મોટા સમાચાર/ 15 સપ્ટેમ્બર સુધી ED ડાયરેક્ટર તરીકે યથાવત રહેશે સંજય મિશ્રા:સુપ્રીમ કોર્ટ

ED ડાયરેક્ટર સંજય મિશ્રાના કાર્યકાળને વધુ લંબાવવો જોઈએ. પરંતુ હાલ માટે કોર્ટે આ વર્ષે 15 સપ્ટેમ્બર સુધી જ એક્સટેન્શન આપ્યું છે.

Top Stories India
3 54 15 સપ્ટેમ્બર સુધી ED ડાયરેક્ટર તરીકે યથાવત રહેશે સંજય મિશ્રા:સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે મોદી સરકારની માગને સ્વીકારી લીધી છે જ્યાં માગ કરવામાં આવી હતી કે ED ડાયરેક્ટર સંજય મિશ્રાના કાર્યકાળને વધુ લંબાવવો જોઈએ. પરંતુ હાલ માટે કોર્ટે આ વર્ષે 15 સપ્ટેમ્બર સુધી જ એક્સટેન્શન આપ્યું છે.હકીકતમાં કેન્દ્ર સરકારે સંજય મિશ્રાના કાર્યકાળને વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જો કે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આકરી ટીપ્પણી કરી હતી અને એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે શું વિભાગ અસમર્થ અધિકારીઓથી ભરેલો છે?

કેન્દ્ર સરકાર ઇચ્છતી હતી કે કોર્ટ મુદ્દત 15 ઓક્ટોબર સુધી લંબાવે, પરંતુ હાલ માટે સુપ્રીમ કોર્ટે માત્ર 15 સપ્ટેમ્બર સુધી મુદત લંબાવી છે.

અત્રે એ જાણવું જરૂરી છે કે આ પહેલા સુપ્રીમ કોર્ટે ED ડાયરેક્ટર સંજય મિશ્રાનો કાર્યકાળ 110 દિવસ ઓછો કર્યો હતો. એવો આગ્રહ રાખવામાં આવ્યો હતો કે સંજય મિશ્રા 31મી જુલાઈ સુધી જ ED ડિરેક્ટર તરીકે ચાલુ રહી શકે છે. પરંતુ ત્યારબાદ સરકારે અપીલ કરી કે નવા ડિરેક્ટરને શોધવા માટે થોડો સમય આપવો જોઈએ, આ સ્થિતિમાં કાર્યકાળ 15 ઓક્ટોબર સુધી લંબાવવો જોઈએ. પરંતુ સુપ્રીમ કોર્ટે હવે 15 સપ્ટેમ્બર સુધી જ રાહત આપી છે.

આ પણ વાંચો: સીએમ અશોક ગેહલોતે વડાપ્રધાનના નિવેદન પર કર્યો પલટવાર, કહ્યું- શું મોદીજી ઘભરાઈ ગયા છે?

આ પણ વાંચો:રાહુલ ગાંધીએ મણિપુર મુદ્દે પીએમ મોદી પર સાધ્યું નિશાન, કહ્યું- RSSના કેટલાક પસંદગીના લોકોના વડાપ્રધાન છે

આ પણ વાંચો:સીમા-અંજુથી પણ આગળ છે ગુલઝારની લવ સ્ટોરી, આ રીતે પ્રેમિકાને મળ્યા પાકિસ્તાનથી ભારત પહોંચ્યો

આ પણ વાંચો: PM મોદીના ભાષણમાં લાલ ડાયરીનો પડઘોઃ કહ્યું- ડાયરીમાં નોંધાયેલા કોંગ્રેસના કારનામા, પાના…