Political/ ગુજરાતના ત્રણ અપક્ષ ધારાસભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો

ભાજપે 15મી વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે, અને સતત એકશન મોડમાં સત્તારૂઢ પાર્ટી કામ કરી રહી છે.હાલ ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવી રહી છે

Top Stories Gujarat
1 253 ગુજરાતના ત્રણ અપક્ષ ધારાસભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો

ભાજપે 15મી વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે, અને સતત એકશન મોડમાં સત્તારૂઢ પાર્ટી કામ કરી રહી છે.હાલ ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવી રહી છે.બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ થોડીવારમાં રાજ્યપાલને મળશે. ત્રણેય અપક્ષ ધારાસભ્યો આ બાદ ભાજપને ટેકો જાહેર કર્યો છે.ખાસ વાત છે કે ત્રણેય ધારાસભ્યો પહેલા ભાજપમાં જ હતા પરંતુ પક્ષમાંથી ટિકિટ ન મળતા બળવો કરીને અપક્ષથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. જોકે ત્રણેય ધારાસભ્યોના સમર્થન બાદ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ પણ 156થી વધીને 159 થઈ ગઇ છે.

 ઉલ્લેખનીય છે કે  ભાજપે 15મી વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે, અને સતત એકશન મોડમાં સત્તારૂઢ પાર્ટી કામ કરી રહી છે.હાલ ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવી રહી છે. ગુજરાતના 3 અપક્ષ ધારાસભ્યોએ ભાજપ સરકારને ટેકો આપવાની જાહેરાત કરી છે . ભાજપ સરકારને 3 અપક્ષ ધારાસભ્યોએ ટેકો જાહેર કર્યો છે અને તેમણે રાજયપાલને મળવાનો સમય માંગ્યો છે. સવારે નવ કલાકે રાજયપાલ દેવવ્રતલ આચાર્ય સાથે મુલાકાત કરશે.

ઉલ્લેખનીય છે કે વાઘોડિયા , ધાનેરા, અને બાયડના અપક્ષ ધારાસભ્યોએ ભાજપને ટેકો આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે હવે સત્તાપક્ષ વધુ મજબૂત બનશે. 15મી વિધાનસભામાં ભાજપે ઐતિહાસિક જીત હાંસિલ કરી છે,આ ચૂંટણીમાં 156 બેઠકો પર વિજય થઇને નવો ઇતિહાસ રચ્યો છે.