લોકસભાની ચૂંટણીમાં બંપર જીત મેળવ્યા બાદ PM મોદી પ્રથમવાર ગુજરાતમાં આવ્યા છે.
Gujarat: Prime Minister Narendra Modi arrives at Ahmedabad Airport (Sardar Vallabhbhai Patel International Airport). pic.twitter.com/xGzuakPmTY
— ANI (@ANI) May 26, 2019
PM મોદી અને અમીત શાહે એરપોર્ટ પહોચ્યા બાદ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી હતી. પોતાના ગૃહ રાજ્યની પ્રથમ યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદી પોતાની માતા હીરાબાને ઘરે મળવા જશે.
Gujarat: Prime Minister Narendra Modi pays tribute to Sardar Vallabhbhai Patel's statue near the Ahmedabad Airport. BJP President Amit Shah and Gujarat CM VIjay Rupani also present. pic.twitter.com/QdP1FinnCd
— ANI (@ANI) May 26, 2019
નરેન્દ્ર મોદી અને અમીત શાહ અમદાવાદમાં રવિવારે લગભગ 6 વાગે પહોચ્યા. જ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત પાર્ટીનાં કાર્યકર્તાએએ તેમનુ સ્વાગત કર્યુ. PM મોદી અને અમીત શાહ એરપોર્ટથી સીધા ખાનપુર વિસ્તાર સ્થિત પાર્ટી કાર્યાલય પહોચ્યા, જ્યા તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ. આપને જણાવી દઇએ કે, સુરતની ગોઝારી ઘટના બાદ ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા આજનો સમગ્ર કાર્યક્રમ સાદગીપૂર્ણ કરવામાં આવશે તેવો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
PM મોદી જાહેરસભાને સંબોધ્યા બાદ રાજભવનમાં રાત્રી રોકાણ કરશે અને ત્યારબાદ સોમવારે સવારે દિલ્હી પરત થશે. નવી સરકારની શરૂઆત પહેલા PM મોદી ગાંધીનગરમાં તેમની માતાને મળવા જશે અને આશીર્વાદ લેશે.
CM રૂપાણીએ નરેન્દ્ર મોદીનું ખેસ પહેરાવી સ્વાગત કર્યુ. તેમણે કોઈ પણ પ્રકારનાં તામઝામ વગર સાદગીથી માત્ર ખેસ પહેરાવી મોદીનું અભિવાદન કર્યું. CM રૂપાણીએ મોદી અને શાહની જોડીને આપણા દેશનાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોખંડી પુરુષ કહેવાતા સરદાર વલ્લભભાઇ સાથે સરખાવી.
BJP President Amit Shah in Ahmedabad: After winning 26 seats (in Gujarat) Narendra bhai has come here, please shout loud so that the voice reaches West Bengal. pic.twitter.com/ij3CUuPTXD
— ANI (@ANI) May 26, 2019
પાર્ટી અધ્યક્ષ અમીત શાહે જનતાનાં આશીર્વાદ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો. અમીત શાહે કહ્યુ કે, નરેન્દ્રભાઇએ ઘરે ઘરે પાણી પહોચાડવાનું કામ કર્યુ છે. સાથે તેમણે સુરતમાં બનેલી ઘટના બદલ દુખ પણ વ્યક્ત કર્યુ.
