Not Set/ ૨૪ કલાકની અંદર પીએમ થેરેસાએ જીત્યો વિશ્વાસ પ્રસ્તાવ, ૩૨૫ સાંસદોએ આપ્યું સમર્થન

વડાપ્રધાન થેરેસા મે એ બુધવારે બ્રિટીશ સાંસદમાં ૧૯ કરતા વધારે વોટ મેળવીને વિશ્વાસ મત જીતી લીધો છે જેને લઈને તેમના માટે બેગ્જિટ બીલ મામલે સાંસદો વચ્ચે સહમતિ બનાવવાનો રસ્તો સાફ થઇ ગયો છે. મંગળવારે ખરાબ રીતે હાર્યા બાદ માત્ર ૨૪ કલાકમાં પેશ કરવામાં આવેલ વિશ્વાસ મત પ્રસ્તાવ પર ૩૨૫ સાંસદોએ થેરેસાની સરકારને સમર્થન આપ્યું હતું […]

Top Stories World Trending Politics
skynews theresa may salzburg 4426902 ૨૪ કલાકની અંદર પીએમ થેરેસાએ જીત્યો વિશ્વાસ પ્રસ્તાવ, ૩૨૫ સાંસદોએ આપ્યું સમર્થન

વડાપ્રધાન થેરેસા મે એ બુધવારે બ્રિટીશ સાંસદમાં ૧૯ કરતા વધારે વોટ મેળવીને વિશ્વાસ મત જીતી લીધો છે જેને લઈને તેમના માટે બેગ્જિટ બીલ મામલે સાંસદો વચ્ચે સહમતિ બનાવવાનો રસ્તો સાફ થઇ ગયો છે.

મંગળવારે ખરાબ રીતે હાર્યા બાદ માત્ર ૨૪ કલાકમાં પેશ કરવામાં આવેલ વિશ્વાસ મત પ્રસ્તાવ પર ૩૨૫ સાંસદોએ થેરેસાની સરકારને સમર્થન આપ્યું હતું જયારે ૩૦૬ વોટ તેમના વિરોધમાં રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે બ્રિટનમાં થયેલા જનમત સંગ્રહમાં લોકોએ પોતાના દેશને યુરોપીય સંઘમાંથી અલગ કરવાના નિર્ણય બાદ આ ડીલને બ્રિટીશ સંસદ દ્વારા ફગાવવામાં આવી હતી.

મંગળવારે સંસદ દ્વારા પ્રધાનમંત્રી થેરેસા મેના આ બીલને ૪૩૨ સાંસદોની ભારે બહુમતીથી ફગાવાયું હતું. આ બીલને ૨૦૨ સાંસદોએ સમર્થન પણ આપ્યું હતું.બીજી બાજુ લેબર પાર્ટીના પ્રમુખ અને સંસદમાં વિપક્ષના નેતા જેરેમી કોર્બિન દ્વારા બુધવારે થેરેસા મે સરકાર વિરુધ અવિશ્વાસનો પ્રસ્તાવ આગળ વધાર્યો હતો પરંતુ બુધવારે તેમણે વિશ્વાસ મત પ્રસ્તાવ જીતી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાના પ્રધાનમંત્રી ડેવિડ કેમરૂન પણ આ બિલનું સમર્થન કરી ચુક્યા છે. તેઓનું માનવું છે કે, દેશ યુરોપિયન સંઘનો સાથ છોડશે અને એકલા બજાર સાથે જોડાઈ જશે. જો કે હાલમાં બ્રિટેનનું પૂરું બજાર અને અર્થવ્યવસ્થા યુરોપ સાથે જોડાયેલું છે. જેથી જયારે પણ યુરોપના અન્ય દેશોની અર્થવ્યવસ્થા પર કોઈ અસર થાય છે ત્યારે તેની સીધી જ અસર બ્રિટેન પર જોવા મળે છે.