Not Set/ સુપ્રીમ કોર્ટમાં આજે નક્કી થઇ શકે છે કર્ણાટક સરકારનું ભાવિ

કર્ણાટકમાં ચાલી રહેલ રાજકીય નાટક હવે દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યું છે.સુપ્રીમ કોર્ટમાં આજે કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોની પીટીશન પર સુનવણી થશે.કર્ણાટકના 16 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા પછી અહીંની સરકાર ઓક્સીજન પર ચાલી રહી છે. આ દરમિયાન સીએમ એચ ડી કુમારસ્વામીએ કેબિનેટની મીટિંગ બોલાવી છે.બીજી તરફ ડી કે શિવકુમારને મુંબઇ પોલીસે અટકાયતમાં લઈ તેમને બેંગલુરમાં મોકલી દીધા […]

Top Stories India
wsajd 2 સુપ્રીમ કોર્ટમાં આજે નક્કી થઇ શકે છે કર્ણાટક સરકારનું ભાવિ

કર્ણાટકમાં ચાલી રહેલ રાજકીય નાટક હવે દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યું છે.સુપ્રીમ કોર્ટમાં આજે કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોની પીટીશન પર સુનવણી થશે.કર્ણાટકના 16 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા પછી અહીંની સરકાર ઓક્સીજન પર ચાલી રહી છે.

આ દરમિયાન સીએમ એચ ડી કુમારસ્વામીએ કેબિનેટની મીટિંગ બોલાવી છે.બીજી તરફ ડી કે શિવકુમારને મુંબઇ પોલીસે અટકાયતમાં લઈ તેમને બેંગલુરમાં મોકલી દીધા છે.

કર્ણાટકમાં ચાલી રહેલી રાજકીય મડાગાંઠ હવે સુપ્રીમ કોર્ટ પહોંચી છે. રાજ્યની સત્તાધારી કોંગ્રેસ અને જનતા દળ સેક્યૂલર (જેડીએસ)ના બળવાખોર ધારાસભ્યોએ તેમના રાજીનામાને લઇને સુપ્રીમ કોર્ટનો દરવાજા ખખડાવ્યો છે. કોંગ્રેસ-જેડીએસના બળવાખોર ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ કે.આર. રમેશ કુમાર પર તેમનું બંધારણીય કર્તવ્ય છોઠવાનો અને જાણી જોઈને તેમના રાજીનામાની સ્વીકૃતિમાં વિંલબનો આરોપ લગાવતા અરજી દાખલ કરી છે.

224 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે 113ની જરૂર છે. 13 બાગી ધારાસભ્યો ઉપરાંત કોંગ્રેસના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય રોશન બેગે પણ રાજીનામું આપી દીધું છે. જોકે ,બેગનો દાવો છે કે, તે બાગી ધારાસભ્યોની સાથે નથી. તેનો અર્થ એ છે કે, જો બેગ સહિત કોંગ્રેસના બાગી ધારાસભ્યોના રાજીનામા મંજૂર થી જાય છે તો કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 102 થઈ જશે. બીજી તરફ બે અપક્ષ અને એક બીએસપી ધારાસભ્યના સમર્થનથી ભાજપના સભ્યોની સંખ્યા 108 થી ગઈ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન