Loksabha Election 2024/ ગુજરાતમાં સૌ પ્રથમ વખત મતદાન જાગૃતિમાં નવતર પ્રયોગ, ‘બોટરોન’ આપશે મતદાનની માહિતી, જાણો કોણ છે ‘બોટરોન’

ગુજરાતમાં સૌ પ્રથમવાર બોટાદમાં નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો. બોટાદમાં મતદાન જાગૃતિને લઈને વહીવટીતંત્ર દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 03 27T140943.502 ગુજરાતમાં સૌ પ્રથમ વખત મતદાન જાગૃતિમાં નવતર પ્રયોગ, 'બોટરોન' આપશે મતદાનની માહિતી, જાણો કોણ છે 'બોટરોન'

@ યાસીન માંકડ, બોટાદ

ગુજરાતમાં સૌ પ્રથમવાર બોટાદમાં નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો. બોટાદમાં મતદાન જાગૃતિને લઈને વહીવટીતંત્ર દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો. આગામી લોકસભા ચૂંટણીમાં વધુને વધુ મતદારો મતદાન કરે તે ઉદેશ્ય સાથે વહીવટી તંત્ર સક્રિય બન્યુ છે. બોટાદ જિલ્લામાં મતદાન જાગૃતિને કલેક્ટર કચેરી દ્વારા આધુનિક પ્રયોગ અજમાવ્યો છે. કલેક્ટર ડો.જેન્સી રોઈ દ્વારા કલેક્ટર કચેરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું. ઓડિયો અને વીડિયો મારફતે કલેક્ટર કચેરીમાં આવતા લોકોને મતદાન અંગે રોબોટ માહિતી આપશે. સૌ પ્રથમ વખત કોઈ ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે રોબોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રોબોટને ‘બોટરોન’ નામ આપવામાં આવ્યું છે. જે લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવશે. આગામી દિવસોમાં અન્ય જાહેર કચેરી ખાતે પણ આ પ્રકારના રોબોટ મુકવામાં આવશે.

લોકસભા ચૂંટણી ને લઈ વધુ ને વધુ મતદાન થાય તેના માટે બોટાદ જિલ્લા કલેકટર દ્રારા સતત તેમના માર્ગદર્શન હેઠળ અલગ અલગ કાર્યકરો નું આયોજન કરવામાં આવે છે જેમાં અગાવ જાદુગર તેમજ શેરી નાટક થકી લોકો ને વધુ ને વધુ મતદાન માટે અપીલ કરી મતદાન નું મહત્વ સમજાવી વધુ મતદાન કરવા લોકો માં જાગૃતતા લાવવા આયોજન કરવામાં આવેલ.ત્યારે આજ રોજ બોટાદ જિલ્લા કલેકટર ડો.જેન્સીરોય ના સીધા માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા માં રોબર્ટ ને બોટન નામ આપી એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલ જેમાં રોબર્ટ દ્રારા હાથ માં ડિસ્પ્લે સાથે લોકો ને મતદાન અને ઓડિયો સાથે માહિતી આપે તેવું કરાયું આયોજન. આ નવતર પ્રયાગ બોટાદ જિલ્લા માં કલેકટર કચેરી ખાતે થી શરૂ કરવામાં આવેલ તેમજ આગામી દિવસો માં અન્ય જાહેર કચેરી ખાતે પણ આ મુજબ રોબર્ટ મૂકી લોકો માં મતદાન અંગે વધુ જાગૃતતા આવે તેવા બોટાદ જિલ્લા વહીવટી વિભાગ દ્રારા પ્રયાસ કરવામાં આવશે.

કેવી રીતે પડ્યું બોટરોન નામ

ગુજરાતમાં સૌ પ્રથમવાર મતદાન જાગૃતિ માટે તૈયાર કરાયેલા રોબોર્ટનું નામ બોટરોન આપવામાં આવ્યું છે. રોબર્ટનું બોટરોન નામવા આપવા અંગે પણ એક રહસ્ય છુપાયેલુ છે. આ અંગે બોટાદ કલેકટર જેન્સી રોયને પુછતા તેમણે મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રોબર્ટનું નામ બોટાદાના નામ પરથી જ રાખવામાં આવ્યું છે. કારણ કે  સૌ પ્રથમ વખત આ પ્રકારનો રોબોર્ટ લોકસભા ચૂંટણીમાં જોવા મળ્યો છે. જે મતદારોમાં મતદાન જાગૃતિ લાવશે. અને આ રોબોટ બોટાદમાં બનાવવામાં આવ્યો છે. આથી બોટાદનું નામ અને મતદાન એમ બંન્ને નામને ભેગા કરી રોબર્ટનું નામ ‘બોટરોન’રાખવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે

આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે

આ પણ વાંચોઃ Consultancy/પત્ની ઘરે પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો મને સલાહ આપતા હતાઃ નીતિન પટેલ

આ પણ વાંચોઃ ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત