Not Set/ કોરોનાનાં વધતા કેસને જોતા PM મોદી આજે ડૉક્ટરો અને ફાર્મા કંપની સાથે કરશે સંવાદ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોવિડ-19 ની સ્થિતિ અંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરનાં અગ્રણી ડોક્ટરો સાથે વાત કરશે.

Top Stories India
123 24 કોરોનાનાં વધતા કેસને જોતા PM મોદી આજે ડૉક્ટરો અને ફાર્મા કંપની સાથે કરશે સંવાદ
  • વડાપ્રધાન મોદી આજે ડૉક્ટરો સાથે કરશે સંવાદ
  • સાંજે 4.30 કલાકે મોદીનો ડૉક્ટરો સાથે સંવાદ
  • સાંજે 6 કલાકે ફાર્મા કંપની સાથે કરશે સંવાદ
  • વીડિયો કૉન્ફરન્સિંગથી કરશે ચર્ચા વિચારણા

દેશ કોરોના મહામારીએ તેનુ તાંડવ યથાવત રાખ્યુ છે. આ વાયરસ સાથે સમગ્ર દેશ અને દુનિયા સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોવિડ-19 ની સ્થિતિ અંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરનાં અગ્રણી ડોક્ટરો સાથે વાત કરશે. આ બેઠક સાંજે 4.30 કલાકે યોજાવાની છે. સાંજે 6 વાગ્યે, વડા પ્રધાન દેશની ટોચની ફાર્મા કંપનીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ પર વાતચીત પણ કરશે.

Viral Video / માસ્ક નહી પહેરુ, ચલણ નહી ભરુ, મન થશે તો અહી જ કરીશ પતિને Kiss, રસ્તા વચ્ચે મહિલાની ધમાલ

ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરમાં, દિવસેને દિવસે ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમિતોની સંખ્યા હવે રેકોર્ડ મૃત્યુનાં રૂપમાં દેખાઇ રહી છે. આરોગ્ય મંત્રાલયનાં આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 2,73,810 નવા કોરોનાનાં કેસ નોંધાયા છે. આ સમય દરમિયાન 1619 કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. ગઇ કાલે નોંધાયેલા કેસની સરખામણીમાં આ થોડા ઓછા કેસ છે, પરંતુ એટલા પણ ઓછા કેસ નથી કે તે ચિંતાથઈ દૂર કરી શકે. જણાવી દઇએ કે, દેશમાં સતત ત્રણ દિવસ સુધી મોતની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે. દેશમાં કોરોનાનો સંક્રમણ દર માત્ર બે અઠવાડિયાથી પણ ઓછા સમયમાં બમણો થઈ ગયો છે. એટલે કે, કુલ ટેસ્ટ કરવાામાં આવેલા સેમ્પલોમાંથી 16.7% સેમ્પલો પોઝિટિવ હોવાનું સામે આવી રહ્યુ છે.

કોરોના 2.0: રાજકોટ પર કોરોનાનો કહેર યથાવત : આજે વધુ 67 મોત, તા.પં.પૂર્વ પ્રમુખ ઘોઘુભા તથા કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજાના પરિજનો કોરોનાગ્રસ્ત

વળી સાપ્તાહિક સરેરાશ 14.3 ટકા છે. અગાઉ ગયા વર્ષે 19 જુલાઇએ પોઝિટિવિટી રેટ 15.7 ટકા પર પહોંચ્યો હતો અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 12.5 ટકા હતો. 16.7 ટકા સંક્રમણ દરનો અર્થ એ છે કે દર છ સેમ્પલોમાંથી એક પોઝિટિવ જોવા મળી રહ્યો છે. કોરોના ચેપગ્રસ્ત લોકોનો રિકવરી દર ઘટીને 86 ટકા થઈ ગયો છે. આંકડા મુજબ, આ રોગમાંથી ઠીક થનારા લોકોની સંખ્યા વધીને 1,29,48,848 થઈ ગઈ છે અને મૃત્યુ દર ઘટીને 1.20 ટકા થઈ ગયો છે.

Untitled 227 કોરોનાનાં વધતા કેસને જોતા PM મોદી આજે ડૉક્ટરો અને ફાર્મા કંપની સાથે કરશે સંવાદ