Not Set/ #DelhiAssemblyElectionResult2020/ શરુઆતી વલણમાં આપ આગળ પણ ભાજપે પાયા હચમચાવ્યા

દિલ્હી શરુઆતી વલણોમાં કેજરીવાલનો કામણ ચાલતો દેખાય રહ્યો છે અને લગભગ 53 સીટો પર આગળ ચાલી રહી છે જ્યારે અપેક્ષીત પરિણામો કરતા ભાજપ વધારે સારો દેખાવ કરતા 17 સીટ પર આગળ જોવામાં આવી રહી છે. જ્યારે કોંગ્રેસનાં આ વખતે પણ ખાતું ખોલવામાં તકલીફ પડશે તેવો વલણીય જનાદેશ જોવામાં આવી રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં કોણ […]

Top Stories Gujarat Assembly Election 2022 India
dl ele 1 #DelhiAssemblyElectionResult2020/ શરુઆતી વલણમાં આપ આગળ પણ ભાજપે પાયા હચમચાવ્યા

દિલ્હી શરુઆતી વલણોમાં કેજરીવાલનો કામણ ચાલતો દેખાય રહ્યો છે અને લગભગ 53 સીટો પર આગળ ચાલી રહી છે જ્યારે અપેક્ષીત પરિણામો કરતા ભાજપ વધારે સારો દેખાવ કરતા 17 સીટ પર આગળ જોવામાં આવી રહી છે. જ્યારે કોંગ્રેસનાં આ વખતે પણ ખાતું ખોલવામાં તકલીફ પડશે તેવો વલણીય જનાદેશ જોવામાં આવી રહ્યો છે.

દેશની રાજધાની દિલ્હીમાં કોણ રાજ કરશે, તે આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો દ્વારા જાણી શકાશે. જોકે, પ્રારંભિક વલણોથી સ્પષ્ટ થઈ ગયું છે કે, દિલ્હીમાં ફરી એક વખત આમ આદમી પાર્ટીની સરકાર રચાઈ શકે છે. દિલ્હીની 70 વિધાનસભા બેઠકોની મત ગણતરી સવારે 8 વાગ્યાથી ચાલુ થઇ ગઇ છે. મતની ગણતરી શરૂ થતાં જ વલણો આવવા લાગ્યા છે.

જેમ જેમ વલણો આવવાનું શરૂ થયું, તેમ તેમ ચિત્રો સ્પષ્ટ થવા માંડ્યા હોય તેવું લાગી રહ્યું છે. વલણો મુજબ દિલ્હીમાં આપ સરકારની રચના થઈ શકે. મતગણતરીને ધ્યાનમાં રાખીને મતગણતરી સ્થળો પર સુરક્ષાની ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દિલ્હીના 11 જિલ્લામાં કુલ 21 મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. 

ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે મતગણતરી નિરીક્ષકો સહિત આશરે 2600 મતગણતરી સ્ટાફ મતગણતરીમાં જોડાયા છે. દરેક કેન્દ્રમાં મત ગણતરી માટે ઓછામાં ઓછા 500 સુરક્ષા કર્મચારીઓની જમાવટ છે. સીસીટીવી અને ચુસ્ત સુરક્ષા વ્યાવસ્થા વચ્ચે મતગણતરીનું કામ વિડિઓ કેમેરા દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં મતદાન થયું હતું. દિલ્હીની ચૂંટણી માટે એક્ઝિટ પોલના પરિણામોમાં આમ આદમી પાર્ટીની સરકાર રચાયેલી જોવા મળી હતી, પરંતુ આજે પરિણામ બહાર આવશે ત્યારે એક્ઝિટ પોલ કેટલું વાસ્તવિકતા હતું તે સામે આવી જશે. દિલ્હીની ચૂંટણી માટે 672 ઉમેદવારોના ભાવિનો નિર્ણય આજે લેવામાં આવશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.