Not Set/ કોંગ્રેસ નેતા શિવકુમારને મોટો આંચકો, કોર્ટે જામીન અરજી નામંજૂર કરી

કર્ણાટક કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ડી.કે.શિવકુમારને બુધવારે દિલ્હીની કોર્ટ તરફથી મોટો આંચકો મળ્યો હતો. કોર્ટે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ડી.કે.શિવકુમારની નિયમિત જામીન અરજી નામંજૂર કરી છે. આપને જણાવી દઇએ કે, કોંગ્રેસનાં નેતા ડી.કે.શિવકુમાર મની લોન્ડરિંગ કેસમાં હાલ તિહાર જેલમાં બંધ છે.  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની હાજરીમાં એડિશનલ સોલિસિટર જનરલ કે.એમ. નટરાજે વિશેષ ન્યાયાધીશ અજયકુમાર કુહરની કોર્ટમાં કોંગ્રેસનાં નેતા ડી.કે.શિવકુમારની […]

Top Stories India
dk shivkumar કોંગ્રેસ નેતા શિવકુમારને મોટો આંચકો, કોર્ટે જામીન અરજી નામંજૂર કરી

કર્ણાટક કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ડી.કે.શિવકુમારને બુધવારે દિલ્હીની કોર્ટ તરફથી મોટો આંચકો મળ્યો હતો. કોર્ટે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ડી.કે.શિવકુમારની નિયમિત જામીન અરજી નામંજૂર કરી છે. આપને જણાવી દઇએ કે, કોંગ્રેસનાં નેતા ડી.કે.શિવકુમાર મની લોન્ડરિંગ કેસમાં હાલ તિહાર જેલમાં બંધ છે. 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની હાજરીમાં એડિશનલ સોલિસિટર જનરલ કે.એમ. નટરાજે વિશેષ ન્યાયાધીશ અજયકુમાર કુહરની કોર્ટમાં કોંગ્રેસનાં નેતા ડી.કે.શિવકુમારની જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે શિવકુમાર ફક્ત ટેક્સ ચૂકવીને તેમની કલંકિત મિલકતને નિર્દોશ સાબિત કરી શકશે નહીં.

શિવકુમાર વતી વરિષ્ઠ વકીલો અભિષેક મનુ સિંઘવી અને મુકુલ રોહતગી હાજર કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમણે એડિશનલ સોલિસિટર જનરલની અરજીનો વિરોધ કરતાં કહ્યું કે શિવકુમાર નિર્દોષ છે અને ઇડી તેમને જેલમાં રાખવા માટે બેચેન છે.

સુનાવણી દરમિયાન રોહતગીએ કહ્યું હતું કે, પી ચિદમ્બરમ જેવા વ્યક્તિ વિશે જો કોઈ ડર હોય કે તે દેશ છોડી શકે છે, તો આ દેશના કોઈ પણ વ્યક્તિ વિશે આવો ભય છે. પી ચિદમ્બરમની બીજી એક કેસમાં ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.