કર્ણાટક ચૂંટણી/ કર્ણાટકના કોંગ્રેસનો વિજય નિશ્ચિતઃ દર પાંચ વર્ષે સત્તા બદલવાની પરંપરા જળવાઈ

કર્ણાટકમાં કોંગ્રેસનો વિજય સુનિશ્ચિત થઈ ગયો છે. ભાજપને આ વખતે 52 વિધાનસભ્યોને રીપિટ ન કરવાની ભૂલ ભારે પડી ગઈ છે. તેમા પણ શેટ્ટાર ભાજપને ફટકો મારવામાં સફળ રહ્યા હોવાનું કહેવાય છે.

Top Stories India
Karnataka Election BJP 1 કર્ણાટકના કોંગ્રેસનો વિજય નિશ્ચિતઃ દર પાંચ વર્ષે સત્તા બદલવાની પરંપરા જળવાઈ

કર્ણાટકમાં કોંગ્રેસનો વિજય સુનિશ્ચિત થઈ ગયો છે. ભાજપને આ વખતે 52 વિધાનસભ્યોને રીપિટ ન કરવાની ભૂલ ભારે પડી ગઈ છે. તેમા પણ શેટ્ટાર ભાજપને ફટકો મારવામાં સફળ રહ્યા હોવાનું કહેવાય છે. શેટ્ટારને સાથે લઈને કોંગ્રેસે ભાજપના લિંગાયત બેઠકોના ગઢમાં ગાબડું પડ્યું હોવાનું કહેવાય છે. આ સાથે શેટ્ટારનું કોંગ્રેસમાં કદ વધી જશે તેમ માનવામાં આવે છે. કોંગ્રેસ 115થી 120ની વચ્ચે બેઠક મેળવતી નજરે આવી છે. જ્યારે ભાજપનો આંકડો 75થી 80ની વચ્ચે છે. જ્યારે જેડીયુનો 27 તથા અન્યને પાંચ બેઠક મળી રહી છે. ભાજપની નો રીપિટ ફોર્મ્યુલા અહીં કામ આવી નથી. તેની સામે કોંગ્રેસ અસરકારક જાતિલક્ષી જોડાણ કરવામાં સફળ રહી છે.

 

આ પણ વાંચોઃ Political/ સચિન પાયલટે પદયાત્રાને કર્ણાટક ચૂંટણી સાથે જોડી, કહ્યું ‘અમે જીતી રહ્યા છીએ કારણ કે….

આ પણ વાંચોઃ IPL 2023/ મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને 27 રને હરાવ્યું.રાશિદ ખાનની વિસ્ફોટક ઇનિંગ્સ એળે ગઇ

આ પણ વાંચોઃ Maharashtra/ એકનાથ શિંદેની સરકાર ગેરબંધારણીય, ત્રણ મહિનામાં પડી જશે -શિવસેના નેતા સંજ્ય રાઉત