Not Set/ આરોપી અને ફરિયાદીના નિવેદનોમાં વિરોધાભાસ છે, અમે સત્ય બહાર લાવીશું: પોલિસ કમિશનર એકે સિંહ

અમદાવાદ, અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં થયેલાં ગેંગરેપ મામલે પીડિતાએ શહેરના ક્રાઈમ બ્રાન્ચના જેસીપી જે કે ભટ્ટ સામે કરેલા ગંભીર આક્ષેપો બાદ અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંહે મીડીયાને સંબોધતા કહ્યું કે પીડીતાએ લગાવેલા આરોપો ગંભીર છે. પોલિસ કમિશનર એકે સિંહે કહ્યું કે પીડિતા અને તેના પરિવારનો વિશ્વાસ સંપાદન કરવા પૂરતો પ્રયાસ કરાશે. આ માટે અમે વિક્ટિમ […]

Top Stories
A K Singh આરોપી અને ફરિયાદીના નિવેદનોમાં વિરોધાભાસ છે, અમે સત્ય બહાર લાવીશું: પોલિસ કમિશનર એકે સિંહ

અમદાવાદ,

અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં થયેલાં ગેંગરેપ મામલે પીડિતાએ શહેરના ક્રાઈમ બ્રાન્ચના જેસીપી જે કે ભટ્ટ સામે કરેલા ગંભીર આક્ષેપો બાદ અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંહે મીડીયાને સંબોધતા કહ્યું કે પીડીતાએ લગાવેલા આરોપો ગંભીર છે.

પોલિસ કમિશનર એકે સિંહે કહ્યું કે પીડિતા અને તેના પરિવારનો વિશ્વાસ સંપાદન કરવા પૂરતો પ્રયાસ કરાશે. આ માટે અમે વિક્ટિમ સપોર્ટ ટીમની રચના કરી છે. જે પણ આરોપો થયા છે તે અમારા માટે ચેલેન્જ છે.પોલીસ મહિલાઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને આ કેસમાં જે સત્ય હશે તે બહાર લાવવામાં આવશે.

જો કે આરોપીઓની ધરપકડ અંગે પોલિસ કમિશનર કોઇ ખુલાસો કરી નહોતા શક્યાં.એકે સિંહે કહ્યું કે ગેંગરેપ કેસની એફઆઈઆરમાં 3 આરોપીઓના નામ છે. જેમાંથી 2 ને શોધી કાઢવામાં આવ્યા છે. બે આરોપીઓના નિવેદન લેવાઇ ગયા છે અને આરોપીઓ તથા ફરિયાદીના નિવેદનમાં વિરોધાભાસ હોવાથી પોલીસ વૈજ્ઞાનિક ઢબે તપાસ કરી રહી છે.

એકે સિંહે કહ્યું કે, તેઓ નથી ઈચ્છતા કે આ કેસમાં કોર્ટ સમક્ષ પોલીસની નાલેશી થાય, એટલે પૂરતી તપાસ કર્યા બાદ બધી હકીકત સાથે જ તેઓ આગળ વધવા માગે છે. તેમણે કહ્યું કે, તપાસમાં મૂળ હકીકત શું છે તે બહાર લાવવાની પોલીસની જવાબદારી છે. તેમણે કહ્યું કે, ઝડપી, નિષ્પક્ષ અને ગુણવત્તાવાળી તપાસ કરી સત્ય બહાર લાવવામાં આવશે.

પીડિતાએ ક્રાઈમ બ્રાન્ચ પર ફરિયાદ બદલવાના કરેલા આરોપો અંગે સીપીએ કહ્યું કે, જે સમયે પીડિતાના નિવેદન લેવાયા તે દરેક સમયે મહિલા ડીસીપી ત્યાં ઉપસ્થિત હતા અને મહિલાના સ્ટેટમેન્ટનું વીડિયો રેકોર્ડિંગ કરાયું છે એટલે તે બદલવાનો સવાલ જ ઊભો થતો નથી. તેમણે કહ્યું કે, તેમનો કોઈ આશય નથી કે તેઓ કોઈને નિવેદન ચેન્જ કરવાનું કહે. તેમનું કહેવું હતુ કે, જો તેઓ એવું કરે તો એ કેસ અને પીડિતા સાથે અન્યાય કહેવાશે.

સાથે જ સિંહે જણાવ્યું કે, મહિલા ડીસીપી ઝોન-4ને તપાસની પ્રક્રિયા સાથે જોડવામાં આવશે. મહિલા આયોગ કે અન્ય કોઈ વૈદ્યાનિક સંસ્થા આ કેસ અંગે રિપોર્ટ માગશે તો તે જે-તે સંસ્થાએ નક્કી કરેલા સમયમાં આપવાની પણ તેમણે ખાતરી આપી હતી.

કેસને અન્ય એજન્સીને સોંપવાની પીડિતાના પિતાની વાત પર સિંહે કહ્યું કે, અમદાવાદ પોલીસ કેસની તપાસ કરવામાં સક્ષમ છે. તેમણે જણાવ્યું કે, આ કેસમાં કેટલાક વધુ તથ્યો સામે આવી રહ્યા છે. સાથે જે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ કેસનો ત્રીજો આરોપી કે જે મુખ્ય આરોપી છે તે ટૂંક સમયમાં જ પકડાઈ જશે.

ઉલ્લેખનીય છે કે, સેટેલાઈટમાં ગેંગરેપનો શિકાર બનેલી ઘોડાસરમાં રહેતી યુવતીએ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી જે કે ભટ્ટ સામે ગંભીર આક્ષપો કર્યા છે અને પોતાનું સ્ટેટમેન્ટ મેજિસ્ટ્રેટની સામે નોંધવાની માગણી કરી છે