Not Set/ સચિન પાયલોટ અને કોંગ્રેસનાં સમાધાન પર માયાવતીએ કહ્યુ, “ફરી નાટક ક્યારે શરૂ થશે”

બહુજન સમાજ પાર્ટી (બીએસપી) નેતા માયાવતીએ મંગળવારે કહ્યું કે, રાજસ્થાનનાં રાજ્યપાલે રાજ્યની ‘ગંભીર રાજકીય પરિસ્થિતિ‘ પર ધ્યાન આપવું જોઈએ, જેથી લોકોને રાજકીય અનિશ્ચિતતામાંથી મુક્તિ મળી શકે. તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હાલમાં જ ધારાસભ્યોનાં બળવાથી બચી ગઈ છે, પરંતુ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને તેમના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ વચ્ચે ફરીથી ‘નાટક‘ ક્યારે શરૂ […]

India
e9953d926927152262216619c2eb0ee0 1 સચિન પાયલોટ અને કોંગ્રેસનાં સમાધાન પર માયાવતીએ કહ્યુ, "ફરી નાટક ક્યારે શરૂ થશે"

બહુજન સમાજ પાર્ટી (બીએસપી) નેતા માયાવતીએ મંગળવારે કહ્યું કે, રાજસ્થાનનાં રાજ્યપાલે રાજ્યની ગંભીર રાજકીય પરિસ્થિતિપર ધ્યાન આપવું જોઈએ, જેથી લોકોને રાજકીય અનિશ્ચિતતામાંથી મુક્તિ મળી શકે. તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હાલમાં જ ધારાસભ્યોનાં બળવાથી બચી ગઈ છે, પરંતુ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને તેમના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ વચ્ચે ફરીથી નાટકક્યારે શરૂ થશે તે કોઈને ખબર નથી. માયાવતીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ગેહલોત અને પાયલોટ વચ્ચે લાંબા સમયથી ચાલતી રાજકીય ઝગડાની અસર રાજ્યની કોરોના વાયરસ સામેની લડત અને અન્ય મહત્વપૂર્ણ જાહેર કાર્યો પર પડી છે.

તેમણે કહ્યું કે, “આવી પરિસ્થિતિમાં લોકોની વિવિધ સમસ્યાઓ ધ્યાનમાં રાખીને રાજ્યપાલે ગંભીર રાજકીય પરિસ્થિતિનું ધ્યાન રાખવું જોઈએ અને તેમની બંધારણીય જવાબદારી નિભાવવી જોઈએ – આ અમારી વિનંતી છે.” માયાવતીએ મીડિયા અહેવાલોનો ઉલ્લેખ કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે જરૂર પડ્યે ભાજપ ભગવાન પરશુરામની વિશાળ પ્રતિમા સ્થાપિત કરશે.

તેમણે કહ્યું કે, બસપા તેનો વિરોધ નહીં કરે પરંતુ તેનું સ્વાગત કરશે. તેમણે કહ્યું કે ભાજપે આ પગલું ભરવામાં મોડું ન કરવું જોઈએ અને તેમની જન્મજયંતિને સરકારી રજા જાહેર કરવી જોઈએ. તેમણે કહ્યું કે જો ભાજપે આ બંને બાબતો નહીં કરી હોય તો બસપા સત્તામાં આવશે ત્યારે તે કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.