Delhi Liquor Policy Case/ કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 21 માર્ચે વિસ્તૃત પૂછપરછ કરવા………..

Top Stories India Breaking News
YouTube Thumbnail 1 3 કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે

New Delhi News: દિલ્હીના કથિત લિકર પોલિસી કેસ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને EDની કસ્ટડીને પડકારવા દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીની આજે સુનાવણી છે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા આજે 10:30 વાગ્યે કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે. અરવિંદ કેજરીવાલે તેમની ધરપકડ અને ED દ્વારા ગેરકાયદે રિમાન્ડ બદલે તાત્કાલિક મુક્ત થવા અરજી દાખલ કરી હતી.

Delhi HC set to have a Chief Justice, five High Courts to get CJs as well | India News - The Indian Express

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 21 માર્ચે વિસ્તૃત પૂછપરછ કરવા 28 માર્ચ સુધી EDની કસ્ટડી માટે મોકલી દેવાયા હતા. કેજરીવાલે અગાઉ પોતાના વિરૂદ્ધ સમન્સ પાઠવવા બદલ સહિતની કાર્યવાહીને રદ કરવા અદાલતના દ્વાર ખટખટાવ્યા હતા. અરજીમાં કેજરીવાલે કહ્યું હતું કે, કેજરીવાલે પોતાની અરજીમાં કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ ‘મુખ્ય ટીકાકાર’ છે. વિપક્ષના નેતા છે તેમજ ઈન્ડિયા ગઠબંધનથી જોડાયેલા છે. તેથી તેમના વિરૂદ્ધ કાર્યવાહી થઈ રહી છે.

કથિત લિકર પોલિસી કેસમાં આપ નેતા મનીશ સિસોદીયા અને સંજય સિંહ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ED દ્વારા જાહેર કરાયેલા આરોપોમાં કેજરીવાલના નામનો ઘણી વખત ઉલ્લેખ કરાયો છે. EDએ આરોપ મૂક્યો છે કે આરોપીઓ એક્સાઈઝ કેસમાં કેજરીવાલના સંપર્કમાં હતા જેના બદલે તેમને ઘણા લાભ પણ આપવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે

આ પણ વાંચોઃસુરતમાં 35 વર્ષીય જિમ ટ્રેનરનું હાર્ટએટેકથી મોત, કોઈપણ બીમારી ના હોવા છતાં યુવાન થયો હાર્ટએટેકનો શિકાર

આ પણ વાંચોઃ ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત

આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપ પાર્ટી આજે PM મોદીના નિવાસ્થાનનો કરશે ઘેરાવો, પોલીસે ટ્રાફિક એડવાઈઝરી કરી જાહેર