Not Set/ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાકિબ અલ હસનનો વિશ્વ રેકોર્ડ

શેરે બાંગ્લા સ્ટેડિયમ ઢાંકા ખાતે રમાયેલી ટી-20 આંતરરાષ્ટ્રીય સીરીઝની પાંચમી અને અંતિમ મેચમાં યજમાન બાંગ્લાદેશી ટીમે ફરી એક વખત શાનદાર પ્રદર્શન કરી સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે.

Top Stories Sports
ટી-20

શેરે બાંગ્લા સ્ટેડિયમ ઢાંકા ખાતે રમાયેલી ટી-20 આંતરરાષ્ટ્રીય સીરીઝની પાંચમી અને અંતિમ મેચમાં યજમાન બાંગ્લાદેશી ટીમે ફરી એક વખત શાનદાર પ્રદર્શન કરી સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. સીરીઝની પ્રથમ ત્રણ મેચ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ ચોથી ટી-20 જીતીને પરત ફરી હતી, પરંતુ ફરી એકવાર પાંચમી મેચમાં તેઓ હારી ગયા હતા, અને તેઓ આ મેચ માત્ર હાર્યા જ નહીં, પણ એટલા ખરાબ રીતે હારી ગયા કે તેઓ આ મેચ અને સીરીઝને લાંબા સમય સુધી ભૂલી નહી શકે. પાંચમી ટી-20 મેચમાં બાંગ્લાદેશે 123 રનનાં લક્ષ્યાંકનો પીછો કર્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયા 62 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતુ અને આનો સૌથી મોટો શ્રેય તેમના સ્ટાર ખેલાડી શાકિબ અલ હસનને જાય છે.

1 27 ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાકિબ અલ હસનનો વિશ્વ રેકોર્ડ

આ પણ વાંચો – એન્ડોર્સમેન્ટમાં ઉછાળ / ઓલિમ્પિકમાં ગોલ્ડ પછી નીરજ ચોપરાની બ્રાન્ડ વેલ્યુમાં મોટો ઉછાળ, એડ ગુરુ પીયૂષ પાંડેએ કહ્યું, …

બાંગ્લાદેશ સામે 5 મેચની ટી-20 શ્રેણી રમવા માટે પ્રવાસે પહોંચેલી ઓસ્ટ્રેલિયન ટીમે એક ખૂબ જ શરમજનક રેકોર્ડ નોંધાવ્યો છે. જેમાં મહમુદુલ્લાહની આગેવાનીવાળી બાંગ્લાદેશની ટીમે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા સામે દ્વિપક્ષીય સીરીઝ પોતાના નામે કરી છે. બાંગ્લાદેશની ટીમે સતત 3 મેચ જીતીને 5 મેચોની ટી-20 સીરીઝમાં પહેલાથી જ લીડ મેળવી લીધી હતી, જોકે ચોથી ટી-20 મેચમાં કાંગારૂ ટીમ પરત ફરી હતી અને 3 વિકેટે જીત મેળવી હતી. સીરીઝની છેલ્લી મેચ સોમવારે રમાઈ હતી જેમાં બાંગ્લાદેશની ટીમે પ્રથમ બેટિંગ કરતા 122 રન બનાવ્યા હતા. જેમા બાંગ્લાદેશની ટીમે શાનદાર જીત મેળવી છે.

ઓસ્ટ્રેલિયા પાસે આ નાનું લક્ષ્ય હાંસલ કરવાની અને સમ્માનથી સીરીઝનો અંત લાવવાની સારી તક હતી પરંતુ વાસ્તવમાં કંઈક બીજું જ થવાનું હતું. લક્ષ્યનો પીછો કરતા નસુમ અહમદે ઓસ્ટ્રેલિયન ટીમને પહેલા બે ઝટકા આપ્યા હતા. પરંતુ શાનદાર પ્રદર્સન તો શાકિબ અલ હસને બતાવ્યુ હતુ. જેણે ઓસ્ટ્રેલિયાનાં મિડલ ઓર્ડર અને અંતિમ આવનારા બેટ્સમેનોને ક્રીઝ પર ઉભા રહેવાની તક પણ આપી ન હોતી.

શાકિબ અલ હસન

આ પણ વાંચો – વલસાડનું ગૌરવ / આગામી ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલના લક્ષાંક સાથે વલસાડની યુવતી કીક બોક્ષીગ અને મિકશ માર્શલઆર્ટની કરી રહી છે તૈયારી

શાકિબ અલ હસને આ મેચમાં 3.4 ઓવર નાખી હતી, જે દરમ્યાન તેણે 1 મેડન ઓવર ફેંકી હતી અને માત્ર 9 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેણે ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેથ્યુ વેડ (22) ને બોલ્ડ કર્યો, એશ્ટન ટર્નર (1) ને કેચ કરાવ્યો, નાથન એલિસ (1) ને બોલ્ડ કર્યો અને એડમ ઝામ્પા (4) ને કેચ આઉટ કરીની 4 વિકેટ પૂર્ણ કરી હતી. આ શાકિબની ટી-20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીનું બીજું શ્રેષ્ઠ પ્રદર્શન સાબિત થયું. આ ફોર્મેટમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 20 રન આપીને 5 વિકેટ હતું, જે તેણે ડિસેમ્બર 2018 માં ઢાકામાં વેસ્ટ ઇન્ડીઝ સામે કર્યું હતું. આ સાથે શાકિબ અલ હસન હવે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000+ રન અને 100+ વિકેટ લેનાર વિશ્વનો પહેલો ખેલાડી બની ગયો છે. પાંચમી ટી 20 મેચ પહેલા શાકિબે ટી 20 ક્રિકેટમાં 98 વિકેટ લીધી હતી. હવે તે પોતાની વિકેટનો આંકડો 102 પર લઈ ગયો છે.