આ સીટ મારી હોં!/ અમિત શાહ સાથેની બેઠક બાદ વાઘોડિયાના ધારાસભ્યનો લહેકો.. કહ્યું, ટિકિટ તો મને જ મળશે…

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અમિત શાહ સાથેની બેઠક બાદ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ‘અમિત શાહે અમને માર્ગદર્શન આપ્યું છે અને હું વાઘોડિયાથી ચૂંટણી લડવાનો છું

Top Stories Gujarat
8 1 2 અમિત શાહ સાથેની બેઠક બાદ વાઘોડિયાના ધારાસભ્યનો લહેકો.. કહ્યું, ટિકિટ તો મને જ મળશે...

વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજકીય પક્ષો તેમજ વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ગુજરાત પ્રવાસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. તેવામાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરાની મુલાકાત લીધી. ભાજપના  કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે બેઠક પણ કરી કરશે. આ બેઠક બાદ વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એક ચૂંટણી લડવાની તૈયારી કરી લીધી છે.

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અમિત શાહ સાથેની બેઠક બાદ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ‘અમિત શાહે અમને માર્ગદર્શન આપ્યું છે અને હું વાઘોડિયાથી ચૂંટણી લડવાનો છું. મને જ ટિકિટ મળવાની છે. હું ભાજપનો સેવક છું અને ભાજપમાં જ રહેવાનો છું.’

જોકે વડોદરામાં ભાજપના આગેવાનો સાથે બેઠક બાદ અમિત શાહે કહ્યું હતું કે, ટિકિટ કોને આપવી તે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે, પરંતુ જે ઉમેદવાર જીતી શકે તેવા સક્ષમ હોય અને સારા કાર્યો કર્યા હોય તેમને ટિકિટ મળશે. સાથે જ તેમણે કહ્યું હતું કે, આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 151 બેઠકનું લક્ષ્ય રાખીને ચૂંટણી જીતવાની પૂર્વ તૈયારી કરી ચૂક્યું છે. આગામી ચૂંટણીમાં ભાજપ 25 ટકા નવા ઉમેદવારોને ટિકિટ આપીને મેદાનમાં ઉતારશે. હાલના ધારાસભ્યોમાંથી 25 ટકાની ટિકિટ કાપીને નવા ઉમેદવારોને તક આપવામાં આવશે.

હવે જોવાનું એ રહ્યું કે દબંગ ધારાસભ્યે કરેલો યલગાર કેટલો સાચો પડે છે. કારણ કે ભાજપ માટે પણ આ વખતે ગુજરાત ઇલેક્શન ખરાખરીનો ખેલ છે માટે તે ફુંકી ફુંકીને પગ મુકી રહ્યાં છે. તેવામાં વાઘોડિયાના ધારાસભ્યની વાત કેટલી સાચી તે તો થોડા સમયમાં ખબર પડી જ જશે.