Ambaji Temple/ અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર

અરીસા વડે માતાજીને સૂંર્યનારાયણના દર્શન કરાવ્યા બાદ થશે બપોરની આરતી

Gujarat Top Stories
Beginners guide to 2024 05 10T181012.082 અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર

Gujarat News : અંબાજી મંદિરમાં માતાજીના દર્શનમાં ફેરફાર કરાયો છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અખાત્રીજથી અંબાજી મંદિરમાં માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે.

અંબાજી મંદિરમાં અરીસા વડે સૂર્યનારાયણના દર્શન કરાવવામાં  આવશે. ત્યારબાદ બપોરની આરતી શરૂ થશે.  તે સિવાય અખાત્રીજથી અષાઠી  એકમ સુધી અંબાજી મંદિરમાં દિવસમાં 3 વખત માતાજીના શણગાર કરવામાં આવશે. તે સિવાય 6 જુલાઈ 2024 સુધી માતાજીનો અન્નકૂટ થઈ શકશે નહી.

અંબાજી દેશમાં 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી અંબાજી મંદિરમાં વર્ષ દરમિયાન અલગ અલગ સમયે દર્શન સમયમાં ફેરફાર થતો હોય છે.

મા અંબાને અરીસા વડે સૂંર્યનારાયણના દર્શન કરાવ્યા બાદ બપોરની આરતી શરૂ થાય છે. મંદિરના ગર્ભગૃહમાં  આ બે મહિનામાં માતાજીને કપડાનો પંખો પણ લગાડવામાં આવ્યો ચે. આ બે મહિના એટલેકે 10 મેથી 6 જુલાઈ 2024 સુધી અંબાજી મંદિરમાં  છપ્પનભોગ કે અન્નકૂટ થતા નથી.

ચાચર ચોકમાં મૃત્ય મંડપ નીચે અરીસા વડે સૂર્યનારાયણનો પ્રકાશ માતાજીના વીશ યંત્ર પર પાડીને બપોરની આરતી શરૂ થાય છે. બપોરે 12 વાગ્યે સોનાની થાળીમાં માતાજીને રાજભોગ ધરાવ્યા બાદ અરીસા વડે સૂર્યનારાયણના  દર્શન કરાવવામાં આવે છે.

અંબાજી મંદિરમાં આરતી સવારે 7 થી 7.30 સુધી થશે. દર્શન સવારે 7.30 થી 10.45 વાગ્યા સુધી થશે. રાજભોગ આરતી 12.30 થી 1 વાગ્યા સુધી થશે. બપોરના દર્શન 1 થી 4.30 વાગ્યા સુથી થશે. સાંજે 7 થી 7.30 સુધી આરતી થશે. જ્યારે સાંજે 7.30 થી 9 વાગ્યા સુધી દર્શન થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો:સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે…