IPL 2022/ ગુજરાત ટાઇટન્સને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટોપ-4માં પહોંચ્યું, કોહલીએ ફટકારી શાનદાર ફિફ્ટી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2022ની 67મી મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો

Top Stories Sports
9 2 8 ગુજરાત ટાઇટન્સને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટોપ-4માં પહોંચ્યું, કોહલીએ ફટકારી શાનદાર ફિફ્ટી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2022ની 67મી મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 18.4 ઓવરમાં 2 વિકેટે 170 રન બનાવ્યા અને મેચ 8 વિકેટે જીતી લીધી.

ગુજરાત તરફથી કેપ્ટન હાર્દિક પંડ્યાએ સૌથી વધુ રન બનાવ્યા છે. પંડ્યાએ 47 બોલમાં 62 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 1, સાહા 22 રન, વેડ 16 રન અને મિલર 34 રને પેવેલિયન પરત ફર્યા હતા.

RCB પાસે પ્લેઓફમાં સ્થાન મેળવવાની આશાઓ માટે વાનખેડે સ્ટેડિયમ ખાતેની તેમની છેલ્લી લીગ મેચમાં ટોચની ટીમ ગુજરાત ટાઇટન્સ સામે છેલ્લી તક હશે. બેંગ્લોર 13 મેચમાં સાત જીત અને 14 પોઈન્ટ સાથે ટેબલમાં પાંચમા સ્થાને છે. જીત તેમને 16 પોઈન્ટ પર લઈ જશે પરંતુ અન્ય ટીમો પણ 16 પોઈન્ટ પર છે અને આવી સ્થિતિમાં નેટ રન રેટ મહત્વની ભૂમિકા ભજવશે. આરસીબીનો રન રેટ માઈનસમાં છે જે અંતે તેમના માટે ઘાતક સાબિત થઈ શકે છે.