Not Set/ ફુટબોલના દિગ્ગજ મહાન ખેલાડી પેલે ફરીવાર હોસ્પિટલમાં એડમીટ

આ મહિનાની શરૂઆતમાં પેલેની કોલોન ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ મંગળવારે તેને આઈસીયુમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા

Top Stories Sports
ELE ફુટબોલના દિગ્ગજ મહાન ખેલાડી પેલે ફરીવાર હોસ્પિટલમાં એડમીટ

બ્રાઝીલીયન ફૂટબોલ મહાન પેલે થોડા દિવસો પહેલા હોસ્પિટલમાં એડમRટ હતા ત્યાં તેમની સફળ ઓપરેશન કર્યા હતાં ઘરે પરત ફર્યા હતા,બાદમાં પેલેની તબિયત સારી ન હોવાથી તેમને ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને આલ્બર્ટ આઈન્સ્ટાઈન હોસ્પિટલના આઈસીયુમાં રાખવામાં આવ્યા છે અને સઘન સંભાળમાં છે. ડોક્ટરે કહ્યું કે પેલેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, હવે તેમની સ્થિતિ સ્થિર છે.

આ મહિનાની શરૂઆતમાં પેલેની કોલોન ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ મંગળવારે તેને આઈસીયુમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ઘરે જવાની મંજૂરી આપવામાં આવી.બાદમાં તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને સત્વરે હોસ્પિટલમાં દાખળ કરવામાં આવ્યાં હતા.

આ પછી તેમણે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે મારા મિત્રો, હું દરેક પસાર થતા દિવસ સાથે થોડું સારું અનુભવું છું. હું ફરીથી રમવા માટે આતુર છું પરંતુ મને સ્વસ્થ થવામાં હજુ થોડા દિવસો લાગશે. પોસ્ટમાં આગળ લખ્યું છે કે પ્રેમાળ સંદેશાઓ માટે ફરીથી આપ સૌનો આભાર માનું છું અમે ટૂંક સમયમાં ફરી સાથે હોઈશું.

બ્રાઝિલ સાથે 1958, 1962 અને 1970 વર્લ્ડ કપ જીત્યા બાદ, પેલે સર્વકાલીન મહાન રહ્યા અને 12 મેચમાં 77 ગોલ સાથે તેમના દેશના ટોચના ગોલ સ્કોરર છે. ચાહકો સોશિયલ મીડિયા પર તેને જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી રહ્યા છે.