પાકિસ્તાનનાં દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકને હાર્ટ એટેક આવ્યો છે. સોમવારે તેમની હાલત વધુ ખરાબ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમણે એન્જીયોપ્લાસ્ટી કરાવી છે. હાલમાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો – Covid-19 / અમેરિકાનાં રાષ્ટ્રપતિએ લીધો Booster Dose, લોકોને વેક્સિન લગાવવાની કરી અપીલ
ડોક્ટરોની એક ટીમ તેમના પર નજર રાખી રહી છે. મળતી માહિતી મુજબ, ઇન્ઝમામ છેલ્લા ત્રણ દિવસથી છાતીમાં દુખાવાની ફરિયાદ કરી રહ્યા હતા. ઘણા પાકિસ્તાની ક્રિકેટરોએ ઇન્ઝમામ-ઉલ-હક વિશે ટ્વીટ કર્યું છે અને તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. ઇન્ઝમામ છેલ્લા ત્રણ દિવસથી છાતીમાં દુખાવાથી પરેશાન હતા, જે પ્રારંભિક ટેસ્ટમાં સામે આવ્યુ ન હોતું, પરંતુ સોમવારે હાથ ધરવામાં આવેલા ટેસ્ટમાં જાણવા મળ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને સર્જરી માટે લઈ જવામાં આવ્યા હતા. લાહોરમાં સોમવારે સાંજે તેની સફળ એન્જીયોપ્લાસ્ટી થઈ હતી. પાકિસ્તાનનાં આ દિગ્ગજ ખેલાડી છેલ્લા ત્રણ દિવસથી છાતીમાં દુખાવાથી પરેશાન હતા. સોમવારે હાથ ધરવામાં આવેલા ટેસ્ટમાં જાણવા મળ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. જે બાદ તેમને સર્જરી માટે લઈ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – IPL 2021 / RCB વિરુદ્ધ હાર બાદ આ ખેલાડી પર ભડક્યા Fans, T20 WC ટીમમાંથી બહાર નિકાળવાની ઉઠી માંગ
ક્રિકેટ કોમેન્ટેટર હર્ષ ભોગલેએ ઇન્ઝમામ માટે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું, “ઇન્ઝમામ-ઉલ-હકની જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છા. તે ખૂબ જલ્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય અને આવનારા ઘણા વર્ષો સુધી અમારી રમતનો ભાગ બની રહે.”
આ પણ વાંચો – ચેતવણી / મુંબઈમાં આજે જોવા મળશે ચક્રવાત ‘ગુલાબ’ની અસર, ભારે વરસાદની છે આગાહી
એક વેબસાઇટ અનુસાર, ઇન્ઝમામનાં એજન્ટે માહિતી આપી છે કે તે હવે ખતરાથી બહાર છે અને તેમની સ્થિતિ પહેલા કરતા ઘણી સારી છે. ઇન્ઝમામે પાકિસ્તાન માટે 375 વનડે, 119 ટેસ્ટ મેચ રમી છે. ઇન્ઝમામે 2007 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. વર્લ્ડ કપમાં પાકિસ્તાનનાં ખરાબ પ્રદર્શન બાદ તેમણે ક્રિકેટ રમવાનું છોડી દીધું હતું. 2007 નાં વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાન ટીમનાં કોચ રહેલા બોબ વૂલ્મરની હત્યા કરવામાં આવી હતી. જો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવામાં આવે તો ઇન્ઝમામ-ઉલ-હક વિશ્વનાં 11 માં ક્રિકેટર છે જેમણે સૌથી વધુ રન બનાવ્યા છે. ઇન્ઝમામનાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,541 રન છે. તેના કરતા વધુ રન બનાવનાર બેટ્સમેન સચિન તેંડુલકર 34,357, કુમાર સંગાકારા 28,016, રિકી પોન્ટિંગ 27,483, મહેલા જયવર્દને 25,957, જેક કાલિસ 25,534, રાહુલ દ્રવિડ 24,208, વિરાટ કોહલી 23,093, બ્રાયન લારા 22,358, સનથ જયસૂર્યા 21,032 અને શિવનારાયણ ચંદ્રપોલ 20,988 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે.