Cricket/ એકવાર ફરી ભારત અને પાકિસ્તાનની ટીમ જોવા મળશે આમને-સામને, જાણો ક્યા અને ક્યારે

આ ક્રિસમસમાં એક મોટી ક્રિકેટ મેચ તમારી રાહ જોઈ રહી છે. હા. આ 25મી ડિસેમ્બરે ભારત અને પાકિસ્તાન (INDvsPAK) વચ્ચે મેચ થવાની છે.

Top Stories Sports
ભારત અને પાકિસ્તાન મેચ

એશિયા કપની મેચો 23 ડિસેમ્બરથી સંયુક્ત અરબ અમીરાતમાં શરૂ થવા જઈ રહી છે. જણાવી દઇએ કે, આ ક્રિસમસમાં એક મોટી ક્રિકેટ મેચ તમારી રાહ જોઈ રહી છે. હા. આ 25મી ડિસેમ્બરે ભારત અને પાકિસ્તાન (INDvsPAK) વચ્ચે મેચ થવાની છે.

11 2021 12 12T085438.500 એકવાર ફરી ભારત અને પાકિસ્તાનની ટીમ જોવા મળશે આમને-સામને, જાણો ક્યા અને ક્યારે

આ પણ વાંચો – Ashes series / કેમેરામાં કેદ થયો પ્રેમ, ઈંગ્લેન્ડનાં ચાહકે સ્ટેડિયમમાં કર્યુ ઓસ્ટ્રેલિયન ગર્લફ્રેન્ડને પ્રપોઝ

જણાવી દઇએ કે, UAEમાં 23 ડિસેમ્બરથી અંડર-19 એશિયા કપ શરૂ થઈ રહ્યો છે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા મળશે. જેનો અર્થ સ્પષ્ટ છે કે હવે આપણા જુનિયર ટીમનાં ખેલાડીઓ સિનિયર ટીમનો બદલો લેશે. તમને યાદ હશે કે T20 વર્લ્ડકપની લીગ મેચમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. હવે ભારત એશિયા કપમાં પાકિસ્તાનને હરાવીને તેનો બદલો લેવા માંગશે. મેચ ભલે જુનિયર ટીમની હોય, પરંતુ ભારત પાકિસ્તાન સામે જીતથી ઓછી કોઈ મેચ ઈચ્છતું નથી. આપને જણાવી દઈએ કે, ભારત જુનિયર એશિયા કપની સૌથી સફળ ટીમોમાંથી એક છે. ભારત અને પાકિસ્તાન એશિયામાં પડોશી દેશો છે. બન્ને દેશોમાં ક્રિકેટને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, આપણે બધા જાણીએ છીએ કે ભારત અને પાકિસ્તાન મેચ ક્રિકેટ પ્રેમીઓ માટે કેટલી ખાસ છે અને ક્રિકેટ ચાહકો હંમેશા ભારત અને પાકિસ્તાન મેચ માટે તૈયાર રહે છે. તાજેતરમાં જ, બન્ને દેશ T20 વર્લ્ડકપ 2021માં સાથે રમતા જોવા મળ્યા હતા. જ્યાં પાકિસ્તાને ભારતને પ્રથમ વખત વર્લ્ડકપમાં હરાવ્યું હતું. હવે આ મહિને બન્ને દેશો ફરી ટકરાવાનાં છે.

ભારત અને પાકિસ્તાન મેચ

આ પણ વાંચો – Sports / ગૃહમંત્રી બાદ હવે રક્ષા મંત્રીના પુત્રની રમતમાં એન્ટ્રી! રાજનાથ સિંહનો પુત્ર લડી શકે છે IOAની ચૂંટણી

BCCI એ આ મહિને યોજાનાર એશિયા કપ માટે 20 સભ્યોની ટીમની યાદી બહાર પાડી છે, જેમાં એશિયા કપનું આયોજન UAEમાં થઈ રહ્યું છે. આ સાથે, સમિતિએ 11 થી 19 ડિસેમ્બર દરમિયાન બેંગલુરુમાં શરૂ થનારી નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) મેચો માટે 25 સભ્યોની ટીમની પણ જાહેરાત કરી છે. આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનારા અંડર-19 વર્લ્ડકપનાં હિસાબે આ બન્ને ટૂર્નામેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભારતની અંડર-19 ટીમઃ

યશ ધૂલ (C), હરનૂર સિંહ પન્નુ, અંગ્રીશ રઘુવંશી, અંશ ગોસાઈ, એસ કે રાશીદ, અન્નેશ્વર ગૌતમ, સિદ્ધાર્થ યાદવ, કૌશલ તાંબે, નિશાંત સિંધુ, દિને બના (WK), આરાધ્ય યાદવ (C), રાજનગદ બાવા, રાજવર્ધન હનગારગેકર, ગર્વ સાંગવાન, રવિ કુમાર, ઋષિત રેડ્ડી, માનવ પારખ, અમૃત રાજ ઉપાધ્યાય, વિકી ઓસ્વાલ, વાસ વુત્સ.