Gujarat/ ભાવનગરના જૂની કામરોળ ગામે કાર કોઝવેમાં તણાતા આહીર પરિવારના બે મહિલા સહિત ત્રણનાં મોત

ભાવનગર જિલ્લાના તળાજા નજીકના પાવઠી ગામનો પંચોળી આહીર સમાજના ઝીંઝાળા પરિવારના પાંચ સભ્યો મારૂતિ કંપનીની કાર લઈને જૂની કામરોળ ગામે ૨૫ દિવસના દીકરાને સુરધન દાદાના દર્શન કરવા ગયેલ

Top Stories Gujarat
7 ભાવનગરના જૂની કામરોળ ગામે કાર કોઝવેમાં તણાતા આહીર પરિવારના બે મહિલા સહિત ત્રણનાં મોત

ભાવનગર જિલ્લાના તળાજા નજીકના પાવઠી ગામનો પંચોળી આહીર સમાજના ઝીંઝાળા પરિવારના પાંચ સભ્યો મારૂતિ કંપનીની કાર લઈને જૂની કામરોળ ગામે ૨૫ દિવસના દીકરાને સુરધન દાદાના દર્શન કરવા ગયેલ. એ સમયે વચ્ચે આવતા નેરામાં પાણીના ધસમસતા પ્રવાહ તણાઈને પાણીમાં ગરકાવ થઈ જતા કારમા બેસેલ પાંચેય વ્યક્તિ ડૂબવા લાગ્યા હતા. જેમાં જૂની કામરોળ ગામના હિંમતવાન યુવકોએ પાણીમાં પડી ડૂબેલાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પિતા, પુત્રને બચાવી શકાયા હતા. બે મહિલા અને એક બાળકીનુ મોત નિપજેલ.

અનરાધાર વરસાદ ક્યાંક કાળ બની રહ્યો છે. અરેરાટી ઉપજાવતી ઘટનાની મળતી વિગતો મુજબ તળાજાના પાવઠી ગામે રહી ખેતી કરતા ખેડૂત ઝીંઝાળા પરિવારના ઘેર બાળકનો જન્મ થયો હોય તે બાળકને સવા મહિનાનો થાય તે પહેલાં જૂની કામરોળ ગામે સુરધન દાદાને પગે લગાડવાની માનતા હોય દીકરો આજે પચીસ દિવસનો થતા પગે લગાડવા ગયા હતા.

ઘટના એક મહિલા નઝરે જોતા દેકારો કરતા ત્યાં આસપાસના વાડીઓવાળા ક્ષત્રિય પરિવારના યુવાનો દોડી આવ્યા હતા. ડૂબેલા વ્યક્તિ ને બચાવવા જીવના જોખમે કામે લાગ્યા હતા. કારમાં બેસેલ પાંચેય વ્યક્તિ ને બહાર કાઢી તળાજા ૧૦૮ ને ફોન કરી પાંચેય વ્યક્તિને ગંભીર હાલતે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાં બે મહિલા અને એક બાળકી દયાબેન ભદ્રેશભાઈ ઉ.વ.૩૫, અમી ભદ્રેશભાઇ ઉ.વ.૨, મુકતાબેન વેલજીભાઈ ઉ.વ.૫૦ ને.મૃત જાહેર કરેલ. ૨૫ દિવસનું બાળક અને તેના પિતા ભદ્રેશભાઈ વેલજીભાઈને સારવાર મળતા તેઓની સ્થિતિ સારી છે.

મૃતકોને તળાજાની સરકારી હોસ્પિટલમાં પી.એમ માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સહિતના દોડી આવ્યા હતા.

મહિલાએ બૂમ પાડી’ને અમે કુદી પડ્યા

જૂની કામરોળ ગામના અરવિંદસિંહ સરવૈયાની બે વ્યક્તિને બચાવવાની ભૂમિકા મહત્વની રહી. તેઓએ જણાવ્યું કે કાર ડૂબી કે તુરંત ત્યાં ઉભેલી એક મહિલાએ બૂમ પાડી. દોડીને આસપાસ રહેલા પરિવાર ગામના યુવકોને સાદ પાડી ડૂબેલા ને બચાવવા કૂદી પડ્યા હતા. ગાડીના બારણાં ખુલી શક્યા હોત તો બધાને બચાવી શકાયા હોત, જોકે કાચ તોડી ને બાળક અને એક યુવાનને બચાવી શક્યા.