Not Set/ સંખેડાના કાવીઠાનાં સરપંચ ઉમેદવાર એશ્રા પટેલ સામે ફરિયાદ, જાણો શું છે મામલો

રવિવારે થયેલા મતદાનમાં કાવીઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બબાલ થતાં મોડેલ એશ્રા પટેલ સામે પોલીસ ફરિયાદ નોધાઈ છે. મહત્વનું છે કે એશ્રા પટેલ અને..

Top Stories Gujarat Others
મોડેલ એશ્રા પટેલ
  • મોડેલ એશ્રા પટેલ સહિત કાર્યકરો સામે પોલીસ ફરિયાદ
  • એશ્રા પટેલ કાવીઠા ગામેથી લડ્યા છે સરપંચની ચૂંટણી
  • રાત્રે ઉમેદવારો સામ-સામે આવી જતા સર્જાયું હતું ઘર્ષણ
  • એશ્રા પટેલ સહિત કુલ 12 વ્યક્તિ સામે નોંધાઇ ફરિયાદ
  • એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઇ

ગ્રામપંચાયતની ચૂંટણીમાં મોડેલ એશ્રા પટેલે  છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાંથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંદ બનવા માટે ઝંપલાવ્યું છે.ત્યારે રવિવારે થયેલા મતદાનમાં કાવીઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બબાલ થતાં મોડેલ એશ્રા પટેલ સામે પોલીસ ફરિયાદ નોધાઈ છે. મહત્વનું છે કે એશ્રા પટેલ અને સરંપચપદની ચૂંટણીમાં તેમનાં પ્રતિસ્પર્ધી જ્યોતિકાબેન સોલંકીના સમર્થકો વચ્ચે મતદાન મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને એ પછી ઝપાઝપી થઈ હતી.

આ પણ વાંચો :હિંમતનગરમાં જર્મનીનો દુલ્હો અને રશિયાની દુલ્હને કર્યા હિન્દુ રીતિ-રિવાજથી લગ્ન

સંખેડાના કાવીઠા ગામે સરપંચની ઉમેદવાર અને સુપર મોડેલ એશ્રા પટેલ વિરુદ્ધ એટ્રોસીટી એકટ મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી મળી રહી છે. પ્રતિસ્પર્ધી ઉમેદવારના પતિ મનોજભાઈ સોલંકીએ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. તમને જણાવી દઈએ કે ગત મોડી સાંજે મતદાન મથકે બબાલ થઈ હતી. હવે એટ્રોસિટી એક્ટ હેઠળ એશ્રા પટેલ, તેના પિતા સહિત 12 લોકો સામે FIR નોંધાઇ છે.

આપને જણાવી દઈએ કે, કાવીઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગત મોડી સાંજે સુપર મોડેલ એશ્રા પટેલ ઉપર હુમલાની કોશિશ કરાઈ હતી. સરંપચપદની ચૂંટણીમાં તેમનાં પ્રતિસ્પર્ધી જ્યોતિકાબેન સોલંકીના સમર્થકો વચ્ચે મતદાન મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને પછી ઝપાઝપી થઈ હતી. આ ઘટનાના પગલે ત્રણ પોલીસ જીપ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો.

આ પણ વાંચો :  અમદાવાદ બાદ હવે રાજકોટની શાળાના 4 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ

ઘટનાના પગલે ત્રણ પોલીસ જીપ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. ત્યાર બાદ પ્રતિસ્પર્ધી ઉમેદવારના પતિએ એટ્રોસિટી એક્ટ હેઠળ એશ્રા પટેલ, તેના પિતા સહિત 12 સામે FIR નોંધાવવામાં આવી છે… મહત્વનું છે કે એશ્રા પટેલ ઉપર હુમલાની કોશિશ પણ કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે.

કોણ છે એશ્રા પટેલ

એશ્રા પટેલ વર્ષોથી મુંબઈમાં મોડેલિંગ કરે છે. તેણે ટોચની બ્રાન્ડ માટે મોડલિંગ કર્યું છે. જેમાં પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇંટ્સ, રેમંડ શૂટિંગ્સ સામેલ છે. તો 100 જેટલી બ્રાન્ડ્સ માટે કામ કર્યું છે. એટલુ જ નહિ, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન સાથે પણ એડમાં કામ કરી ચૂકી છે.

ગ્લેમરસ ફિલ્ડમાંથી રાજકારણમાં આવનાર એશ્રા પટેલ કહે છે કે, દેશદુનિયા ફર્યા બાદ મને એમ થયુ કે મારે મારા ગામ માટે પણ કંઈક કરવુ જોઈએ. તેથી મેં આ ચૂંટણીમાં ઝંપલાવ્યું.

આ પણ વાંચો :મોદી સરકારે 9 કોમોડિટી વાયદા પર લગાવ્યો પ્રતિબંધ,જનતાને થશે ફાયદો….

આ પણ વાંચો :ગુજરાતનાં દરિયાકાંઠેથી 400 કરોડનું ઝડપાયું ડ્રગ્સ, 6 પાકિસ્તાનીઓની ધરપકડ

આ પણ વાંચો : રાજ્યમાં ઓમિક્રોનના કેસ મામલે શિક્ષણ મંત્રીની જાહેરાત,શાળાઓ બંધ નહી કરાય,પરિપત્ર જાહેર કર્યો