જામનગર/ ‘અગ્નિપથ યોજના’ની જવાળાઓ પહોંચી જામનગર સુધી : આર્મી વિદ્યાર્થીઓનો વિરોધ

મોટી સંખ્યાઓમાં વિદ્યાર્થીઓ મિલિટરી AROને રજુઆત કરવા પહોંચ્યા હતા અને રીટર્ન પરિક્ષા નહિ લેવાતા આર્મી વિદ્યાર્થીઓ નારાજ થયા છે.

Top Stories Gujarat Others
અગ્નિપથ

ભારત સરકાર અગ્નિપથ યોજના માટે પુરી તૈયારી સાથે મેદાનમાં ઉતરી છે, આ યોજનાથી યુવાનોને દેશની સેવા કરવાનો મોકો અને રોજગાર પણ મળી રહેશે પરંતુ આ યોજનાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. આ વિરોધ હવે સૌરાષ્ટ્રભરમાં પણ થઇ રહ્યો છે. આજે તો જામનગરનાં યુવાનો પણ રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને તેમને જામનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યાઓમાં વિદ્યાર્થીઓ મિલિટરી AROને રજુઆત કરવા પહોંચ્યા હતા અને રીટર્ન પરિક્ષા નહિ લેવાતા આર્મી વિદ્યાર્થીઓ નારાજ થયા છે. વિદ્યાર્થીઓનું ટોળું આક્રમક મુદ્દ્રામાં હોવાથી જામનગર શહેર પોલીસ ઘટના સ્થલી પહોચી હતી અને કાયદો વ્યવસ્થા જાળવવા કાર્યવાહી હાથ ધરી હતી. હાલ આ આંદોલન ચાલી રહ્યું છે.

અગ્નિપથ

ઊલ્લેખનીય છે કે ‘અગ્નિપથ યોજના’ હેઠળ આર્મી, નેવી અને એરફોર્સમાં સૈનિકોની ભરતી થશે. તેમનો રેન્ક હાલના રેન્કથી અલગ હશે અને તેમને ‘અગ્નવીર’ કહેવામાં આવશે. આ યોજના હેઠળ દર વર્ષે લગભગ 40-45 હજાર યુવાનોને સેનામાં સામેલ કરવામાં આવશે. આ યુવાનોની ઉંમર સાડા 17 વર્ષથી લઈને 21 વર્ષની વચ્ચે હશે. 90 દિવસમાં સેનામાં ભરતી માટે પ્રથમ ભરતીની પ્રક્રિયા યોજાશે ય પ્રારંભિક તબક્કામાં આર્મી માટે 40000, નેવી માટે 3000 અને એરફોર્સ માટે 3,500ની ભરતી થશે. દેશના કેટલાક ભાગોમાં અગ્નિપથ યોજનાનો વિરોધ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે માત્ર 4 વર્ષમાં જ નોકરીની તક મળશે, તે પછી શું થશે? આના જવાબમાં સરકાર કહે છે કે મોટાભાગના યુવાનો 12મા પછી કૌશલ્યની તાલીમ અથવા ઉચ્ચ શિક્ષણ લે છે અને પછી નોકરી શોધે છે. અમે યુવાનોને એક સાથે ત્રણ તક આપી રહ્યા છીએ. તેમને સારો પગાર મળશે, ચાર વર્ષમાં સારું બેંક બેલેન્સ હશે. આ સાથે તેમને નોકરી દરમિયાન કૌશલ્યની તાલીમ પણ આપવામાં આવશે.

અગ્નિપથ

તેઓને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ આપવામાં આવતી ઔપચારિક તાલીમ માટે ક્રેડિટ પોઈન્ટ્સ મળશે. તેમાંથી તેઓ ચાર વર્ષ પછી ઉચ્ચ શિક્ષણ લઈ શકશે. ચાર વર્ષ સેનામાં રહ્યા બાદ તે વધુ આત્મવિશ્વાસ સાથે બહાર જશે. અંતે મામલો પૈસા સુધી આવે છે. બેરોજગારીના સંદર્ભમાં અગ્નિવીરને જે પગાર આપવામાં આવશે તે બરાબર છે. 4 વર્ષની નોકરીમાં કુલ 23 લાખ 43 હજાર 160 રૂપિયા મળશે. જેમાં દર મહિનાના પગાર ઉપરાંત નિવૃત્તિ ફંડ પણ સામેલ છે. જો સેવા દરમિયાન કોઈ અગ્નિવીર વીરગતિ પ્રાપ્ત કરશે તો તેના પરિવારને એક કરોડની સહાય રકમ મળશે. આ સાથે અગ્નિવીરની બાકીની સેવાનો પગાર પણ પરિવારને મળશે. બીજી તરફ, જો અગ્નવીર સેવા દરમિયાન અક્ષમ થઈ જાય છે, તો તેને 44 લાખની રકમ આપવામાં આવશે અને બાકીની સેવાનો પગાર પણ મળશે. યુવાનોની સૌથી મોટી ચિંતા એ છે કે તેઓ ચાર વર્ષ પછી શું કરશે? ચાર વર્ષ પછી તેઓ ફરીથી બેરોજગાર થઈ જશે અને તેમને ન તો પગાર મળશે કે ન પેન્શન.

અગ્નિપથ

આ પણ વાંચો :  ૯૦% કિસ્સામાં ટ્રાફિક આવેરનેસ નહીં હોવાથી અકસ્માતો સર્જાતા હોય છે : ભાવનગર એસપી