ગુજરાત/ કોંગ્રેસે ભાજપનાં ‘વિકાસ’ને કર્યો ગાંડો : અમદાવાદમાં લગાવાયેલા પોસ્ટર બન્યા લોકોનાં આકર્ષણનું કેન્દ્ર : ગાંડા વિકાસને જોવા ઉમટ્યા ટોળા

અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનમાં સત્તાધારી ભાજપ દ્વારા કેચપિટ તથા સ્ટ્રોમ વોટર લાઈન સાફ કરવા પાછલા 2 મહિનામાં રૂ. 6 કરોડ 61 લાખનો ખર્ચ કરવામાં આવ્યો અને છેલ્લા 15 વર્ષમાં વરસાદી પાણીનાં નિકાલ માટે રૂ.100 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો.

Top Stories Ahmedabad Gujarat
વિકાસ

અમદાવાદમાં વરસાદનાં કારણે સ્થિતિ અત્યંત નાજુક બની છે. ક્યાંક બિલ્ડિંગો જ પડી ગઈ છે તો ક્યાંક બિલ્ડિંગ બહાર ઊભી રહેલી કાર જમીનમાં ખૂંચી ગઈ હતી. અનેક સ્થળો ઉપર કિચડાના ઢેર જોવા મળી રહ્યા છે તો ભારે વરસાદના કારણે નાનામોટા ઝાડ પડી ગયા છે. કેટલાક પોશ કહેવાતા વિસ્તારોમાં તો પાર્કિંગમાં પાણી એવી રીતે ભરાયા હતા જાણે તે સ્વિમિંગપુલ હોય. શહેરણાઈ આવી કફોડી સ્થિતિ જોઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતાએ શહેરમાં પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરમાં ભાજપ ઉપર જબરો કટાક્ષ કરવામાં આવ્યો છે. આ પોસ્ટરમાં લખાયું છે કે વિકાસ ગાંડો થયો છે.

વિકાસ

વધુ વિગત અનુસાર અમદાવાદમાં વરસેલા ગાંડાતુર પાલડીમાં 18 ઇંચ, ઉસ્માનપુરા સહિતના વિસ્તારોમાં 16 ઇંચ, અને સરેરાશ 10 ઇંચ વરસાદે ભારે તબાહી વેરી છે. લોકોના ઘરોમાં અને પાર્કિંગના ભોંયરામાં પાણી ઘૂસી ગયા હતા. રોડ પર અનેક વાહનો ખોટકાયા હતા. લોકો માંડ માંડ જીવ બચાવીને મોડી રાતના ઘરે પહોચ્યા હતા. ભુવામાં કાર ઉતરી ગયાના, ઝાડ નીચે દબાઈ ગયાના, રોડ ડિવાઇડર પર કાર ચઢી ગયાના,વિડીયો વાઇરલ થયા. અફાટ વરસાદથી અને તંત્રની અણઆવડતથી સામાન્ય લોકો ત્રાહિમામ પોકારી ગયા. નોંધનીય છે કે કેટલાક મ્યુનિ. કર્મચારીઓની રોડ પર ચાલુ વરસાદે ચાલી રહેલી કામગીરીને બિરદાવવી જ પડે પરંતુ આ કામગીરી અધિકારી અને પદાધિકારીઓની વરસાદ પહેલાની હોત તો ચોક્કસપણે  શહેરીજનો અને કર્મચારીઓને હાલાકી સામનો કરવાનો વારો આવ્યો હોત નહીં. જોકે વરસાદથી અતિશય પરેશાનીથી ત્રસ્ત થયેલા લોકોએ સોશિયલ મીડિયામાં મ્યુનિ.ના રેઢિયાળ તંત્રની ભૂલો શોધી બરાબર માછલાં ધોયા હતા તો કેટલાકે જે સોશિયલ મીડિયામાં હળવાશભરી ભાષામાં તંત્રને ચોટીયા ભરતા  માર્મિક ચાબુક પણ ફટકાર્યા હતા. આ સામાન્ય લોકો સાથે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનો વિપક્ષ પણ ભાજપને ચાબખા મારાવામાં બાકી રહ્યો નહોતો. પ્રિમોન્સૂ કામગીરીમાં તંત્ર નિષ્ફળ કામગીરીને લઈને વિપક્ષ દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા જેમાં વિકાસ ગાંડો થયો હોવાનું લખ્યું હતું. સૌથી મહત્વની બાબત એ છે કે પોસ્ટર લોકોના આકર્ષનું કેન્દ્ર બન્યું છે અને પોસ્ટર જોવા માટે લોકોના ટોળેટોળાંઉમટી પડ્યા હતા.

 

વિકાસ

આ પોસ્ટર લગાવવા બાબતે અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનનાં વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે,  “અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનમાં સત્તાધારી ભાજપ દ્વારા કેચપિટ તથા સ્ટ્રોમ વોટર લાઈન સાફ કરવા પાછલા 2 મહિનામાં રૂ. 6 કરોડ 61 લાખનો ખર્ચ કરવામાં આવ્યો અને છેલ્લા 15 વર્ષમાં વરસાદી પાણીનાં  નિકાલ માટે રૂ.100 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો તેમ છતાં આખું અમદાવાદ શહેર જળબંબાકાર થયું. વરસાદી પાણીને કારણે પ્રજાજનોને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડ્યો. ભાજપનો પ્રિ-મોન્સુન પ્લાન સંપૂર્ણ નિષ્ફળ થતા કોંગ્રેસ પક્ષ દ્વારા ‘ભાજપનાં રાજમાં વિકાસ ફરી ગાંડો થયો છે’નાં પોસ્ટર શહેરનાં  મુખ્ય માર્ગો પર લગાડી ભાજપની આંખો ખોલવાનો પ્રયાસ કરાયો છે.’

વિકાસ

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના સમૃદ્ધ અને નવવિકસિત વિસ્તારો ભારે વરસાદ દરમિયાન પાણીપાણી થઈ ગયા હતા. ઈસ્કોન બ્રિજ, બોપલ રોડ, રાજપથ રોડ, સિંધુભવન રોડ, સાયન્સ સિટી રોડમાં જળબંબાકારની  સ્થિતિ સર્જાઈ હતી. રહેણાંક અને કોમર્શિયલ મિલકતો તેમજ જમીનના ભાવ આ વિસ્તારમાં આસમાને આંબી રહ્યાં છે. આમ છતાં ચોમાસામાં પૂર્વના ગીચ અને અલ્પવિકસિત વિસ્તારોની જેમ પાણી ભરાઈ જાય છે. સાયન્સ સિટી રોડ પર પણ ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. અગાઉના ચોમાસા દરમિયાન તો બાજુમાં નવી નંખાયેલી લાઇન પર આડેધડ નાખેલી માટી બેસી જતા ભારે મોટો વિવાદ થયો હતો. બોપલ-આંબલી રોડની સ્થિતિ પણ અત્યંત ખરાબ હતી. શેલા-શીલજ તરફ પણ આવાજ પ્રશ્નો હતા.

આ પણ વાંચો : ભાવનગરમાં તંત્રની બેદરકારીથી 25 ગૌવંશનાં મૃત્યુ : ગૌપ્રેમીઓમાં રોષ