Not Set/ બાળકીને માર મારવાનો મામલો, ખુલાસો કરવાની એક તક કોચને આપવી જોઈએ:બાળકોના વાલી

અમદાવાદ, અમદાવાદની ફાઈવ સ્ટાર ગણાતી રાજપથ ક્લબ ફરી વિવાદમાં આવી છે, રાજપથ ક્લબમાં સ્વિમિંગ શીખવા આવતી યુવતીઓને ત્યાંના કોચે તમામ મર્યાદાઓ નેવે મૂકીને પટ્ટાથી માર માર્યો અને માર મારતો વીડિયો વાયરલ થયો છે. યુવતીઓ રીતસર આ કોચથી ફફડી ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે. આ બનાવ બન્યો તે સમયે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં હાજર […]

Top Stories Ahmedabad Videos
mantavya 156 બાળકીને માર મારવાનો મામલો, ખુલાસો કરવાની એક તક કોચને આપવી જોઈએ:બાળકોના વાલી

અમદાવાદ,

અમદાવાદની ફાઈવ સ્ટાર ગણાતી રાજપથ ક્લબ ફરી વિવાદમાં આવી છે, રાજપથ ક્લબમાં સ્વિમિંગ શીખવા આવતી યુવતીઓને ત્યાંના કોચે તમામ મર્યાદાઓ નેવે મૂકીને પટ્ટાથી માર માર્યો અને માર મારતો વીડિયો વાયરલ થયો છે. યુવતીઓ રીતસર આ કોચથી ફફડી ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે.

આ બનાવ બન્યો તે સમયે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં હાજર હતાં. જેમાંથી કોઈ વ્યક્તિએ આ વીડિયો ઉતાર્યો. દ્રશ્યોમાં જે દેખાઈ રહ્યું છે કે તે ક્લબની ગરિમાને રીતસર હચમચાવી દે તેવા દ્રશ્યો છે. સ્વિમિંગ પૂલ પાસે કોચ કહે છે, અહીં આવ નહીં તો મારીશ એક લાત તને…સીધી ઊભી રહે….સીધી જઈશ પાણીમાં.

આ બનાવ ગુરૂવારે સાંજનો પાંચ વાગ્યાનો છે. બે યુવતીઓને કોચે પટ્ટા વડે ફટકારી હતી. વીડિયોમાં સ્વિમિંગ કોસ્ચુમમાં બે યુવતીઓ અને ત્યાં હાજર કોચ પોતાની પાસે બોલાવી રહ્યો છે. જેમાંથી યુવતીઓ ફફડી રહી છે અને કોચ તેને પોતાની નજીક બોલાવી રહ્યો છે. આ વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે કોચ યુવતીઓને વારાફરતી પટ્ટા જેવી વસ્તુથી ફટકારી રહ્યો છે.

આ સમયે સ્વિમિંગ પૂલમાં અન્ય મહિલાઓ અને યુવતીઓ સ્વિમિંગ કરી રહી છે. આ બધુ નિહાળી રહી છે. આ ઘટના સામે આવતાં ક્લબના સભ્યો પણ કોઈ એક્શન લે તે માટે ચિંતા કરી રહ્યા છે. જો કે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિ્યાદ નોંધાઈ નથી. પરંતુ કોચને સસ્પેન્ડ કરી દેવાયો છે.

સ્વિમિંગ કોચે કહ્યું કે, આ વીડિયોને ખોટી રીતે વાયરલ કરવામાં આવ્યો છે. એ કોઈ ચાબુક કે પટ્ટો નહીં પરંતુ કપડાંની પટ્ટી છે. આ પટ્ટી વાગતી નથી પરંતુ સ્વિમિંગ શીખનાર વ્યક્તિના મનમાં થોડો ડર રહે છે. આ તમામ સ્ટેટ લેવલના સ્વીમરો છે. ઘણી વખત તાલિમના ભાગરૂપે અમારે આવી સજા કરવી પડતી હોય છે.

આવું કરવા પાછળનો ઈરાદો એટલો જ હોય છે કે સ્વીમરને મનમાં સારું પરફોર્મ કરવાનો ઉત્સાહ રહે. સ્વિમિંગ કરાવવા માટેની જે વ્હીસલ હોય છે તેની જ આ પટ્ટી છે. સ્વિમિંગ વખતે તેમના માતાપિતા પણ બાજુમાં જ બેઠા હોય છે. આ મામલે તેમના માતાપિતાઓ તરફથી જ એવી સૂચના આપવામાં આવતી હોય છે કે તેમને થોડી સજા આપવામાં આવે

ત્યારે બીજી તરફ વાલીઓએ આ મુદ્દે રાજપથ ક્લબના સંચાલકોને પત્ર લખ્યો છે. જેમાં એવી રજૂઆત કરી છે કે, કોચને ખુલાસો કરવા માટે તક આપવી જોઈએ. આવા કોચની તેમના બાળકોને જરૂર છે. કોચ સારું સ્વિમિંગ શીખવાડી રહ્યો છે અને તેમના બાળકો નેશનલ કક્ષાએ પણ યોજાતી સ્પર્ધામાં ભાગ લેવા માટે જતા હોય છે. ત્યારે કોચે શા માટે માર માર્યો તે અંગે ખુલાસો કરવાની એક તક તેને આપવી જોઈએ.