Not Set/ ત્રણ વર્ષની બાળા સાથે અડપલાંની ઘટના, ટોળાએ કર્યો પોલીસ સ્ટેશન પર પથ્થરમારો

ભરૂચ: ભરૂચ શહેરમાં ત્રણ વર્ષની બાળકી સાથે અડપલાં કરવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારાની ઘટનામાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયો હતો. પોલીસે આરોપીની કરી ધરપકડ આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચ શહેરમાં બી ડિવિઝન વિસ્તારમાં એક ત્રણ વર્ષની નાનકડી બાળકી સાથે […]

Top Stories Gujarat Others Trending
Molestaion with three year old girl, croweded stoned at the police station

ભરૂચ: ભરૂચ શહેરમાં ત્રણ વર્ષની બાળકી સાથે અડપલાં કરવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારાની ઘટનામાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયો હતો.

પોલીસે આરોપીની કરી ધરપકડ

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચ શહેરમાં બી ડિવિઝન વિસ્તારમાં એક ત્રણ વર્ષની નાનકડી બાળકી સાથે શારીરિક  અડપલાની ઘટના સામે આવી છે. સીદીક ડંતી નામના શખ્સે આ બાળકીને ચોકલેટની લાલચ આપી તેની સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનું બહાર આવ્યું હતું. જેના કારણે બાળકીના પરિવારજનો સહિતના લોકો એકઠા થઈ ગયા હતા. જો કે આ મામલે પોલીસે બાળકી સાથે અડપલાં કરનાર ઇસમની ધરપકડ કરી લીધી હતી.

પોલીસે અડપલાં કરનાર ઇસમની ધરપકડ કરી હોવાની માહિતી મળતા બી ડિવિઝન પોલીસ મથક ખાતે લોકોના ટોળેટોળા ભેગા થયા હતા. અને જોત જોતામાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.

પોલીસ કશું સમજે તે અગાઉ એકઠાં થયેલા ટોળામાંથી પથ્થરમારો ચાલુ થઈ હતો અને પરિસ્થિતિ વણસી ગઈ હતી. ટોળાએ કરેલા આ પથ્થરમારામાં એક પોલીસ કર્મીના માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. એટલું જ નહીં કેટલાક વાહનોને નુકશાન પણ થયું હતું.

આથી પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે ઘટનાની ગંભીરતા સમજીને પોલીસ કાફલા દ્વારા ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરીને બેકાબુ બનેલી ભીડને વિખેરી નાખીને તંગ બનેલી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. આ પછી સમગ્ર વિસ્તારમાં સઘન પોલીસ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું.