Indian Army/ ભારતીય સેનામાં જાસૂસીના કૌભાંડનો પર્દાફાશ

જાસૂસી કરતા શખ્સને જામનગરથી ઝડપી લેવાયો

Gujarat Top Stories
Beginners guide to 2024 04 29T210349.028 ભારતીય સેનામાં જાસૂસીના કૌભાંડનો પર્દાફાશ

 

Jamnagar News : ભારતીય સેનામાં જાસૂસીનું કૌભાંડ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. એટીએસે આ કેસમાં જામનગરના શખ્સની ધરપકડ કરીને કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કેસની વિગત મુજબ ભારતીય સેનામાં જાસૂસી થઈ રહી હોવાની માહિતીને પગલે એટીએસે તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી સૈનિકોના વોટ્સએપમાં વાયરસ મોકલતો હોવાનું બહાર આવ્યું હતું.

આ વાયરસ દ્વારા તે ભારતીય સેનાની માહિતી મેળવતો હોવાની ચોંકાવનારી વિગતો તપાસમાં બહાર આવી હતી. એટીએસે બાદમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરીને જામનગરના બેડી ગામમાંથી એક શખ્સને ઝડપી લીધો હતો. એટીએસની ટીમે સિમ કાર્ડની ખરીદી કરનારા શખ્સની ધરપકડ કરી હતી.

પોલીસે આ કેસમાં મોહંમદ સકલૈન નામાન શખ્સને ઝડપી લઈને ઝીણવટભરી તપાસ કરી હતી. પોલીસે લાલ આંખ કરતા અંકે મોહંમદે અન્ય વ્યક્તિના મોબાઈલમાં સિમ કાર્ડ એક્ટિવેટ કર્યું હોવાનું જણાયું હતું.

જેને આધારે પોલીસે વધુ તપાસ કરતા અસગર મોદી નામના શખ્સના મોબાઈલમાં આ સિમ કાર્ડ એક્ટિવ કર્યું હોવાનું બહાર આવ્યું હતું.

આ ગંભીર પ્રકારના ગુનામાં અન્ય લોકો સંડોવાયેલા હોવાની શંકાને આધારે પોલીસે ઝીમવટભરી તપાસ હાથ ધરી છે. જેને પગલે સંડોવાયેલા અન્ય શખ્સોની ધરપકડ થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો:કચ્છના અજરખના કારીગરોની માંગ પૂરી થતા છવાયો ખુશીનો માહોલ,  પ્રાદેશકિ કળા અજરખને મળ્યો GI ટેગ

આ પણ વાંચો:ગાંધીનગર પાસેના અડાલજથી દારૂના જથ્થા સાથે આરોપી ઝડપાયો

આ પણ વાંચો:ગુજરાત કોલેજ પાસે મધુવન ફ્લેટમાં લાગી આગ, લોકોમાં મચી નાસભાગ