Jammu Kashmir/ કાશ્મીરમાં સેનાએ 3 આતંકવાદીઓને કર્યા ઠાર, સર્ચ આપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લાના મુંઝ માર્ગ વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોની અથડામણના સમાચાર સામે આવ્યા છે

Top Stories
4 1 3 કાશ્મીરમાં સેનાએ 3 આતંકવાદીઓને કર્યા ઠાર, સર્ચ આપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લાના મુંઝ માર્ગ વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોની અથડામણના સમાચાર સામે આવ્યા છે. આ વિસ્તારમાં આંતકવાદીઓ છૂપાયા હોવાની બાતમી મળતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું  છે, જેમા સુરક્ષા દળોએ ગોળીબાર કરતા 3 આંતકવાદીઓ ઠાર મરાયા છે. સમાચાર અપડેટ થઇ રહ્યા છે.

 

 

ADGP કાશ્મીરે માહિતી આપી છે કે લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા ત્રણ આતંકીઓમાંથી બેની ઓળખ શોપિયાના લતીફ લોન વિસ્તારના રહેવાસી તરીકે થઈ છે. આ આતંકવાદીઓ કાશ્મીરી પંડિત પુરણ કૃષ્ણ ભટ, અનંતનાગના ઉમર નઝીર અને નેપાળના તિલ બહાદુર થાપાની હત્યામાં સામેલ હતા. આતંકીઓ પાસેથી એક AK 47 રાઈફલ અને 2 પિસ્તોલ મળી આવી છે.