીસ ફટકારવામાં આવી છે. આ મામલે વધુ સુનાવણી 26 નવેમ્બરે હાથ ધરવામાં આવશે.

પોલીસ દ્વારા નોંધવમાં આવેલી FIR બાદ બુધવારે આશ્રમની બે સંચાલીકાઓ તત્વપ્રિય અને પ્રાણપ્રિયા પોલીસે સગીરો સાથે દુર્વ્યવહાર બદલ ધરપકડ કરી હતી.બનેં સંચાલીકાને અમદાવાદની મેટ્રો કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવી હતી. નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલો વધુ તપાસની જરૂર હોઇ બંને મહિલા આરોપીઓની પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ 10 દિવસની રિમાન્ડની માંગણી કરવામં આવી હતી. જો કે, કોર્ટ દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગણી ન  કરવામાં આવતા બનેં આરોપીનાં 5 દિવસનાં રિમાન્ડ મંજૂર  કરવામાં આવ્યા છે.

સમગ્ર મામલો આમતો પાછલા પાંચ દિવસથી ચાલી રહ્યો છે. ત્યારે આ મામલમાં વિવાદનું મુળ કારણ છે તે જનાર્દન શર્માની આશ્રમમાં હતી તે પુત્રી અને દોઢ વર્ષથી કોઇ ખબર નથી તે ગુમસુધા પુત્રીઓ દ્વારા વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા. તમામ વીડિયોમાં પુત્રી દ્વારા ઉલટાનો માતા-પિતા પર ગંભીર પ્રકારનાં આક્ષેપો કરવામાં આવ્યા હતા. અને પોતે પોતાની મરજીથી આશ્રમમાં અને નિત્યાનંદની સાથે રહે છે તે વાતને પુષ્ટી આપવામાં આવી છે. પુત્રીઓનું વીડિયો દ્વારા કહેવુ છે કે, તે પોતાનાં માતા-પિતા સાથે જવા માંગતી નથી. સાથે સાથે જ બનેં પુત્રી દ્વારા પિતા અને માતા પર ગંભીર પ્રકારનાં આરોપો લગાવવામા આવ્યા છે. તે બને હાલ કોઇ પ્રવાસમાં બહાર છે અને આવશે એટલે સામે આવશે તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક પુત્રી દ્વારા PM મોદીને પણ આ મામલે મદદ કરવાની માંગ કરવામાં આવી છે.

ઘટના ચક્રની સાથે સાથે અનેક હકીકતો સામે આવી છે અને DPS સ્કૂલની પણ પોલ ખુલી પડી છે, જો કે, DPS દ્વારા આશ્રમ ખાલી કરી દેવાની નોટીસ આપી દેવામાં આવી છે. તો સાથે સાથે સમગ્ર મામલામાં અમિતાભ શાહ નામક વ્યક્તિ ઇન્વોલ્વ હોવાની વાત પણ જાણવામાં આવી રહી છે. તો આ સાથે જ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા શક્તિસિંહ દ્વારા આ મામલે ગુજરાતનાં એક IAS ઓફિસરની સામેલગીરી હોવાનું ટ્વિટ કરવામાં આવ્યું છે અને માધ્યમો અને તપાસ એજન્સી સત્ય શોધી કાઢશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ મામલે આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.