Not Set/ અમદાવાદમાં CAAનો હિંસક વિરોધ, પથ્થમારા સામે પોલીસનો લાઠ્ઠી ચાર્જ, ટીયર ગેસનાં સેલ પણ છોડવામાં આવ્યા

અમદાવાદમાં CAA અને NCR નો વિરોધમાં ચાલી રહેલા શાંતિપૂર્ણ દેખાવાએ અચાનક હિંસક રુપ ધારણ કર્યુ છે. અમદાવાદનાં શાહઆલમમાં ટોળા દ્વારા હિંસક વિરોધ પ્રદર્શન શરુ કરી પથ્થરમારો શરુ કરવમાં આવ્યો છે.  વિરોધ પ્રદર્શન કરી રહેલા ટોળા દ્વારા પોલીસને પથ્થરમારાનો શિકાર બનાવવામાં આવતા સાતથી આઠ પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. તો સાથે સાથે ટોળા દ્વારા પત્રકારો અને સમાચાર […]

Top Stories Ahmedabad Gujarat
pjimage 12 અમદાવાદમાં CAAનો હિંસક વિરોધ, પથ્થમારા સામે પોલીસનો લાઠ્ઠી ચાર્જ, ટીયર ગેસનાં સેલ પણ છોડવામાં આવ્યા

અમદાવાદમાં CAA અને NCR નો વિરોધમાં ચાલી રહેલા શાંતિપૂર્ણ દેખાવાએ અચાનક હિંસક રુપ ધારણ કર્યુ છે. અમદાવાદનાં શાહઆલમમાં ટોળા દ્વારા હિંસક વિરોધ પ્રદર્શન શરુ કરી પથ્થરમારો શરુ કરવમાં આવ્યો છે.  વિરોધ પ્રદર્શન કરી રહેલા ટોળા દ્વારા પોલીસને પથ્થરમારાનો શિકાર બનાવવામાં આવતા સાતથી આઠ પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. તો સાથે સાથે ટોળા દ્વારા પત્રકારો અને સમાચાર માધ્યમોનાં કેમરા મેનને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.

તોફાની ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હોવનુ સામે આવી રહ્યું છે. તો સાથે સાથે વિરોધીઓનાં પથ્થરમારામાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસ અને પ્રદર્શનકાર્યો વચ્ચે ઘર્ષણ વધતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. તોફાની તત્વો સતત પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા છે ત્યારે મામલો ગંભીર થતો જોવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઇએ કે પથ્થરમારા અને હિંસક દેખાવોનાં પગલે અજિત મિલથી સારંગપુર સુધીનો BRTS રૂટ બંધ કરી દેવામાં આવ્યો છે.

તોફોનીઓનાં પથ્થરમારામાં 20થી વધુ પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે. તો પોલીસનાં ઉચ્ચ અધિકારી DCP બિપીન આહીર પણ ઇજાગ્રસ્ત થતા, પોલીસ દ્વારા ટોળાને કાબુમાં કરવા માટે 7 ટીયર ગેસના સેલ છોડ્યા હતા. સાથે સાથે પોલીસ દ્વારા ત્વરીત કાર્યવાહી કરી 20 થી 25 લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે.

હાલ જો કે, પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે તમામ લોકોને શાંતિની જાળવવા અપીલ કરી છે.  અમદાવાદના JCP નીપૂના તોરપણે પણ અજંપાનાં પગલે શાહઆલમ પહોંચ્યા હતા. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહ્યું છે. અમદાવાદનાં શાહઆલમમાં પોલીસ ખડકી દેવાઇ છે તો, તકેદારીનાં ભાગ રુપે SRPની એક ટીમ હિંસક વિસ્તારમાં જવા રવાના કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચનું પણ ફ્લેગ માર્ચ યોજી પોલીસ દ્વારા પોતાની ચુસ્તતાનું એલાન કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.