Politics/ કોરોનાકાળમાં PM ની ટીકા પર અનુપમ ખેરનું ટ્વીટ, કહ્યુ- ‘ચિંતાનાં કરો આવશે તો મોદી જ’

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે લોકોનાં જીવનને મોટા પ્રમાણમાં પ્રભાવિત કર્યુ છે. કોરોના વાયરસનાં વધતા જતા કેસો વચ્ચે કેન્દ્ર સરકાર અને ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા થઈ રહી છે.

Top Stories India
123 114 કોરોનાકાળમાં PM ની ટીકા પર અનુપમ ખેરનું ટ્વીટ, કહ્યુ- 'ચિંતાનાં કરો આવશે તો મોદી જ'

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે લોકોનાં જીવનને મોટા પ્રમાણમાં પ્રભાવિત કર્યુ છે. કોરોના વાયરસનાં વધતા જતા કેસો વચ્ચે કેન્દ્ર સરકાર અને ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા થઈ રહી છે. સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ સેલેબ્સ સુધી પીએમ મોદીની ટીકા કરી રહ્યા છે. ત્યારે બોલિવૂડનાં અભિનેતા અનુપમ ખેરે ફરી એકવાર ખુલ્લેઆમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું છે.

કોરોના વિસ્ફોટ / ચૂંટણી રાજ્ય બંગાળમાં કોરોના વિસ્ફોટક આ સ્થિતિમાં, કલકત્તામાં ટેસ્ટ કરાવનાર દર બીજી વ્યક્તિ પોઝિટિવ

વરિષ્ઠ પત્રકાર શેખર ગુપ્તાના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા અનુપમ ખેરે લખ્યું કે, ચિંતા કરશો નહીં, આવશે તો મોદી જ. પત્રકાર શેખર ગુપ્તાએ કોરોનાકાળમાં યોગ્ય રીતે કામ ન કરવા બદલ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી હતી. જેના જવાબમાં અનુપમ ખેરે કહ્યું કે, ચિંતા કરશો નહીં, ચિંતા કરશો નહીં, આવશે તો મોદી જ. અનુપમ ખેરે શેખર ગુપ્તાને ટેગ કર્યા અને ટ્વીટ કર્યું, “આદરણીય, શેખર ગુપ્તા જી !! આ બહુ થઈ ગયું છે. તમારા સ્ટાન્ડર્ડથી પણ. કોરોના સમગ્ર વિશ્વ માટે એક મોટી આપદા છે, આપણા આવા મહામારીનો સામનો ક્યારેય કર્યો નથી, સરકારની ટીકા કરવી જરૂરી છે. તેમના પર આક્ષેપ લગાવો, પરંતુ તેની સાથે લડવુ આપણા બધાની જવાબદારી છે, ચિંતા કરશો નહીં, આવશે તો મોદી જ !! જય હો.”

થોડી ઉતાવળ રાખજો / 18 થી 45 વર્ષની વયના લોકોએ રસીકરણ માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન કોવિન પોર્ટલ પર કરાવવું પડશે

શેખર ગુપ્તાએ ટ્વીટ કરીને લખ્યું કે, “સાઠનાં દાયકામાં એક બાળક તરીકે, મેં દરેક સંકટ, 3 યુદ્ધો, ખાદ્યપદાર્થોની કમી, આપત્તિઓ જોઇ.” આ આપણા ભાગલા પછીનું સૌથી મોટું સંકટ હતું. પરંતુ ભારત સરકારને ક્યારેય બેજવાબદાર અને આ રીતે પગલા ન લેતા જોઇ નથી. અહીં ફોન કોલ કરવા માટે કંટ્રોલ રૂમ નથી, ના તો કોઈ જવાબદેહી છે, આ રીતે સરકાર કામ કરે છે. શાસન કરવાનો આ માર્ગ છે. ”અનુપમ ખેરે શેખર ગુપ્તા દ્વારા આ જ ટ્વીટ પર પીએમ મોદીની તરફેણમાં ટ્વિટ કર્યું છે.

Untitled 43 કોરોનાકાળમાં PM ની ટીકા પર અનુપમ ખેરનું ટ્વીટ, કહ્યુ- 'ચિંતાનાં કરો આવશે તો મોદી જ'