Not Set/ પોતાનાં ફાયદા માટે લોકોને કેન્સર ગ્રસ્ત બનાવી રહેલા નફાખોરોથી ચેતીજજો

ભારતમાં હાલ નીતનવા કાયદા બની  રહ્યા છે. કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બની ચુક્યું છે. રામ મંદિર ટૂંકમાં જ આકાર લેશે. તેમજ કેબ આવી ચૂક્યું છે અને એનઆરસી બીલ લાઇનમાં છે. જો કે દેશમાં આસામ થી શરુ થયેલ તેનો વિરોધ દિલ્હી અને અમદાવાદ સુધી પહોચી ચુક્યો છે. પરંતુ  કહેવાનો આશય છે કે, ભારત દુનિયાની પરવા કર્યા […]

Ahmedabad Top Stories Gujarat Others
rina brahmbhatt1 પોતાનાં ફાયદા માટે લોકોને કેન્સર ગ્રસ્ત બનાવી રહેલા નફાખોરોથી ચેતીજજો

ભારતમાં હાલ નીતનવા કાયદા બની  રહ્યા છે. કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બની ચુક્યું છે. રામ મંદિર ટૂંકમાં જ આકાર લેશે. તેમજ કેબ આવી ચૂક્યું છે અને એનઆરસી બીલ લાઇનમાં છે. જો કે દેશમાં આસામ થી શરુ થયેલ તેનો વિરોધ દિલ્હી અને અમદાવાદ સુધી પહોચી ચુક્યો છે. પરંતુ  કહેવાનો આશય છે કે, ભારત દુનિયાની પરવા કર્યા વિના તેને ઠીક લાગે તેમ આગળ વધી રહ્યું છે. વૈશ્વિક જમાતને નજરન્દાજી કરવાનો ભારતનો આ મૂડ જરા અનોખો છે. વળી તેનાથી તે બાબત પણ સાબિત થઇ રહી છે કે, ભારત આજે વિશ્વમાં તેનું એક સ્થાન બનાવી ચુક્યું છે, જ્યાં તે આત્મવિશ્વાસથી ભરપુર જણાય છે. જે ભારત માટે ગૌરવની ક્ષણ છે. ત્યારે આ નવુંનક્કોર   ભારત જેવા ગૌરવપ્રદ શબ્દો કાનમાં  મધ ઘોળતા હોય તેવા ભાસે છે. અને ક્યાંક વાતમાં દમ પણ છે. હિન્દુસ્તાન વિસ્તરું રહ્યું છે , પાંગરી રહ્યું છે, મહોરી રહ્યું છે.

પરંતુ સામે છેડે કેટલીક ચીજો તેવી પણ છે કે જે  લોકોનો કુદરતી અને કાયદાકીય અધિકાર હોવા છતાં લોકોને નથી મળી રહી અને લોકોના જીવન રક્ષણ સામે પણ બહુ મોટા પડકારો આ સ્થિતિ પેદા કરી રહી છે. અન્યથા ભારતમાં આજે જ્યાં અનેકવિધ કાયદાઓ બની રહ્યા છે. ત્યાં લોકોને જીવન રક્ષણ આપતા કાયદા બને અને કડકાઈથી તેનો અમલ થાય તેવું ન થવું જોઇએ. અને તે અત્યંત જરૂરી પણ બન્યું છે. આ અગાઉ પણ આ અંગે ચર્ચા  કરવામાં આવી જ છે. પરંતુ આજે પણ સ્થિતિ તેની તે જ છે. હાલ માં ટ્રાફિક નિયમોને લઈને કેટલાક કડક કાયદા  ઘડવામાં આવ્યા છે. જે જરૂરી હતા. જેનાથી લોકોની સલામતી થોડે ઘણે અંશે વધશે. કાયદામાં કચાશ જરૂર છે પરંતુ આમાંનું ઘણું બધું જરૂરી હતું. પરંતુ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો તે પણ હકીકત છે, આ સંદર્ભે કહી શકાય કે,  લોકો પણ સામે થોડા અણઘડ અને બેજવાબદાર તો છે જ.

ખેર મુદ્દાની વાત કરીએ તો દેશમાં હાલ ઘણા બદલાવ આવી રહ્યા છે. દેશ બદલાઈ રહ્યો છે, કાયદા સુધરી રહ્યા છે, જે  ઘણી જ સારી બાબત છે.  પરંતુ તમને નથી લાગતું કે હવે દેશના લોકોને તેમનો પ્રાથમિક અધિકાર છે તે,  હવા, પાણી અને ખોરાક 100% શુદ્ધ મળવા  જોઈએ. બાકી અત્યારે તો આ ત્રણેય જીવન પોષક તત્વો સાવ દુષિત , ઝેરી અને બિન આરોગ્યપ્રદ મળી રહ્યા છે. આ અંગે અભ્યાસ હાથ ધરવામાં આવે તો માલુમ પડશે કે કેટલા લોકો આ ત્રણેય ચીજોની શુદ્ધતાના અભાવે મોતને ભેટી રહ્યા છે. તેમછતાં તેને સુધારવાના કોઇપણ પ્રયાસો હાથ ધરાતા નથી.

માની લેવામાં આવે કે હવાની બગડેલી ક્વોલોટી સુધારવામાં સમય લાગી શકે છે. પરંતુ ખોરાક અને પાણીને તો સુધારી શકાય છે ને?

હાલના તબક્કે સૌથી વધુ અહેવાલો જે અંગેના પ્રાપ્ત થઇ રહ્યા છે તે પાણી, ખોરાક અને દૂધ અને દુધની બનાવટો અંગેના છે. વિશેષમાં દૂધ અને દૂધની બનાવટોમાં જે ભયાનક હદે ચેડા થઇ રહ્યા છે, તે ખુબ જ ખતરનાક બાબત છે. કેમ કે તેના પરિણામો ખુબ જ ખતરનાક આવી શકે છે અને આવી પણ રહ્યા છે. ખાસ તો આ અંગે કરવામાં આવેલ એક ધારણા અનુસાર 2022 સુધીમાં અગર આ પ્રવૃત્તિ પર લગામ કસવામાં ન આવી તો દર ઘર દીઠ એક કેન્સરનો દર્દી જોવા મળશે. ગુજરાતમાં આમ ફણ કેન્સરનાં કેસોમાં ધરખમ વધારો નોંધવામાં આવ્યો હોવાનો રિપોર્ટ પણ હાલમાં જ આવ્યો છે. અને આંકડા અત્યંત ચોકાવનારા છે. વિચારો કે આ કેટલી ગંભીર અને જોખમી બાબત છે. તેમ છતાં આવા રિપોર્ટોની અવગણના કરવામાં આવી રહી છે. અને થોડી કાગારોળ થાય એટલે આરોગ્યખાતું જ્યાં ત્યાં ચેકિંગ કરી સેમ્પલ એકઠા કરે છે અને પ્રાચીન પદ્ધતિ પ્રમાણે કાર્યવાહી કરે છે.

પરંતુ આ સેમ્પલો દુકાનદારનાં ઈશારો કવી રીતે લેવામાં આવે છે તે તમામ જાણેજ છે. તેમજ આ સેમ્પલો પ્રોપર જગ્યાએ પહોચે છે, તેનો પ્રોપર લેબ રીપોર્ટ આવે છે? તેવી કોઈ ખરાઈ  ફૂડ ઇન્સ્પેકટરો દ્વારા કરવામાં આવતી નથી. જેના પરિણામો આપણે  જોઈ જ રહ્યા છીએ.  નકલી દૂધ, ઘી, ચીજ, પનીર અને માવો બેફામ બને છે અને બેફામ વેચાય છે અને ખવાય પણ છે.આ જ પ્રકારે નકલી સોસ, ચટણી નું પણ છે.

વિશેષમાં આપણે જયારે અહી નકલી દુધના કારોબારની વાત કરી રહ્યા છીએ ત્યારે તે નોધવું રહ્યું કે, ભારતમાં રોજનું દૂધ ઉત્પાદન લગભગ 48 કરોડ લીટર જેટલું થાય છે. પરંતુ વસ્તીનું પ્રમાણ જોતા આગામી સમયમાં દુધની જરૂરિયાત વધીને 80 કરોડ લીટરે પહોચી  જશે. ત્યારે તે બાબત પણ વિચારણા માંગી લે છે કે,  ભારતમાં દુધાળા ઢોરોની સંખ્યા નથી તેટલી પ્રચંડ માત્રામાં દૂધનું ઉત્પાદન આમ પણ સવાલો પેદા કરનારા છે. શકના ઘેરામાં છે. તેમછતાં તંત્રની કુમ્ભકર્ણ ઊંઘ ઉડતી નથી. દુધમાં ફેટ લાવવા યુરીયા ખાતર મિલાવવાની ટેકનીક નાના મોટા ડેરીવાળા વર્ષોથી અજમાવતા આવ્યા છે. તેમછતાં આ બાબતે કોઈ ચાંપતી વ્યવસ્થા ગોઠવાઈ નથી. કેટલાક લેભાગુ તત્વો ભગવાનનો જરાપણ ડર રાખ્યા વિના કાયદેસર 100 % નકલી દૂધ બનાવતા હોય તેવા પણ અહેવાલો ઘણીવાર સામે આવ્યા છે. ડીટરજન્ટ પાવડર નાખી આ લેભાગુ લોકોના આરોગ્ય સાથે જાનલેવા ચેડા કરે છે. આવા લોકોને ભગવાનનો કે પાપ-પુણ્યનો કોઈ ડર નથી, પણ  શું કાયદામો પણ ડર નથી? કે કાયદા જ નથી અને છે તે ખુદ ડરેલા(જૂના) છે.

આ સાથે જ દૂધમાંથી બનતો માવો કે જે રિપોર્ટો મુજબ તદન અખાદ્ય હોય છે. તેમછતાં રાજ્યભરમાં તેના કેટલાય એકમો ધમધમે છે. ટેલ્કમ પાવડર અને કેમિકલ દ્વરા બનતો આ માવો મીઠી બરફી, કાજુ કતરી, પેંડા , ડ્રાય ફ્રુટ હલવો જેવી અનેક ચીજો બનાવવા વપરાય છે. તેમછતાં જે સેમ્પલ લેવામાં આવે છે અને લેબમાં મોકલવામાં આવે છે તે તમામ પ્રક્રિયા ભ્રષ્ટાચારથી ખદબદતી હોવાથી તેના કોઈ નિષ્કર્ષ નીકળતો નથી. બટરમાં  પણ આ જ પ્રમાણે વેજીટેબલ ફેટ અને પામોલીનમાં થી બનાવવામાં આવતું માર્ગરીન હોય છે. તેમજ ચીજ-પનીર પણ આ જ પ્રકારે સબ સ્તાન્દર્દ અને ભેળસેળયુક્ત જ હોય છે. અને 150 રૂપિયે કિલોના ભાવે ખાનગીમાં આ નકલી ચીજ, બટર વેચાય છે અને મુર્ખ લોકો હોંશે હોંશે ખાય પણ છે. આ અંગેના અનેક વિડીઓ આવતા હોવા  છતાં લોકો પોતે જ તેમની જીભના કંટ્રોલમાં રાખી શકતા નથી. અને આવું નકલી અને બિન આરોગ્યપ્રદ ચીજોના ઓર્ડર ઝુમ્તા ઝૂમતા આપે છે. ત્યારે હવે આમને કોણ સમજાવે કે આપણી જીભના બેખોફ સ્વાદ રસના કારણે જ આ લેભાગુ તત્વો ફાવી જાય છે.

સરકાર નિયમો બનાવે કે ન બનાવે, ફૂડ ઇન્સ્પેકટરો રેડ પડે કે ના પાડે પરંતુ લોકો જ જો સ્ટ્રીક થઇ જાય….તો ચિત્ર કેવું બદલાઈ શકે ?? કલ્પના તો કરી જુવો…ધંધો જ ના રહે તો શું ભેળસેળ થાય ??? તો જાગો લોકો જાગો અને આવા લોકોને સબક જાતે જ શીખવો ..

@ પત્રકાર-કટાર લેખક, રીના બ્રહ્મભટ્ટની કમલથી…..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન