Not Set/ પીએમ મોદી આજથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે, દેશની પ્રથમ ડીજીટલ હોસ્પિટલનું કરશે ઉદ્ઘાટન

અમદાવાદ દેશના વડાપ્રધાન પીએમ મોદી ગુરુવારે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ અને સાયન્સનું ઉદ્ઘાટન કરશે. આ એસવીપી હોસ્પિટલમાં દુનિયાની વર્લ્ડ ક્લાસ સગવડતાઓ છે. એટલું જ નહી પરંતુ આ હોસ્પિટલ ભારતની પ્રથમ ડીજીટલ પેપરલેસ હોસ્પિટલ છે.શુક્રવારથી વાઈબ્રન્ટ ગુજરાત સમીટ ૨૦૧૯ પણ  શરુ થવા જી રહી છે. પીએમ મોદી ગુરુવારે દસ-દિવસનો અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલનું પણ ઉદ્ઘાટન […]

Top Stories Ahmedabad Gujarat Trending
modi 75913 પીએમ મોદી આજથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે, દેશની પ્રથમ ડીજીટલ હોસ્પિટલનું કરશે ઉદ્ઘાટન

અમદાવાદ

દેશના વડાપ્રધાન પીએમ મોદી ગુરુવારે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ અને સાયન્સનું ઉદ્ઘાટન કરશે. આ એસવીપી હોસ્પિટલમાં દુનિયાની વર્લ્ડ ક્લાસ સગવડતાઓ છે. એટલું જ નહી પરંતુ આ હોસ્પિટલ ભારતની પ્રથમ ડીજીટલ પેપરલેસ હોસ્પિટલ છે.શુક્રવારથી વાઈબ્રન્ટ ગુજરાત સમીટ ૨૦૧૯ પણ  શરુ થવા જી રહી છે.

પીએમ મોદી ગુરુવારે દસ-દિવસનો અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલનું પણ ઉદ્ઘાટન કરવાના છે. મોદી ગુજરાતમાં તેમના ત્રણ દિવસના પ્રવાસમાં હોસ્પિટલ અને શોપિંગ ફેસ્ટીવલનું ઉદ્ઘાટન કર્યા બાદ અમદાવાદમાં  જનસભાને પણ સંબોધવાના છે.

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનું ઓપનીંગ કર્યા બાદ તેઓ સુરતમાં હઝીરા ખાતે ગનની ફેક્ટરીની મુલાકાત લેવાના છે.

તમને જણાવી દઈએ કે હવે ગુજરાતવાસીઓને SVP હોસ્પિટલને લીધે ઉત્તમ સારવાર મળી રહેશે અને બહાર જવાની જરૂર નહી પડે. પીએમ મોદી દ્વારા જે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે તેને બનાવવામાં ૭૫૦ કરોડ રૂપિયા અને મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ ૩૩૧ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

અમદાવાદના મ્યુનીસીપલ કમિશનર વિજય નેહરાએ બુધવારે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે વીએસ હોસ્પિટલનો ડોક્ટરનો સ્ટાફ એસવીપી હોસ્પિટલમાં નથી લાવવામાં આવ્યો. એસવીપી હોસ્પિટલ માટે યોગ્ય નવા જ ડોક્ટરની પસંદગી કરવામાં આવી છે અને આ હોસ્પિટલ અધ્યતન સુવિધાઓથી સજ્જ છે.