Not Set/ નાગરિકતા બિલના વિરોધમાં આસામ બંધ : પ્રદર્શનકારીઓ બેકાબુ

વિભિન્ન સ્થાનિક સમુદાયો સાથે જોડાયેલા લગભગ 46 સંગઠનોએ નાગરિકતા સંશોધન બિલ 2016ના વિરોધમાં મંગળવારે આસામ બંધનું એલાન કર્યું છે. કૃષક મુક્તિ સંગ્રામ સમિતિના નેતા અખિલ ગોગોઈએ જણાવ્યું કે, આસામ જાતીયતાવાદી યુવા વિદ્યાર્થી પરિષદ અને અન્ય 40 સંગઠનો બંધ માટે સાથે આવ્યા છે. અમે બધા સાથે મળીને આસામ માટે સંઘર્ષ કરીશું. જણાવી દઈએ કે, મંગળવારે દિલ્હીમાં જેપીસી […]

Top Stories India
Assam Bandh નાગરિકતા બિલના વિરોધમાં આસામ બંધ : પ્રદર્શનકારીઓ બેકાબુ

વિભિન્ન સ્થાનિક સમુદાયો સાથે જોડાયેલા લગભગ 46 સંગઠનોએ નાગરિકતા સંશોધન બિલ 2016ના વિરોધમાં મંગળવારે આસામ બંધનું એલાન કર્યું છે. કૃષક મુક્તિ સંગ્રામ સમિતિના નેતા અખિલ ગોગોઈએ જણાવ્યું કે, આસામ જાતીયતાવાદી યુવા વિદ્યાર્થી પરિષદ અને અન્ય 40 સંગઠનો બંધ માટે સાથે આવ્યા છે. અમે બધા સાથે મળીને આસામ માટે સંઘર્ષ કરીશું.

WhatsApp Image 2018 08 29 at 10.40.05 AM e1540280617849 નાગરિકતા બિલના વિરોધમાં આસામ બંધ : પ્રદર્શનકારીઓ બેકાબુ

જણાવી દઈએ કે, મંગળવારે દિલ્હીમાં જેપીસી બેઠક છે. આસામ બંધના સમર્થકોને ડર છે કે, આ બેઠકમાં નાગરિકતા સંશોધન બિલને કાયદામાં પરિવર્તિત કરવાનો ફેંસલો ન લેવાય. પ્રદર્શનકારીઓ મંગળવારે રેલવેના પાટા પર બેસીને પરિવહન રોકવાની કોશિશ કરી હતી. સાથે જ સડકો પર પણ ટાયરો સળગાવવામાં આવ્યા. પોલીસે જણાવ્યું કે, પ્રદર્શનકારીઓને રેલવે ટ્રેક પરથી હટાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

આ મામલે આસામ જાતીયતાવાદી યુવા વિદ્યાર્થી પરિષદના મહાસચિવ પલાશ છંગમાંયએ કહ્યું કે જો આ બિલ કાયદો બની ગયું, તો આસામમાં ગેરકાનૂની રીતે રહેતા બાંગ્લાદેશીઓ તરફથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

gbhj e1540280643397 નાગરિકતા બિલના વિરોધમાં આસામ બંધ : પ્રદર્શનકારીઓ બેકાબુ

આ સમસ્યા સામાજિક, આર્થિક અને રાજનીતિક જિંદગી સાથે જોડાયેલી હોય શકે છે. આસામ બંધનું એલાન કરવા પર અખિલ ગોગોઈએ કહ્યું કે, ભાજપ આસામમાં માટી અને જાતિની રક્ષા કરવાનું વચન આપીને સત્તામાં આવી હતી, પરંતુ ખુરશી મળતા જ ફરી ગઈ.