કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં #સિટીઝેનશિપએમેન્ડમેન્ટએક્ટ એટલે કે CAAની વિરુદ્ધ અરજી કરી છે. કેરળ સરકાર દ્વારા અરજીમાં કહેવામાં આવ્યું છે કે, એક્ટ ભારતના બંધારણનાં આર્ટિકલ 14, 21 અને 25 નું ઉલ્લંઘન કરે છે, તેમ જ ધર્મનિરપેક્ષતાના મૂળ સિદ્ધાંતની વિરુદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ પૂર્વે CAA મામલે કરેલી અરજીની સુનાવણી અને કોઇ પણ પ્રકારનાં આદેશની ના કહી હતી. સુપ્રીમ દ્વારા દેશ નાજુક હાલાતમાં હોવાની પણ સુચક ટકોર કરવામાં આવી હતી.
આ પણ વાંચો : CAA ને લઇને દાખલ કરાયેલી અરજી પર SC એ કરી આવી તીખી ટકોર
નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) ને બંધારણીય ગણાવીને સુપ્રીમ કોર્ટમાં થોડા દિવસ પહેલા એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી બાબતે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેએ આકરી ટિપ્પણી કરી હતી. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, દેશ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, તેથી આવી પિટિશન ફાઇલ કરવાથી કોઇ ફાયદો થશે નહી.
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, દેશ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આવા સમયે, દરેકનું લક્ષ્ય શાંતિ સ્થાપિત કરવાનું હોવુ જોઈએ. આવી અરજીઓ કોઇ મદદ કરશે નહીં. હજી પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ કાયદો બંધારણીય છે કે કેમ’. મુખ્ય ન્યાયાધીશે પણ આ દરમિયાન કહ્યું હતું કે, સંસદ દ્વારા કરવામાં આવેલ અધિનિયમ બંધારણીય છે તે આપણે કેવી રીતે જાહેર કરી શકીએ? હંમેશાં બંધારણનું અનુમાન જ લગાવી શકાય છે.
આ પણ વાંચો : વિવિધ રાજ્યોની HCમાં CAA વિરુદ્ધ દાખલ કેસોની સુનાવણી SCમાં 22 જાન્યુ. એ એકસાથે
આપને એ પણ જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટ દ્વારા હાલમાં જ સુપ્રીમ કોર્ટે અનેક ઉચ્ચ અદાલતો(હાઇકોર્ટ)ને SC સમક્ષ પેન્ડિંગ, નાગરિકત્વ (સુધારા) અધિનિયમ- CAAને પડકારતી વિવિધ અરજીઓને સ્થાનાંતરિત કરવાની માંગણી કરતી સરકારની અરજી પર નોટિસ ફટકારી છે. કોર્ટે કહ્યું કે, તે 22 જાન્યુઆરીએ સેન્ટ્રલની ટ્રાન્સફર અરજી સાથે CAA સંબંધિત તમામ અરજીઓની સુનાવણી કરશે.
કેન્દ્રની મોદી સરકાર દ્રારા જ્યારથી નાગરિકત્વ (સુધારા) અધિનિયમ એટલે કે CAA સંસદમાંથી પાસ કરી કાયદેનું રુપ આપવામાં આવ્યું છે, ત્યારેથી CAA સામે દેશભરમાં અનેક રાજ્યો અને અનેક સ્થળો પર દેખાવો કરવામાં આવી રહ્યા છે. CAA સામે કરવામાં આવી રહેલા દેખાવો શરુઆતી સમયમાં દેશનાં લગભગ વિપક્ષો દ્વારા મોલિક તર્ક સાથે શરુ થયા હતા. CAAનાં વિરોધમાં અનેક વિપક્ષો, વકિલો, સમાજ સેવકો અને ચિંતકો દ્વારા દેશનાં જુદા જુદા રાજ્યાનાં જુદા જુદા પ્રદેશોમાંથી કાયદા વિરુદ્ધ જે તે રાજ્યોની હાઇકોર્ટમાં યાચીકાઓ દાખલ કરવામાં આવી હતી.
સાથે સાથે અનેક સંગઠનો અને પક્ષો દ્વારા દેશની સર્વોચ્ચ અદાલત – સુપ્રીમ કોર્ટમાં પણ CAAને પડકારતી યાચીકા અને કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા આજે શુક્રવારે મહત્વનો આદેશ (ચૂકાદે) સંભળાવવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે અનેક ઉચ્ચ અદાલતો(હાઇકોર્ટ)ને SC સમક્ષ પેન્ડિંગ, નાગરિકત્વ (સુધારા) અધિનિયમ- CAAને પડકારતી વિવિધ અરજીઓને સ્થાનાંતરિત કરવાની માંગણી કરતી સરકારની અરજી પર નોટિસ ફટકારી છે. કોર્ટે કહ્યું કે, તે 22 જાન્યુઆરીએ સેન્ટ્રલની ટ્રાન્સફર અરજી સાથે CAA સંબંધિત તમામ અરજીઓની સુનાવણી કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.