Bollywood/ કમલ હાસનની મોડી રાત્રે તબિયત બગડતા હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ

સાઉથના સુપરસ્ટાર સુપરસ્ટાર કમલ હાસનની તબિયત ખરાબ હોવાને કારણે મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

Top Stories Entertainment
24 2 કમલ હાસનની મોડી રાત્રે તબિયત બગડતા હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ

સાઉથના  કમલ હાસનની તબિયત ખરાબ હોવાને કારણે મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કમલ હાસન ખૂબ જ બેચેની અનુભવતા હતા અને તેમને હળવો તાવ હતો. સ્થિતિ જોતા તેમને શ્રી રામચંદ્ર મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. તાવ અને બેચેનીની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં ડોક્ટરોએ કમલ હાસનને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને નિયમિત હેલ્થ ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહેવાલ છે કે કમલ હાસન બુધવારે હૈદરાબાદથી ચેન્નાઈ પહોંચ્યા હતા. રાત્રે તેમને હળવો તાવ આવ્યો અને ખૂબ જ બેચેની થવા લાગી, સ્થિતિ જોતા તેમને ખાનગી હોસ્પિટલ શ્રી રામચંદ્ર મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેમને આગામી કેટલાક દિવસો આરામ કરવાની સલાહ આપી છે. શક્ય છે કે આજે કમલ હાસનને પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે.

અગાઉ 2021માં કમલ હાસનને કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. આ પછી પગના હાડકામાં ઈન્ફેક્શન થયા બાદ પણ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કમલ હાસનના લાખો ચાહકો તેની બગડતી તબિયતથી ચિંતિત છે. જોકે હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે.