Billionaires List/ હિંડનબર્ગના રિપોર્ટ બાદ ધનિકોની યાદીમાં ગૌતમ અદાણી હવે આ નંબર પર,જાણો

અમેરિકન રિસર્ચ ફર્મના હિંડનબર્ગ રિપોર્ટ બાદ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને જે ફટકો પડ્યો છે તેમાંથી રાહત મળે તેમ લાગતું નથી

Top Stories Business
Billionaires List

Billionaires List:   એક તરફ દેશમાં નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું હતું, તો બીજી તરફ વિશ્વના ટોચના અબજોપતિઓની યાદી (બિલિનોઇર્સ લિસ્ટ)માં ઉથલપાથલ જોવા મળી રહી છે. અમેરિકન રિસર્ચ ફર્મના હિંડનબર્ગ રિપોર્ટ બાદ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને જે ફટકો પડ્યો છે તેમાંથી રાહત મળે તેમ લાગતું નથી. બુધવારે ફરી એકવાર અદાણીની નેટવર્થમાં મોટો ઘટાડો થયો હતો અને તે અબજોપતિઓની યાદીમાં સીધા 15મા નંબરે સરકી ગયા છે

ઉલ્લેખનીય છે (Billionaires List) કે  ગૌતમ અદાણી ફોર્ચ્યુનમાં માત્ર એક સપ્તાહમાં જ આ સુનામી આવી છે. હિંડનબર્ગે 24 જાન્યુઆરીએ અદાણી ગ્રૂપ અંગેનો તેમનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેમાં જૂથ પરના દેવા અંગે પણ દાવા કરવામાં આવ્યા હતા. આ અહેવાલ બાદ અદાણી ગ્રૂપના રોકાણકારોના સેન્ટિમેન્ટને એવી અસર થઈ કે ગૌતમ અદાણીની કંપનીઓના શેર તૂટવા લાગ્યા,ત્યારથી આ ઘટાડાની પ્રક્રિયા ચાલુ છે.

શેરોમાં સતત ઘટાડાને કારણે (Billionaires List) ગૌતમ અદાણીની નેટવર્થ દરરોજ ઘટી રહી છે. અદાણી મંગળવારે જ ટોપ-10 અબજોપતિઓની યાદીમાંથી બહાર હતું, જ્યારે હવે તે 15માં સ્થાને સરકી ગયો છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, છેલ્લા 24 કલાકમાં ગૌતમ અદાણીની કુલ સંપત્તિમાં $13.1 બિલિયનનો ઘટાડો થયો છે અને હવે તેમની કુલ સંપત્તિ માત્ર $75.1 બિલિયન છે.

ગત વર્ષ 2022માં, ગૌતમ અદાણી વિશ્વના અન્ય ધનિક લોકોની સરખામણીમાં સૌથી વધુ કમાણી કરનાર અબજોપતિ હતા અને ટોપ-10ની યાદીમાં બીજા નંબરે પહોંચ્યા હતા. નવું વર્ષ 2023 તેના માટે સારું સાબિત થયું નથી. પહેલા જેફ બેઝોસે તેને પાછળ છોડી દીધા અને અદાણી ચોથા નંબરે સરકી ગયા.  હિંડેનબર્ગના રિપોર્ટે ખળભળાટ મચાવી દીધો જેના લીધે તેમની સંપત્તિમાં નોંધપાત્ર ઘટી રહી છે.અહેવાલની અસર તેમના રેન્કિંગમાં પણ પડી છે. ટોચના-10 અબજોપતિઓની સૂચિમાંથી બહાર નીકળી ગયો, 10માં નંબરે નીચે સરકી ગયા. બીજી તરફ  1 ફેબ્રુઆરીએ તેમની નેટવર્થમાં $ 13 બિલિયનના જંગી ઘટાડાથી તે 15માં નંબરે સરકી ગયા છે. અદાણી ગ્રૂપની શેરબજારમાં લિસ્ટેડ સાત કંપનીઓના શેરમાં થયેલા ઘટાડાને કારણે માત્ર ચાર દિવસમાં અદાણી ગ્રૂપની કંપનીઓના કુલ માર્કેટ કેપમાં રૂ. 7 લાખ કરોડનો ઘટાડો થયો છે. અદાણી ટોટલ ગેસ અને અદાણી ગ્રીન એનર્જીના શેરમાં છેલ્લા પાંચ દિવસમાં મહત્તમ 20 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય અદાણી પોર્ટ્સથી લઈને અદાણી વિલ્મર સુધીની શેરબજારમાં લિસ્ટેડ તેમની કંપનીઓના શેર ખરાબ રીતે તૂટ્યા છે અને આ ઘટાડાની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે.

Cricket/નાગપુર ટેસ્ટમાં સૂર્યકુમાર યાદવનું ડેબ્યૂ કન્ફર્મ!