Not Set/ Ind vs Aus: રોમાંચક પ્રથમ T-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ચાર રનથી હરાવ્યું

અમદાવાદ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનમાં રમાયેલી પ્રથમ T-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ચાર રનથી હરાવી દીધું છે. આ જીત સાથે જ ત્રણ T-20 મેચોની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જયારે ઓસ્ટ્રેલિયા પ્રથમ બેટિંગ કરવા ઉતર્યું હતું. ત્યારે તેની ઈનિંગમાં 16.1 […]

Top Stories Trending Sports
Ind vs Aus: Australia beat India by four runs in thrilling first T-20 match

અમદાવાદ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનમાં રમાયેલી પ્રથમ T-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ચાર રનથી હરાવી દીધું છે. આ જીત સાથે જ ત્રણ T-20 મેચોની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

આ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જયારે ઓસ્ટ્રેલિયા પ્રથમ બેટિંગ કરવા ઉતર્યું હતું. ત્યારે તેની ઈનિંગમાં 16.1 ઓવર થઈ હતી ત્યારે મેચમાં વરસાદે વિઘ્ન પાડ્યું હતું. વરસાદ પડ્યા પછી આ મેચની ઓવરો ઘટાડીને 17-17 ઓવરની કરી દેવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલાં બેટિંગ કરતા 17 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ૧૫૮ રન બનાવી લીધા હતા.

Ind vs Aus: Australia beat India by four runs in the thrilling first T-20 match
mantavyanews.com

આ દરમિયાન ડકવર્થ લુઈસના નિયમના આધારે ભારતને જીતવા માટે ૧૭૪ રનનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું. જેના જવાબમાં ભારતીય ટીમ 17 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને ૧૬૯ રન બનાવી શકી હતી. જેના કારણે પહેલી ટી-20 મેચમાં ભારતે ચાર રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતના ઓપનર રોહિત શર્મા 07 રન બનાવીને બેહરનડ્રોફની બોલિંગમાં એરોન ફીન્ચને કેચ આપી બેઠો હતો, જેનાથી ભારતને પ્રથમ ઝટકો લાગ્યો હતો. આ પછી એડમ જમ્પાએ કે.એલ. રાહુલને 13 રનના સ્કોર પર વિકેટકીપર કેરીના હાથે સ્ટંપ આઉટ કરાવ્યો હતો. આ પછી એડમ જમ્પાએ ભારતને સૌથી મોટો ઝટકો આપતા કેપ્ટન વિરાટ કોહલીને ક્રિસ લિનના હાથોમાં કેચ આઉટ કરાવ્યો હતો. વિરાટ કોહલી ફક્ત ચાર રન જ બનાવી શક્યો હતો.

Ind vs Aus: Australia beat India by four runs in the thrilling first T-20 match
mantavyanews.com

આ પછી બેન સ્ટેનલિકે સેટ થઈ ગયેલા બેટ્સમેન શિખર ધવનને પોતાના અંગત ૭૬ રનના સ્કોર પર બેહરનડ્રોફના હાથે કેચ આઉટ કરાવીને ચોથો ઝટકો આપ્યો હતો. ત્યાર બાદ રિષભ પંત 20 રન બનાવીને એન્ડ્ર્યુ ટાઈની બોલિંગમાં કેચ આઉટ થઈ ગયો હતો.

પંતના આઉટ થયા પછી કૃણાલ પંડ્યા પણ બે રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ પછી દબાણમાં આવી ગયેલ દિનેશ કાર્તિક તેની પછીના બોલમાં સ્ટોઇનિસની બોલિંગમાં બેહરનડ્રોફના હાથોમાં કેચ આપી બેઠો હતો. દિનેશ કાર્તિકે 13 બોલમાં 30 રન બનાવ્યા હતા.

વરસાદના લીધે મેચ 17-17 ઓવરની કરાઈ

ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન 16.1 ઓવર થઈ હતી ત્યારે વરસાદ પડ્યો હતો. જેના કારણે મેચને અટકાવી દેવાની ફરજ પડી હતી. આ વરસાદ બંધ થયો ત્યારે મેચની ઓવરોને ઘટાડી દેવામાં આવી અને મેચને 17-17 ઓવરની કરી દેવામાં આવી હતી.

કુલદીપે આપ્યો બેવડો ઝટકો

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પાંચમી ઓવર ફેંકવાની જવાબદારી ખલીલ અહમદને સોંપી હતી. ડાર્સી શોર્ટ (07 રન)એ આ ઓવરના પહેલા જ બોલ પર મોટો ફટકો મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ વધુ ઉંચે જતો રહ્યો હતો અને કુલદીપ યાદવે એક સારો કેચ પકડી લીધો હતો.

Ind vs Aus: Australia beat India by four runs in the thrilling first T-20 match
mantavyanews.com

આ પછી કુલદીપ યાદવે 27 રન ઉપર રમી રહેલા એરોન ફિન્ચને ચકમો આપીને તેને આઉટ કરી દીધો હતો. ખલીલ અહમદે તેનો કેચ પકડ્યો હતો. આ પછીની ઓવરમાં કુલદીપ યાદવે ખતરનાક બની રહેલા ક્રિસ લિન(37 રન)ને કોટ એન્ડ બોલ્ડ આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને ત્રીજો ઝટકો આપ્યો હતો.

વરસાદ પછી જયારે ફરીથી રમત શરૂ થઈ ત્યારે પહેલાં જ બોલ પર બુમરાહે મેકસવેલ (46 રન)ને ભુવનેશ્વર કુમારના હાથમાં કેચ કરાવીને પેવેલિયન મોકલી આપ્યો હતો.