Not Set/ 3,80,700 કરોડની સંપત્તિ સાથે મુકેશ અંબાણી સતત આઠમાં વર્ષે સૌથી ધનિક ભારતીય, જાણે કોણ છે બીજા ધનિક ભારતીય

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી સતત આઠમા વર્ષે ધનાઢ્ય ભારતીયોની યાદીમાં ટોચ પર છે. તેની કુલ સંપત્તિ 3,80,700 કરોડ રૂપિયા છે. આઈઆઈએફએલ વેલ્થ હુરન ઇન્ડિયાની સમૃદ્ધ વ્યક્તિની યાદી અનુસાર, લંડન સ્થિત એસપી હિન્દુજા અને તેનો પરિવાર 1,86,500 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે આ યાદીમાં બીજા ક્રમે છે. શ્રીમંત ભારતીયોની યાદીમાં વિપ્રોના અઝીમ પ્રેમજી ત્રીજા ક્રમે છે. […]

Top Stories India
mu 3,80,700 કરોડની સંપત્તિ સાથે મુકેશ અંબાણી સતત આઠમાં વર્ષે સૌથી ધનિક ભારતીય, જાણે કોણ છે બીજા ધનિક ભારતીય
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી સતત આઠમા વર્ષે ધનાઢ્ય ભારતીયોની યાદીમાં ટોચ પર છે. તેની કુલ સંપત્તિ 3,80,700 કરોડ રૂપિયા છે. આઈઆઈએફએલ વેલ્થ હુરન ઇન્ડિયાની સમૃદ્ધ વ્યક્તિની યાદી અનુસાર, લંડન સ્થિત એસપી હિન્દુજા અને તેનો પરિવાર 1,86,500 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે આ યાદીમાં બીજા ક્રમે છે.
શ્રીમંત ભારતીયોની યાદીમાં વિપ્રોના અઝીમ પ્રેમજી ત્રીજા ક્રમે છે. તેની કુલ સંપત્તિ રૂ. 1,17,100 કરોડ થઈ છે. આ સૂચિમાં, 1000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ધરાવતા ભારતીયોની સંખ્યા 953 થઈ ગઈ છે. 2018 માં આ સંખ્યા 831 હતી. તે સાથે સાથે ડોલરનાં મૂલ્યની સાપેક્ષમાં ભારતીય અબજોપતિઓની સંખ્યા 141 થી ઘટીને 138 પર આવી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશના ટોચના 25 ધનિક લોકોની કુલ સંપત્તિનું મૂલ્ય ભારતના કુલ ઘરેલુ ઉત્પાદ (જીડીપી) ના દસ ટકા જેટલું છે. 1000 કરોડથી વધુની સંપત્તિવાળી કુલ 953 ઘનપતિઓની સંપત્તિ દેશના જીડીપીના 27 ટકા જેટલી છે.

આર્સેલરમિત્તલના સીઈઓ લક્ષ્મી નિવાસ મિત્તલ 1,07,300 કરોડ રૂપિયાની સંપત્તિવાળા ભારતીય સમૃદ્ધની યાદીમાં ચોથા ક્રમે છે. અને પાંચમાં ક્રમે 94,500 કરોડની સંપત્તિ સાથે ગૌતમ અદાણી છે. ટોપ ટેન શ્રીમંત ભારતીયોમાં 94,100 કરોડની સંપત્તિ ધરાવતા ઉદય કોટક છઠ્ઠા, અને સાયરસ એસ પૂનાવાલા 88, 800 કરોડની સંપત્તિ સાથે સાતમા, સાયરસ પાલોનજી મિસ્ત્રી 76, 000 કરોડની સંપત્તિ સાથે આઠમાં, શાપોરજી પાલોનજી 76, 800 કરોડની સંપત્તિ સાથે નવમા ક્રમે  અને દિલીપ શાંઘવી 71, 500ની સંપત્તિ સાથે દસમા સ્થાને છે.

આઈઆઈએફએલ વેલ્થ હ્યુરુન સૂચિ મુજબ, આ વર્ષે ધનિકની કુલ સંપત્તિમાં બે ટકાનો વધારો થયો છે. જોકે, મિલકતની સરેરાશ વૃદ્ધિમાં 11 ટકાનો ઘટાડો થયો છે. આ વર્ષે સૂચિમાં 344 ધનિક લોકોની સંપત્તિમાં ઘટાડો થયો છે. ત્યારે 112 ધનિક લોકો છે જે 1000 કરોડ રૂપિયાનાં સ્તરથી પાછળ રહી ગયા છે.

રિપોર્ટ અનુસાર 246 એટલે કે 26 ટકા શ્રીમંત ભારતીય મુંબઈમાં રહે છે. દિલ્હી 175 શ્રીમંત લોકોનું ઘર છે, જ્યારે 77 શ્રીમંત ભારતીય બેંગ્લોરમાં રહે છે. આ યાદીમાં પ્રવાસી ભારતીય (એનઆરઆઈ) નો પણ સમાવેશ છે. તેમાંથી 76 ટકા લોકોએ જાતે જ આ પદ પ્રાપ્ત કર્યું છે. અમેરિકા એનઆરઆઈ માટે પસંદગીનો દેશ છે. યુ.એસ. માં 31 શ્રીમંત ભારતીયો વસે છે. તે પછી સંયુક્ત આરબ અમીરાત અને બ્રિટન આવે છે.

7500 કરોડની સંપત્તિ સાથે ઓયો રૂમ્સના રિતેશ અગ્રવાલ સૌથી યુવા(25 વર્ષિય) અબજોપતિ છે. તે આ મંચ પર જાતે જ પહોંચ્યા છે. મીડિયા ડોટનેટના દિવ્યાંક તુરખીયા 40 વર્ષથી ઓછી ઉંમરના શ્રીમંત ભારતીય છે. તે 37 વર્ષનાં છે. આ યાદીમાં 152 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમની સરેરાશ વય 56 વર્ષ છે. એચસીએલ ટેક્નોલોજીસની 37 વર્ષીય રોશની નાદર સૌથી ધનિક ભારતીય મહિલા છે. તે પછી ગોદરેજ ગ્રુપની સ્મિતા વી કૃષ્ણ(68 વર્ષિય) છે. તેની કુલ સંપત્તિ 31,400 કરોડ રૂપિયા છે. બાયોકોનની કિરણ મઝુમદાર 18,500 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે, પોતાની શક્તિનાં આધારે આ પદ પ્રાપ્ત કરનારી સૌથી ધનિક ભારતીય મહિલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.