IPL 2022/ IPL ટુર્નામેન્ટના ફોર્મેટમાં થયા ફેરફાર, આ તારીખે રમાશે ફાઇનલ મેચ..

ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનનું બ્યુગલ વાગી ગયું છે. ટુર્નામેન્ટની હરાજીથી, ચાહકો તેના સમયપત્રકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે, હવે ટૂર્નામેન્ટ વિશે નવી માહિતી સામે આવી છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPL 2022, 29 માર્ચથી શરૂ થશે

Top Stories Sports
9 22 IPL ટુર્નામેન્ટના ફોર્મેટમાં થયા ફેરફાર, આ તારીખે રમાશે ફાઇનલ મેચ..

ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનનું બ્યુગલ વાગી ગયું છે. ટુર્નામેન્ટની હરાજીથી, ચાહકો તેના સમયપત્રકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે હવે ટૂર્નામેન્ટ વિશે નવી માહિતી સામે આવી છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPL 2022, 29 માર્ચથી શરૂ થશે.

રિપોર્ટ અનુસાર, IPL 2022 ભારતમાં જ યોજાશે. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈમાં 55 મેચ અને પુણેમાં 15 મેચનું આયોજન થઈ શકે છે. ક્રિકેટ વેબસાઈટ ક્રિકબઝના અહેવાલ મુજબ ટૂર્નામેન્ટની મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ, બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં યોજાઈ શકે છે. જયારે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં 15 મેચ રમાઈ શકે છે.

IPL ફોર્મેટમાં ફેરફાર

IPLની 15મી સિઝનમાં કુલ 10 ટીમો ભાગ લેશે. જેને ધ્યાનમાં રાખીને BCCIએ ટૂર્નામેન્ટના ફોર્મેટમાં ફેરફાર કર્યો છે. IPL 2022 માટે 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં પાંચ ટીમો અને ગ્રુપ Bમાં પાંચ ટીમો હશે. ગ્રુપ રાઉન્ડમાં એક ટીમ ઓછામાં ઓછી 14 મેચ રમશે. દરેક ટીમને તેમના ગ્રુપમાં એકબીજા સામે બે વખત રમવાની તક મળશે. બીજા ગ્રુપની કોઈપણ એક ટીમ સામે બે મેચ રમવાની રહેશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્લેઓફ મેચ રમી શકાશે-gr

સૂત્રોના જણાવ્યા અનુસાર લીગ તબક્કાની 70 મેચો મુંબઈ અને પુણેમાં રમાયા બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્લે-ઓફ મેચો રમાઈ શકે છે. બંને ગ્રૂપમાં ટોચની 2 ટીમ પ્લે-ઓફ માટે ક્વોલિફાય થશે.

ઉલ્લેખનીય છે કે, IPL અધિકારીઓ 24 ફેબ્રુઆરીએ મેચની તારીખો પર અંતિમ નિર્ણય લઈ શકે છે. IPL 2022 માં લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ બે નવી ટીમો હશે. ગુજરાતનું સુકાની હાર્દિક પંડ્યા જ્યારે લખનૌનું સુકાની કેએલ રાહુલ કરશે.