ભરૂચ : જીએસટી કૌભાંડ (GST Scam) આટલા પકડાય છે, છતાં પણ જીએસટીમાં કૌભાંડો જારી જ છે. તેમા પણ જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડ તો હવે રોજની વાત થઈ ગઈ છે. આવા જ કરોડો રૂપિયાના જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડમાં અંકલેશ્વરના બે વેપારીની ધરપકડ કરવામાં આવી છે. આખુ કૌભાંડ બોગસ ચલણ પર ચાલ્યુ હતું. બીજા શબ્દોમાં કહીએ તો કૌભાંડનો આધાર જ બોગસ ચલણ હતો. તેના આધારે કૌભાંડ કરવામાં આવ્યું હતું. આ કેસમાં બે વેપારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય એક ભાગેડુંની શોધખોળ જારી છે. કૌભાંડનો આંકડો 12 કરોડને પાર થઈ ગયો છે. હજી તપાસ જારી છે અને આંકડો વધી જાય તો પણ આશ્ચર્ય નહી થાય.
જીએસટી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ 70 કરોડથી વધુ કરોડના બોગસ ચલણના આધારે 12 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. માર્ચ 2023થી જાન્યુઆરી 2024 દરમિયાન આ કૌભાંડ કરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં અમન દીક્ષિત અને મૌલિક પારેખની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલો ઉદય માનસરા નામનો વ્યક્તિ ફરાર છે. તેઓએ આર બી એન્ટરપ્રાઇઝ નામની બોગસ પેઢી બનાવીને કૌભાંડ આચર્યુ હતુ. આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી પર તપાસ કરવામાં આવી રહી છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ જીએસટી કૌભાંડ માટેનું સૌથી મોટું પ્રેરકબળ માનવામાં આવે છે. ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવા માટે બોગસ પેઢીઓ બનાવાય છે અને બધુ જ કાગળ પર હોય છે અને સીધા સરકાર પાસેથી રૂપિયા સેરવી લેવાય છે.

આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
